Last Update : 02-Dec-2011, Friday
 
ગુજરાતની તમામ ફેકટરીઓમાં ઇન્સ્પેકશન કરવા સરકારને આદેશ

 

પોલીએક્રિલેટ રસાયણનું ઉત્પાદન કરતી

અમદાવાદ
ગુજરાતમાં પોલીએક્રિલેટ પ્રકારના જોખમી રસાયણો કે ઉત્પાદનોનું ઉત્પાદન કરતી તમામ ફેકટરીઓનો સર્વે-ઇન્સ્પેકશન કરી તેનો અહવાલ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને આદેશ કર્યો છે. કડીની એક ફેકટરીમાં પોલીએક્રિલેટ રસાયણના કારણે કામદારો ભોગ બની રહ્યા હોવાના મુદ્દે દાખલ થયેલી સુઓમોટો રિટમાં આજે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે આજે ચુકાદો જાહેર કરતાં આ હુકમ કર્યો હતો. રાજયની તમામ ફેકટરીઓનો સર્વે રિપોર્ટ બે મહિનામાં રજૂ કરવા પણ હાઇકોર્ટે સરકારને તાકીદ કરી હતી.
કામદારોની આરોગ્યવિષયક તપાસ કરી અહેવાલ રજૂ કરવા એનઆઇઓએચને નિર્દેશ
ખંડપીઠે જણાવ્યું હતું કે, જે ફેકટરીઓ દ્વારા કામદારોના આરોગ્ય પર સીધી અસર કરતી હોય તેવા ઉત્પાદનો કરવામાં આવતાં હોય તેવી ફેકટરીઓના માલિકો કે સત્તાવાળા દ્વારા કામદારોના આરોગ્યના રક્ષણ માટે શું વિશેષ સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે અથવા તો શું પગલાં લેવાયા તેનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવાનો રહેશે. ખંડપીઠે કેસની વધુ સુનાવણી બે મહિના બાદ મુકરર કરી હતી.
કડીની કોરેલ ફાર્મા કેમ લિ.માં રોજમદાર તરીકે કામ કરતી એક મહિલાને પોલીએક્રિલેટ રસાયણના કારણે શ્વાસની ગંભીર તકલીફ થતાં તેને અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી પરંતુ ઉપરોકત કેમીકલના કારણે થતો ન્યુમોથોરેક્સ નામનો રોગ ઘણો ગંભીર અને જીવલેણ હોઇ આ મહિલાનું ગયા મહિને કરુણ મોત નીપજયું હતું.
આ પ્રકારના અન્ય છૂટાછવાયા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા હતા. જે અંગે હાઇકોર્ટને ઉદ્દેશીને લખાયેલા એક પત્રના આધારે હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી હતી.
આ કેસમાં અગાઉ હાઇકોર્ટે એનઆઇઓએચને કડીની ઉપરોકત ફેકટરીમાં તપાસ કરવાનું જણાવી તેનો વિગતવાર અહેવાલ મંગાવ્યો હતો. જે અહેવાલ ફેકટરીની વિરુદ્ધમાં આવ્યો હતો અને તેમાં લગભગ તમામ કામદારોને વત્તા ઓછા અંશે રસાયણની અસર થઇ હોવાની અને ૧૭ જેટલા કામદારોને વધુ પ્રમાણમાં અસર પહોંચી હોવાનું જણાયું હતું.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
યુનોની સમિતિમાં ભારત ફરી ચૂંટાઇ આવ્યું
ઓસ્ટ્રેલિયામાં બેફામ કારની અડફટે ભારતીય યુવતીનું મોત
સલામતી સમિતિમાં ઉપરછલ્લા ફેરફારોથી નહી ચાલે ઃ ભારત
અફઘાનમાં નાટો દળોએ વધુ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા
ઇજીપ્તમાં ઉદારતાવાદી ઇસ્લામની સરકાર રચાય તેવી શક્યતા
વિદ્યા બાલન અભિનીત આગામી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થઈ શકે
કમલ હાસન બિરજુ મહારાજ પાસે કથ્થક નૃત્ય શીખે છે
સાત ફિલ્મ અધવચ્ચે લટકાવીને શેખર કપૂરે નવી ફિલ્મની જાહેરાત કરી
  More News
આજની ભારત સામેની બીજી વન ડેમાં વિન્ડિઝ જીતવાના દબાણ સાથે ઉતરશે
વર્લ્ડ સિરિઝ હોકીમાંથી ભારતના ટોચના વધુ છ ખેલાડીઓ ખસી ગયા
રણજી ટ્રોફી ઃગુજરાત સામે જીતવા મધ્ય પ્રદેશને વધુ ૯૧ રનની જરૃર
વર્લ્ડ સ્નૂકર ઃ અડવાણીની આસાન આગેકૂચ

પ્રથમ ટેસ્ટમા ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડના પાંચ વિકેટે ૧૭૬

શેરોમાં વૈશ્વિક તેજીનો ઝંઝાવાત ઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૫૯૫ પોઇન્ટ ઉછળીને ૧૬૭૧૮ બે સપ્તાહની ઊંચાઇએ
સોનામાં આગેકૂચઃ વિશ્વબજારમાં ૧૭૫૦ ડોલરની સપાટી પાર થઈ
સ્ટીલ, પાવર, ઇન્ફ્રા. ક્ષેત્ર ઘેરા સંકટમાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved