Last Update : 04-July-2011, Monday
 
અડાજણની સોસા.માં કમળાની દેશી દવા પીવા મેળો લાગ્યો

 

પાલિકા રોગચાળો નહીં હોવાનો ઢંઢેરો પીટે પણ

રવિવારે મળસ્કે પાંચ વાગે ત્રણ હજાર લોકો કમળાની દવા પીવા આવ્યા ઃ પાલિકા દ્વારા રજૂ કરાતા આંકડા ભ્રામક હોવાની શકયતા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોનું આરોગ્ય સલામત હોવાનો ઢંઢેરો પીટવામાં આવે છે. પાલિકા દ્વારા આરોગ્ય વિભાગની કામગીરી તથા સારવાર લેનારના આંકડા પણ જાહેર કરવામાં આવે છે. પરંતુ અડાજણ વિસ્તારની એક સોસાયટીમાં કમળાની દેશી દવા પીવા માટે મેળો લાગે છે. આજે મળસ્કે પાંચ વાગ્યે ત્રણેક હજાર કરતાં પણ વધુ લોકો કમળાની દેશી દવા પીવા માટે આવ્યા હતા. એક જ જગ્યાએ આટલા મોટા પ્રમાણમાં કમળાના દર્દીઓ દવા પીવા આવતાં હોય ત્યારે પાલિકાના આરોગ્ય સલામતીના દાખલા પોકળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ઉનાળો અને ચોમાસા દરમિયાન ઓપરેશન હેલ્થ કેર અંતર્ગત અભિયાન હાથ ધરવામા આવે છે. જેમાં અખાદ્ય ચીજ વસ્તુનો નાશ કરવા સાથે કમળા જેવા રોગ અટકાવવા માટે પણ કામગીરી કરવામાં આવે છે. પાલિકા દ્વારા રોગચાળો ઓછો હોવાના આંકડા પણ અવાર-નવાર જાહેર કરવામાં આવે છે. પરંતુ પાલિકા દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડા અને શહેરમાં રોગીઓના આંકડાનો વચ્ચે ભારે તફાવત જોવા મળે છે.
પાલિકાના રાંદેર ઝોનમાં આવેલા અડાજણ પાટિયા વિસ્તારમા આવેલી એક સોસાયટીમાં એક વ્યક્તિત દ્વારા કમળાની દેશી દવા પીવડાવવામાં આવે છે. આ જગ્યાએ અનેક લોકો સ્વયંસેવક તરીકે પણ કામગીરી કરવા માટે આવે છે. દર રવિવારે મળસ્કે આ વ્યક્તિતને ત્યાં દેશી દવા પીવા માટે અનેક લોકો આવે છે. પરંતુ છેલ્લા બે રવિવારથી કમળાની દવા પીવા માટે આવનરા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ ગયો છે.
તેમાં પણ આજે સવારે પાંચ વાગ્યે અડાજણ પાટિયા વિસ્તારની આ સોસાયટીમાં કમળાની દવા પીવા માટે જાણે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો ઉભા થયાં હતા. અડધો કિલોમીટર સુધી વાહનોની લાઈન સાથે ત્રણથી સાડા ત્રણ હજાર લોકો કમળાની દવા પીવા માટે આવ્યા હતા. આ દવા પીવા આવનારાઓમા મોટા ભાગે શિક્ષિત લોકો પણ જોવા મળ્યા હતા જેમાંથી અનેક કમળા અંગેનો રિપોર્ટ લઈને આવ્યા હતા.
કમળાની દેશી દવા પીવા માટે હજારો લોકો લાઈન લગાવીને ઉભા હોય અને બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા લોકોનું આરોગ્ય સલામત હોવાની કરાતી વાતો લોકોના ગળે ઉતરતી નથી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved