Last Update : 02-Dec-2011, Friday
 

વાહનોમાં બોગસ ગેસકિટ ફિટ કરનારા સામે કાયદેસરનાં પગલાં

 

CNG-LPG કિટ સેન્ટરો માટે કડક નિયમો જાહેર

અમદાવાદ
અમદાવાદમાં છાશવારે ગેસ કિટ ધરાવતાં વાહનોમાં આગ લાગવાના બનાવોને પગલે સરકારે બોગસ ગેસ કિટ ફીટ કરનારા વિરુદ્ધ કડક પગલા ભરવાની જાહેરાત કરી છે. વાહન વ્યવહાર કચેરીએ સ્ટાન્ડર્ડ કંપનીની આડમાં બોગસ કિટ ફિટ કરતા સેન્ટરોને ચેતવણી આપતાં આજે તેમના માટેના કડક નિયમો પણ જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ અમદાવાદ જિલ્લામાં માત્ર ૧૦ કંપનીઓ અને ૬૦ ડિલરો દ્વારા માન્ય સેન્ટરો જ વાહનોમા ગેસ કિટ નાખી શકશે. નવા નિયમો પછી લોકોને સારી ગેસ કિટ મળતા તેમના વાહનો અને જાનમાલની સલામતી જળવાશે તમ અમદાવાદ આરટીઓએ જણાવ્યું હતું.
ગેસકિટ ધરાવતાં વાહનોમાં છાશવારે આગ લાગતા RTOનો નિર્ણય અમદાવાદ જિલ્લામાં ૧૦ કંપનીઓ અને ૬૦ ડીલરોની કિટ જ માન્ય
આ વિશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી જે.એમ.ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત મોટા શહેરોમાં ગેસ કિટ ધરાવતાં વાહનોમાં આગ લાગવાના બનાવો વધી ગયા હતા. જેના પગલે લોકોના જાન જોખમમાં મૂકાતા હતા. આ બાબતે તપાસ હાથ ધરતાં અમને શહેરમાં કેટલાય સ્થળે ખૂબ જ હલકી ગુણવત્તાની ગેસકિટ ફિટ કરી અપાતી હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટાન્ડર્ડ કંપનીની એક કિટમાં સામાન્ય રીતે ચાર ભાગ હોય છે. બોગસ કિટ ફિટ કરનારા લોકો આ ચાર ભાગમાંથી ચાર કિટ બનાવતા હતા. દરેક કિટમાં તેઓ એક ભાગ ઓરિજિલ અને બાકીના ત્રણ ભાગ ડુપ્લિકેટ નાંખીને લોકોને મૂરખ બનાવતા હતા. જોકે સસ્તી કિટની લાલચે લોકો મૂરખ બનાવાની સાથે પોતાનો જાન પણ જોખમમાં મૂકતા હતા. જેના કારણે અમે આજે સીએનજી અને એલપીજી કિટ નાખી આપતા ડિલરો અને કંપનીઓ સાથે મીટિંગ કરી હતી. મીટિંગ બાદ અમે તેમના માટેના કડક નિયમો પણ જાહેર કર્યા હતા. આ નિયમોથી નાગરિકોની સલામતી જળવાશે તેનો અમને વિશ્વાસ છે. જો કોઇ વ્યક્તિ ગેરકાયદે કિટ નાખી આપશે તો અમે પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી, આરટીઓની ટીમ સાથે દરોડો પાડીશું અને તેનું કિટ નાખવાનું લાઇસન્સ રદ કરી નાખીશું.
આરટીઓએ સીએનજી-એલપીજી ફિટ કરતી કંપનીઓ સામે લાલ આંખ કરતા એઆરએઆઇ મંજૂર તેમજ સરકારમાન્ય કિટ જ ફીટ કરવા, ૧થી ૭ તારીખમાં આરએફસીનું લિસ્ટ જમા કરાવવું, એક સેન્ટર એક જ કંપનીનું કામ કરશે, કેટલી ગેસકિટ ફિટ કરી છે તેનું લિસ્ટ આરટીઓને આપવું જેવા કડક નિયમો ઘડી કાઢ્યા છે. આરટીઓએ દાવો કર્યો હતો કે આ પગલા પછી લોકોન બોગસ કિટ નાંખી આપતા તત્વોથી છૂટકારો મળશે.

 

CNG-LPG કિટ કંપનીઓ માટે કડક નિયમો
- દરેક કંપનીએ કિટ એપ્રુવલનું ફાઇલ-લિસ્ટ આરટીઓમાં જમા કરાવવું.
- કંપનીઓ રીટ્રોફીટર સેન્ટરોનું લિસ્ટ આપશે.
- ૧થી ૭ તારીખમાં દરેક સેન્ટરે વેચેલી કિટનું લિસ્ટ આપવું પડશે.
- બોગસ સેન્ટરની નોંધણી રદ થશે તેવી બાહેંધરી.
- એક સેન્ટર એક જ કંપનીનું કામ કરી શકશે.
- દરેક કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાન્ય કિટ આપવી.
- કિટ ફિટિંગના ૧૪ દિવસમાં વાહન પાસિંગ, આરસીબુકમાં સેન્ટરના નામ-સરનામા નોંધણી.
- આરએફસી સેન્ટરમાં ૩૦૦ સ્ક્વેર ફુટની જગ્યા ફરજિયાત.
- વેટ નંબરવાળું અને કોમ્પ્યુટરાઇઝ્ડ વેચાણ-ફિટિંગ બિલ આરટીઓ અને ગ્રાહક બંનેને આપવા.
- કંપની સિવાય અન્ય કંપનીની કિટ વેચાણ સામે કાયદેસરના પગલા.
- બોગસ કિટોના પાટીયા, બ્રોશર આરએફસી પરથી તાત્કાલિક ઉતારવા આદેશ.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
યુનોની સમિતિમાં ભારત ફરી ચૂંટાઇ આવ્યું
ઓસ્ટ્રેલિયામાં બેફામ કારની અડફટે ભારતીય યુવતીનું મોત
સલામતી સમિતિમાં ઉપરછલ્લા ફેરફારોથી નહી ચાલે ઃ ભારત
અફઘાનમાં નાટો દળોએ વધુ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા
ઇજીપ્તમાં ઉદારતાવાદી ઇસ્લામની સરકાર રચાય તેવી શક્યતા
વિદ્યા બાલન અભિનીત આગામી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થઈ શકે
કમલ હાસન બિરજુ મહારાજ પાસે કથ્થક નૃત્ય શીખે છે
સાત ફિલ્મ અધવચ્ચે લટકાવીને શેખર કપૂરે નવી ફિલ્મની જાહેરાત કરી
  More News
આજની ભારત સામેની બીજી વન ડેમાં વિન્ડિઝ જીતવાના દબાણ સાથે ઉતરશે
વર્લ્ડ સિરિઝ હોકીમાંથી ભારતના ટોચના વધુ છ ખેલાડીઓ ખસી ગયા
રણજી ટ્રોફી ઃગુજરાત સામે જીતવા મધ્ય પ્રદેશને વધુ ૯૧ રનની જરૃર
વર્લ્ડ સ્નૂકર ઃ અડવાણીની આસાન આગેકૂચ

પ્રથમ ટેસ્ટમા ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડના પાંચ વિકેટે ૧૭૬

શેરોમાં વૈશ્વિક તેજીનો ઝંઝાવાત ઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૫૯૫ પોઇન્ટ ઉછળીને ૧૬૭૧૮ બે સપ્તાહની ઊંચાઇએ
સોનામાં આગેકૂચઃ વિશ્વબજારમાં ૧૭૫૦ ડોલરની સપાટી પાર થઈ
સ્ટીલ, પાવર, ઇન્ફ્રા. ક્ષેત્ર ઘેરા સંકટમાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved