Last Update : 04-July-2011, Monday
 
સુરતમાં શાંતિ અને શ્રધ્ધા પુર્વક જગન્નાથની રથયાત્રા સંપન્ન

 

સમગ્ર સુરત જગન્નાથમય બની ગયું

કલેક્ટર, પોલીસ કમિશ્નર અને મેયરે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ઃ સાત લાખથી વધુ ભક્તોએ રથયાત્રાના દર્શન કર્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
અમદાવાદ અને પુરીની જેમ સુરતમાં પણ ભારે શ્રધ્ધા અને ભક્તિ પુર્વક જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી હતી. બપોરે સુરતના રેલ્વે સ્ટેશનથી નિકળેલી આ રથયાત્રા જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી પહોંચે તે દરમિયાન સાત લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. રથયાત્રા દરમિયાન સમગ્ર સુરત જગન્નાથમય બની ગયું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈસ્કોન સંસ્થા જહાંગીરપુરા દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલદેવ તથા સુભદ્રામાતાની ભવ્ય રથયાત્રા આજે બપોરે સુરતના રેલ્વે સ્ટેશનથી કાઢવામાં આવી હતી. આ રથયાત્રાનું પ્રસ્થાન કલેક્ટર એ.જે. શાહ, પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના અને સુરતના મેયર રાજેન્દ્ર દેસાઈએ કરાવ્યું હતું. રથયાત્રા શરૃ થાય તે પહેલાં ઈસ્કોન મંદિરના ઝોનલ સેક્રેટરી તથા ઈસ્કોનના પ્રમુખ જશોમતિનંદન દ્વારા આરતી કરવામાં આવી હતી.
રથયાત્રા શરૃ કરતાં પહેલાં ભગવાનનો રથ ખેંચવા માટેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અષાઢ સુદ બીજના દિવસે એક જ વાર ભગવાન જગન્નાથ, શ્રી બલદેવ અને માતા સુભદ્રા જીવાત્માના કલ્યાણ માટે દર્શન આપે છે. જે લોકો ભગવાનને દર્શન માટે મંદિર નથી જઈ શકતા તેઓ તેઓ માટે ભગવાન જગન્નાથ સ્વયંકૃપા કરીને કરીને દર્શન આપવા રથ પર આવે છે. રથનું દોરડું ખેંચવાથી ભક્તોને ઉર્ધ્વલોકમાં વાસ મળે છે.
સુરતના રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન થયેલી આ રથયાત્રા ટેક્ષટાઈલ માર્કેટ, ઉધના દરવાજા, મજુરાગેટ, સરદાર બ્રિજ, અડાજણ રોડ થઈને જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી પહોંચી હતી. આ દરમિયાનમાં સાત લાખથી વધુ લોકએ રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રા દરમિયાન ખીર તથા બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જ્યારે રથયાત્રાનું સમાપન જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે થયું હતું ત્યાં ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બદલેવ તથા માતા સુભદ્રાની રથયાત્રા નિકળી ત્યારથી સમગ્ર સુરતના લોકો જગન્નાથમય બની ગયાં હતા.

 
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved