Last Update : 02-Dec-2011, Friday
 
કોલસાની હેરફેરમાં થતી નુકસાની વીજદરના વધારા માટે જવાબદાર

 

કોલસાના ટ્રાન્ઝિટ લોસને નામે વીજદરના વધારાની માગણી ઉચિત ખરી?

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
વીજ ઉત્પાદન માટે વપરાતા કોલસાના ગ્રેડ અને તેની કેલરીફિક વેલ્યુને મુદ્દે વિવાદ ચાલુ છે ત્યાં કોલસાની હેરફેરમાં જતાં ૧.૯ ટકા જેટલા ઊંચા લોસ અંગે વિવાદ થયો છે. કાયદા હેઠળ .૮ ટકા લોસ જ સ્વીકાર્ય ગણવામાં આવતો હોવા છતાંય કંપનીઓ ૧.૯ ટકા જેટલો ઊંચો લોસ માન્ય રખાવી તેને આધારે વીજ દરમાં વધારો મેળવવાની કોશિશ કરી રહી છે.
ગુજરાતમાં ક્રોસ સબસિડી ઘટી રહી છે પરંતુ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ વધતા વીજળીના ઊંચા દામ આપવા પડી રહ્યા છે
આજે ઉર્જા અંગે અમદાવાદમાં યોજાયેલા સેમિનારમાં એક સવાલનો જવાબ આપતા વેસ્ટર્ન રેલવેના ચીફ ટ્રાન્સપોર્ટ મૅનેજર એ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોલસામાં ટ્રાન્ઝિટ લોસ જતો જ નથી અને જતો હોય તો રેલવે પાસેથી સંબંધિત કંપની ક્લેઈમ કરી શકે છે. આ સ્થિતિમાં કાયદા હેઠળ માત્ર પોઈન્ટ આઠ ટકા એટલે કે અંદાજે (પોણા ટકા) જેટલો જ ટ્રાન્ઝિટ લોસ માન્ય કરાયેલો હોવા છતાંય ૧.૯ ટકા જેટલો જંગી ટ્રાન્ઝિટ લોસ દર્શાવીને ગુજરાતની વીજ કંપનીઓ તેના ગ્રાહકોને માથે કરોડો રૃપિયાનો ખોટો વીજદર બોજ નાંખી રહી છે. ટ્રાન્ઝિટ લોસના નાણાં રેલવે પાસે મળી જતાં હોય તો તે જર્ક સમક્ષ રજૂ કરીને તેના નામે ભાવ વધારો માગવો કેટલો ઉચિત તે સવાલ પણ એ.કે. શ્રીવાસ્તવના જવાબ પછી ખડો થયો હતો.
કોલસાના ઉત્પાદનમાં થઈ રહેલો ઘટાડો પણ વીજ ક્ષેત્ર માટે ચિંતાજનક હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોલ ઇન્ડિયાએ છેલ્લા બે નાણાંકીય વર્ષમાં કરેલા કોલસાના ઉત્પાદનની તુલનાએ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કરેલું કોલસાનું ઉત્પાદન ઘણુ ંજ ઓછું છે. ભારે વરસાદ અને ઇતર સમસ્યાને કારણે ઉત્પાદન નીચું રહ્યું હોવાની કબૂલાત કરતાં કોલ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષના અંત સુધીમાં કોલસાનું ઉત્પાદન ૪૪૭ મિલિયન ટન સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. કોલસાની તંગી અને ડૉલર મજબૂત બનતા ભારતીય વીજ ઉત્પાદન કંપનીઓના આર્થિક ગણિતો ખોરવાઈ જતાં હોવાથી વીજળી મોંઘી થવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.
કે.પી.એમ.જી. પરાગ શર્માએ કહ્યું હતું કે ગુજરાતમાં ક્રોસ સબસિડી ઘટી રહી છે તે એક સારી બાબત છે. ક્રોસ સબસિડીમાં ખેડૂતોને સસ્તા ભાવે વીજળી અપાતી હોવાથી વીજ કંપનીને જતી ખોટનો બોજ શહેરી વિસ્તારના ગ્રાહકોને માથે નાખવામાં આવે છે. ક્રોસ સબસિડીનો યુનિટદીઠ બોજ ઘટીને ૩૯ પૈસાની સપાટીએ આવી ગયો છે. તેની સામે ટ્રાન્સમિસન અને વિતરણમાં દર્શાવવામાં આવી રહેલું નુકસાન ઘણું જ ઊંચું છે. તેથી ગુજરાતના વીજ વપરાશકારોને જોઈએ તેટલી સસ્તી વીજળી મળતી નથી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
યુનોની સમિતિમાં ભારત ફરી ચૂંટાઇ આવ્યું
ઓસ્ટ્રેલિયામાં બેફામ કારની અડફટે ભારતીય યુવતીનું મોત
સલામતી સમિતિમાં ઉપરછલ્લા ફેરફારોથી નહી ચાલે ઃ ભારત
અફઘાનમાં નાટો દળોએ વધુ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા
ઇજીપ્તમાં ઉદારતાવાદી ઇસ્લામની સરકાર રચાય તેવી શક્યતા
વિદ્યા બાલન અભિનીત આગામી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થઈ શકે
કમલ હાસન બિરજુ મહારાજ પાસે કથ્થક નૃત્ય શીખે છે
સાત ફિલ્મ અધવચ્ચે લટકાવીને શેખર કપૂરે નવી ફિલ્મની જાહેરાત કરી
  More News
આજની ભારત સામેની બીજી વન ડેમાં વિન્ડિઝ જીતવાના દબાણ સાથે ઉતરશે
વર્લ્ડ સિરિઝ હોકીમાંથી ભારતના ટોચના વધુ છ ખેલાડીઓ ખસી ગયા
રણજી ટ્રોફી ઃગુજરાત સામે જીતવા મધ્ય પ્રદેશને વધુ ૯૧ રનની જરૃર
વર્લ્ડ સ્નૂકર ઃ અડવાણીની આસાન આગેકૂચ

પ્રથમ ટેસ્ટમા ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડના પાંચ વિકેટે ૧૭૬

શેરોમાં વૈશ્વિક તેજીનો ઝંઝાવાત ઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૫૯૫ પોઇન્ટ ઉછળીને ૧૬૭૧૮ બે સપ્તાહની ઊંચાઇએ
સોનામાં આગેકૂચઃ વિશ્વબજારમાં ૧૭૫૦ ડોલરની સપાટી પાર થઈ
સ્ટીલ, પાવર, ઇન્ફ્રા. ક્ષેત્ર ઘેરા સંકટમાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved