Last Update : 04-July-2011, Monday
 
ગરીબ પરિવારની માનસિક વિકલાંગ કિશોરીને બ્રોન્ઝ મેડલ
 

ગ્રીસમાં ચાલતા સ્પેશ્યલ ઓલમ્પિકમાં

કડિયા કામ કરતા પિતા અને અન્યના ઘરે કામ કરતી માતાની પુત્રી યોગીતા રાઠોડનો ૧૦૦ મીટર દોડમાં ત્રીજો ક્રમ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
ગ્રીસના એથેન્સ શહેરમાં ચાલી રહેલા સ્પેશ્યલ ઓલ્મ્પીકમાં સુરતની એક ગરીબ પરિવારની કિશોરીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ૧૬૦ દેશના બાળકોમાં ૧૦૦ મીટર દોડમાં ત્રીજા નંબરે તથા લોંગ જમ્પમાં પાંચમા નંબરે આવવાની સિદ્ધિ મેળવી છે. મંદ બુધ્ધિની આ ગરીબ કિશોરી આગામી ૬ જુલાઈના રોજ ગ્રીસથી સુરત આવશે.
સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય કક્ષાનો સ્પેશ્યલ ઓલ્મ્પીકનું આયોજન કરવામાં આવે છે. જેની મહેનતના પરિણામે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી અને અડાજણના દિપ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી યોગીતા રાઠોડ ગ્રીસ સુધીના ઓલ્મ્પીકમાં જઈ શકી છે. ગ્રીસ ખાતેના આ સ્પેશ્યલ ઓલ્મ્પીકમાં જવા માટે આ કિશોરી પાસે પૈસા પણ ન હતા. પરંતુ ગુજરાત સ્પે. ઓલ્મ્પીક કમિટિ દ્વારા ખર્ચ તથા જ્યાં અભ્યાસ કરે છે તે ટ્રસ્ટ દ્વારા અન્ય ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો.
આજે ગ્રીસના એથેન્સ ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઓલ્મ્પીકની ૧૦૦ મીટર દોડમાં ૧૬૦ દેશોના રમતવિરોમાંથી સુરતની યોગીતા ત્રીજા ક્રમે આવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. યોગીતાએ લોંગ જમ્પમાં પણ ભાગ લીધો હતો જેમાં તેણે પાંચમો ક્રમ મેળવ્યો હતો.
યોગીતા રાઠોડના પિતા કડિયાકામ કરે છે જ્યારે માતા અન્યના ઘરે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. આવા ગરીબ પરિવારમાંથી આવેલી મંદ બુધ્ધિની યોગીતાએ ૧૬થી ૨૧ વર્ષની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આગામી ૬ તારીખના રોજ યોગીતા સુરત આવશે ત્યારે તેની શાળાના તથા અન્ય લોકો તેને સન્માનવાનો કાર્યક્રમ કરશે.

મંદબુદ્ધિના બાળકોના વાલીઓનો જાગૃતિ કાર્યક્રમ
મંદબુદ્ધિના બાળકોમાં બુદ્ધિ આંક ઓછો પણ સંવેદના ભારોભારે
માનસિક વિકલાંગ કે મંદબુદ્ધિના બાળકોના વાલીઓ હોવાનો અપરાધભાવ દુર કરી બાળકોને જાહેરમાં લાવશો તો અડધી સમસ્યા હલ થઇ જશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરતમાં મંદ બુધ્ધિના બાળકોના વાલીઓનો જાગૃત્તિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓએ મંદ બુધ્ધિના બાળકોના માતા-પિતા હોવાનો અપરાધભાવ રાખતા વાલીઓને ખાસ જાગૃત્ત થવા જણાવ્યું હતું. આ ઉપરાંત આવા બાળકોને ઘરમાં કે ખુણામાં રાખી મુકવાના બદલે તેમને જાહેરમાં લાવવા જણાવ્યું હતું. કેટલાક વક્તાઓએ ભાર મુક્યો હતો કે મંદ બુધ્ધિના બાળકોનો બુધ્ધિ આંક ઓછો હશે પરંતુ તેમનામાં સંવેદના સામાન્ય માણસની જેમ ભારોભાર હોય છે. કાર્યક્રમ બાદ પ્રશ્નોતરીમાં અનેક સરકારી અધિકારીઓની અછતના કારણે વિકલાંગ બાળકોના વાલીઓની સમસ્યામાં વધારો થતો હોવાનું જણાવાયું હતું.
સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે મેન્ટલી ચેલેન્જ બાળકોના વાલીઓ દ્વારા બનાવાયેલા સંગઠન માવજત દ્વારા વાલી જાગૃત્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કુંપળની માવજત નામના આ કાર્યક્રમમાં મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસીએ જણાવ્યું હતું કે, જે માનસિક વિકલાંગ કે મંદ બુધ્ધિના બાળકો છે તેવા બાળકોના માતા-પિતા હોવાનો અપરાધ ભાવ જે વાલીઓમાં છે તે સૌથી પહેલાં દુર કરવો જોઈએ. લોકો શું કહેશે તેની પરવા કર્યા વિના આવા બાળકોને જાહેરમાં લાવવાથી અડધી સમસ્યાનો હલ થઈ શકે છે. વાલીઓ માટે તેઓએ જણાવ્યું હતું કે, આવા બાળકોની સારવાર કરવા માટે અન્ય કરતાં તમે સક્ષમ છો એવું ભગવાને માન્યું હશે તેથી તમને આવા બાળકો આપ્યા હશે તેથી તમે પણ સ્પેશ્યલ વાલીઓ છો.
માનસિક વિકલાંગ બાળકોનો બુધ્ધિ આંક સમાન્ય માણસ કરતાં ઓછો હશે પરંતુ તેમનામાં રહેલી સંવેદના સામાન્ય માણસની જેમ ભારોભાર ભરી હોય છે. ડૉ. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, આવા બાળકોમાં રહેલી શક્તિ બહાર કાઢવા માટે સામુહિક રચનાત્મક પ્રવૃત્તિ કરાવવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હોલમાં જે સંખ્યા છે તે જોઈને એવું લાગે છે કે, વાલીઓમાં હવે જાગૃત્તિ આવી રહી છે. નેશનલ ટ્રસ્ટના શૈલેષભાઈએ વિકલાંગ ધારા અંગેની સમજ આપી હતી. અમદાવાદના વાલી મંડળના વિષ્ણુભાઈએ ભારત ભરમાં મંદ બુધ્ધિના બાળકોના એસોસીએશન રચવા તથા તેઓના હક્ક માટે લડવા માટેની વાલીઓને હાકલ કરી હતી.
વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા વાલીઓને માર્ગદર્શન અપાયા બાદ ઓપન મંચમાં પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં સુરત સિવિલ હોસ્પીટલમા ક્લીનીકલ સાયકોલોજીની પોસ્ટ અને સમાજ સુરક્ષા અધિકારીની કાયમી પોસ્ટ ખાલી હોવાથી વાલીઓને અનેક મુશ્કેલી પડતી હોવાની રજુઆત કરવામાં આવી હતી.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved