Last Update : 04-July-2011, Monday
 
રેલવે સ્ટેશને રિઝર્વેશનની ૧૪ પૈકીની માત્ર ૬ બારી જ ખુલે છે
 
સ્ટાફની સામુહિક બદલીને પગલે

મુસાફરોનો સમય વેડફાઇ છેઃ સ્ટેશન પર સ્ટાફની સમસ્યા જ્યારે અઠવા પી.આર.એસ. પર જરૃર કરતા વધુ સ્ટાફ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
રેલવે પેસેન્જર રિઝર્વેશન સેન્ટર (પી.આર.એસ.)માં અપૂરતા સ્ટાફનો પ્રશ્ન દોઢેક માસ પૂર્વે સામૂહિક બદલીઓને કારણો ઊભો થયો છે. સ્ટાફ ઓછો હોવાથી પી.આર.એસ.ની કુલ ૧૩ પૈકી ૬ બારીઓ કામકાજ માટે ખુલે છે. પરિણામે પ્રવાસીઓના કલાકો વેડફાઇ રહ્યા છે. સુરત પી.આર.એસ. ઉપર સ્ટાફ ઓછો છે, જ્યારે અઠવા પી.આર.એસ.ને વધુ સ્ટાફ ફાળવાયો છે.
અપૂરતા સ્ટાફને કારણે રેલવે પી.આર.એસ.માં બુકીંગ ઓપરેટર અને પ્રવાસીઓ વચ્ચે સુવિધાના મુદ્દે તુતુ મેંમેંના કિસ્સા રોજના થઇ પડયા છે. આ આખીય સમસ્યા બુકીંગ ક્લાર્કની સામુહિક બદલીઓને કારણે ઊભી થઇ હતી. બદલીમાં આશરે ૧૫ જેટલો સ્ટાફ ઓછો થઇ જતાં, રેલવેએ રિઝર્વેશનની કામગીરીમાં અડધોઅડધ ઘટાડો કરી નાખ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્યારે જો કે, સિઝન ન હોવાથી મોટી સમસ્યા નથી. પણ, વીસેક દિવસ પછી દિવાળીના તહેવારો અનુસંધાને ત્રણ મહિના પહેલાં એડવાન્સ બુકીંગ શરૃ થશે, ત્યારે સમસ્યા વધુ ગંભીર બનશે, એવી ભીતિ વ્યક્ત કરીને સૂત્રોએ જણાવ્યું કે, પી.આર.એસ.માં સ્ટાફની ઘટ ઊભી થઇ હોય તો તેના નિરાકરણની જવાબદારી એ.આર.ઓ. અને સી.એમ.આઇ.ની બને છે. પણ, અધિકારીઓનું વલણ સ્ટેશનને ભગવાનને ભરોસે છોડવાનું છે, એવી ટીકા પ્રવાસીઓની છે.
સ્ટાફની કમી માત્ર રેલવે પી.આર.એસ.માં જ છે. જો પૂરતો સ્ટાફ ફાળવવામાં આવતો ન હોય તો મોટી સંખ્યામાં રિઝર્વેશનની વિન્ડોની સુવિધા છે, એવું બનાવવાની જરૃર છે ખરી ? એમ.પી. અને રેલવે મંત્રી સમક્ષ વધુ બારી ખોલવાની હજુ જરૃર છે, એવી રજૂઆતનો પણ કશો અર્થ નથી. વાસ્તવમાં તો સુરતની ૪૫ લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૪ જેટલી બારીઓ શરૃ કરવામાં આવી હોય તો તેટલો સ્ટાફ ફાળવવાની જવાબદારી પણ તંત્રની થાય છે, એમ પ્રવાસીઓ કહે છે.
મઝાની વાત તો એ છે કે, સુરત પી.આર.એસ.ને સ્ટાફની સમસ્યા નડે છે, જ્યારે અઠવા પી.આર.એસ.ને જરૃર કરતાં વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, એમ જાણકારો કહે છે. અઠવા પી.આર.એસ. ઉપર ત્રણ રિઝર્વેશન વિન્ડો છે, તેની સામે ૭ બુકીંગ ઓપરેટરની જરૃર છે. પણ, ૧૧નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ બધાયને સ્ટાફની સેવા સુરત પી.આર.એસ. ઉપર લઇ શકાય એમ છે. પણ, કોઇ કારણોસર એવું થઇ શકતું નથી.
જાણકારો કહે છે કે, દિવાળીના રિઝર્વેશન માટે હવે આગામી દિવસોમાં ભારે ધસારો થવાનો છે, ત્યારે સામુહિક બદલીના ઓર્ડર વેળા પી.આર.એસ.માંથી ૧૫ જણાને તાત્કાલિક છૂટા કરવાની પણ એટલી ઉતાવળ નહોતી. સમસ્યા હવે ઊભી થશે અને તેનો ભોગ પ્રવાસીઓને વગર કારણે બનવાનું આવશે, એવી આશંકા પ્રવાસીઓને છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved