Last Update : 04-July-2011, Monday
 
અષાઢી બીજની ભક્તિ - ભાવથી ઉજવણી, વાજતે - ગાજતે નીકળી શોભાયાત્રાઓ
 

રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, રવિવાર
રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે અષાઢી બીજની ભક્તિ - ભાવ સાથે ઉજવણી કરાઈ હતી. અનેક શહેરો - ગામોમાં ભગવાન જગન્નાથજની રથયાત્રા તથા શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાા વાજતે - ગાજતે કાઢવામાં આવી હતી. જૂનાગઢ પાસે પરબધામનો લોકમેળામાં ૨૦ લાખ જેટલા ભાવિકો તેમજ ધોરાજી પાસે તોરણીયા નકલંકધામના લોકમેળામાં પણ લાખો લોકો ઉમટી પડયા હતાં. ઉપરાંત સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો અને ગામોમાં આજે પાવનકારી અષાઢી બીજના દિવસે પૂજન - અર્ચન, પાઠ - સંકિર્તન, મહાપ્રસાદ, સમુહભોજન, અન્નકોટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. અનેક સ્થળોએ નવા મકાનો, દૂકાનો, ઓફિસોનાં ભૂમિપૂજન, ઉદઘાટન વગેરે પણ કરવામાં આવ્યા હતાં.
પરબધામ અને તોરણીયાના લોકમેળામાં લાખો ભાવિકોનો મહેરામણ ઉમટયો, ગામે - ગામ પુજન - અર્ચન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના ભક્તિમય કાર્યક્રમો યોજાયા
જૂનાગઢમાં અષાઢી બીજના પરંપરા ગત રીતે ભાવિકોને સન્મુખ દર્શન આપવા ભગવાન જગન્નાથજી આજે નગરયાત્રાએ નીકળયા હતાં. ભગવાનના દર્સન માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતાં. શહેરમાં ભગવાન જગદીશ બલભદ્રજી અને શુભદ્રાજીને ત્રણ રથમાં બિરાજમાન કરીને રથયાત્રા યોજાઈ હતી.
બપોરે અઢી વાગ્યે જગન્નાથ મંદિર નજીકથી જગન્નાથજી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ વર્ષ જગન્નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીને ત્રણ રથમાં બિરાજમાન કરાયા હતાં. રથયાત્રા પ્રસ્થાન થઈ ઉપરકોટ, જગમાલ ચોક, દિવાન ચોક, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવાચોક અને જવાહર રોડ થઈ પરત જગન્નાથ મંદિરે પહોંચી હતી. જગન્નાથ અને ભલભદ્રજીના રથનાં પુરૃષોએ દોરડા ખેંચ્યા હતા અને શુભદ્રાજીના રથના દોરડા મહિલાઓએ ખેંચ્યા હતાં. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પંરપરાગત રીતે ભાવિકોને સન્મુખ દર્શન આપવા નિકળતા વાતાવરણ ધર્મય બની ગયું હતું.
જૂનાગઢ સહિત - સોરઠભરમાં આજે અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજન અર્ચન પાઠ, પ્રસાદી તથા સમુહ ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. અને લોકોએ વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી. અષાઢી બીજ નિમીતે જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલા રામદેવપીર મંદિરે પૂજન અર્ચન તથા પ્રસાદીના કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ નજીકના મજેવડી દેવતણખી બાપાની જગ્યા આજે છથી સાત હજાર લુહાર જ્ઞાાતીજનોએ પાઠ તથા પૂજા અર્ચના કરી હતી. બપોરબાદ શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત વિસાવદર નજીકના સતાધારમાં અષાઢી બીજ નિમિતે ધ્વજા રોહણ કરાયું હતું. મોણીયામાં નાગબાઈ માતાજીના મંદિરે પણ ધ્વજારોહણ તથા સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. માળીયામાં વાળંદ સમાજ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી રામદેવપીરની પૂજા તથા પાઠ અને સમુહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત કેશોદ, માંગરોળ, માણાવદર, બાંટવા, બિલખા, તાલાલા, વેરાવળ, ઉના, કોડીનાર સહિતના શહેરો તથા ગ્રામ્ય પંથકમાં અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અને વરસાદ પડે તેવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.
જૂનાગઢના ભેંસાણ પાસે આવેલા પરબધામમાં આજે અષાઢી બીજની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮.૩૦ વાગ્યે ધ્વજારોહણ બાદ વિષ્ણુયાગ અને પર્જન્ય યજ્ઞા કરાયા હતા. જેમાં ૪ વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું. રાત્રે ભવ્ય સંતવાણી યોજાઈ હતી. પરંપરાગત લોકમેળામાં આ વખતે અષાઢી બીજે રવિવાર હોવા ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નહી થયો હોવાથી શહેરો - ગામોમાંથી દર વર્ષ કરતા બમણા એટલે કે, ૨૦ લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા. માનવ મહેરામણને કારણે ઠેરઠેર ચક્કાજામ સર્જાયો હતો. પરબધામથી ત્રણ કિ.મી. દૂર જ વાહનોને પાર્ક કરવા પડયા હતાં. ત્યાંથી લોકોએ પરબધામ સુધી પગપાળા જવું પડયું હતું. દરેક સ્થળે હૈયેહૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી. આંબાવાડી સ્થિત વિશાળ ભોજનાલયમાં મહાપ્રસાદ લેવા માટે પણ લાખો ભાવિકોએ કતાર લગાવી હતી.
જામકંડોરણામાં આજે અષાઢી બીજનાં દિવસે સનાતન ધર્મ યુવક મંડળ દ્વારા ભગવાનશ્રી રામદેવજી મહારાજની ભવ્ય રથયાત્રાનું નીકળી હતી. આ રથયાત્રા બપોરનાં ૩-૦૦ કલાકે રામજી મંદિરથી પ્રસ્થાન કરીને શહેરનાં વિવિધ માર્ગો પટેલ ચોક, ડંકીચોક, ભાદરાનાકા, બસસ્ટેશન, બાલાજી ચોક થઈ પટેલ ચોકમાં પૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ઉમંગભેર ભાવિકો જોડાયા હતાં.
અમરેલી જિલ્લામાં આજે અષાઢી બીજ ઉજવાઈ હતી. અમરેલી શહેરમાં શ્રી રામદેવપીરની શોભાયાત્રા નિકળી હતી. મોટી સંખ્યામાં લોકોએ ટ્રેકટરમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી હતી.
કાગવડ સ્થિત ખોડલધામમાં આજે બીજ મહોત્સવમાં હજારો ભાવિકો ઉમટયા હતાં. આ પ્રસંગે મુખ્ય મંદિરનું ભુમિપુજન તથા બાવન ગજની ધ્વજા ચડાવાઈ હતી. રાજકોટથી ૫૦૦ કાર, ૧૨૦૦ સ્કૂટર સહિતના વાહનો સાથેની ભવ્ય રેલી લેઉવા પટેલ સમાજ દ્વારા કાઢી હતી. જેમનું કાગવડમાં સ્વાગત કરાયું હતું.
ધોરાજી પાસેના તોરણીયા નકલંકધામ ખાતે આજે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પરંપરાગત લોકમેળામાં હજારોનું માનવ મહેરામણ ઉમટી પડયું હતું. જેમાં ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમનાં દર્શન થયા હતાં. સંતો - મહંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરાયું હતું. સંતોના સ્વાગત બાદ બટુકભોજન અને સંતભોજન તથા ભાવિકો માટે મહાપ્રસાદ યોજાયા હતાં. સંતવાણીનો પણ હ જારો ભાવિકોએ લાભ લીધો હતો.
પોરબંદરમાં આજે અષાઢી બીજે વિશાળ શોભાયાત્રા સ્વરૃપે રામદેવજી મહાપ્રભુનો વરઘોડો વાજતે ગાજતે કાઢવામાં આવ્યો હતો. સમસ્ત ખારવા સમાજ યોજીત વરઘોડાનું ઠેરઠેર ભાવભીનું સ્વાગત તથા પુજન - અર્ચન થયા હતાં. ખારવા પંચાયત મંદિરથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈને બપોરે રામદેવજી મંદિરે પૂર્ણ થઈ હતી, જયાં મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે સાગરપુત્ર મહિલા સમન્વય સંસ્થા દ્વારા વિશાળ મહિલા સાંકળ રચીને અંધશ્રધ્ધા તથા દૂષમોને હાંકી કાઢવાની હાંકલ કરાઈ હતી.
મોરબી પંથકના વસવાટ કરતા ભરવાડ અને રબારી સમાજ અષાઢી બીજનો પાવન પર્વ માતાના પ્રાગટયદિન તરીકે ધામ ધૂમથી ઉજવે છે. અને પરંપરા પ્રમાણે અષાઢી બીજના દિવસે મોરબીના મહેન્દ્રપરા શેરી નં. ૧૭મા આવેલા મચ્છુ માતાની જગ્યાએથી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. આ વાજતે ગાજતે નિકળેલી રથયાત્રામાં ભરવાડ સમાજ સહિત હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. એક તબક્કે શહેરના મુખ્ય માર્ગો ભગવાનના ગગનચુંબી નારાઓથી ગુંજી ઉઠીયો હતો. હૈયે હૈયુ તળાઈ તેટલી જનમેદની ઉમટી પડતા શહેરના મુખ્ય માર્ગો ટુકા પડયા હતાં. જયારે રથયાત્રા નગર દરવાજાના ચોક પાસે મુસ્લીમ સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરીને કોમી એકલતાનું ઉમદા ઉદાહરણ પુરૃ પાડયું હતું.
હળવદમાં નકલંક ગુરૃધામ ખાતે બાર બીજના ધણી રામદેવજી મહારાજની સૌથી મોટી બીજ અષાઢી બીજ સાથે કચ્છી માડુઓનું નવું એટલે અષાઢિબીજ ભોજન ભજન ભક્તિના ત્રિવેણી સંગમથી ધાર્મિક કાર્યક્રમથી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.
હળવદ નકલંક ગુરૃધામ ખાતે ઝાલાવાડમાં વિક્યાત એવા બાબા રામદેવજી મહારાજની મોટામોટી અષાઢિબીજની પુજા અર્ચના, મંગલા આરતી, સંધ્યા આરતી, સંતવાણી સાથે આજે ૧૫ હજારથી વધુ ભાવિકો ઉમટી પડયા હતાં. તમામ સેવકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારથી ધ્વજરોહણ, મંગલા આરતી, પરંપરાગત સંતો મહંતોનું ભેટ પુજન આપી સન્માન જેવા દીવસ ભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

રાજુલામાં અષાઢી બીજ નિમિત્તે ખોડીયાર મંદિરમાં હવન તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું હુતં. છેલ્લા ૬૦ વર્ષથી મહાપ્રસાદમાં ૨૫ મણ લાપસી તથા ૯૦ કિલો મગ તથા ૪ મણ સંભારાનો મહાપ્રસાદ લેવા ભકતોની ભીડ ઉમટે છે. આ ખોડિયાર માતાજીનું મંદિરડુંગરાળ વિસ્તારમાં આવેલું હોય, તેથી અતિશય રમણીય શોભે છે. આ મંદિરમાં છેલ્લા ૫૦-૫૦ વર્ષોથી અખંડ ધુન ચાલુ છે. આજે અષાઢી બીજના દિવસે મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved