Last Update : 04-July-2011, Monday
 

રાજકોટના મ્યુનિ. કમિશનર અને જિલ્લા કલેકટર બંનેની બદલી

 
સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ સહિત રાજ્યના ૪૯ સનદી અધિકારીઓની બદલીના હૂકમ

રાજકોટ, રવિવાર
છેલ્લા પાંચ-છ મહિનાથી તોળાતી રહેલી સનદી અધિકારીઓની બદલીના પહેલા તબક્કાના હૂકમ આજે- રવિવારે સાંજે જાહેર થયા છે, જેમાં રાજ્યના ૧૨ જિલ્લા કલેકટરો તથા ૧૪ જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત કુલ ૪૯ સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર બંને બદલાયા છે. જો કે હાલના મ્યુનિસિપલ કમિશનરનું નવું પોસ્ટીંગ હજુ જાહેર થયું નથી.
કમિશનર બ્રહ્મભટ્ટનું નવું પોસ્ટિંગ બાકીઃ જામનગરના મ્યુ. કમિ., કચ્છ- જૂનાગઢ- સુરેન્દ્રનગરના ડી.ડી.ઓ. તેમજ અમરેલી- સુરેન્દ્રનગરના કલેકટરો પણ બદલાયા
સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેસાણા કલેકટર અજય ભાદુની નિમણુંક કરવામાં આવી છે. બજારોમાં ગંદકી નિકાલથી માંડીને રઝળતા પશુઓને ડબ્બે પૂરાવવા, ભૂતિયા નળજોડાણ પકડવા તેમજ દબાણો દૂર કરાવવા સુધીની જનહિતની કામગીરીમાં જાતે ધસી જતા કમિશનર દીનેશ બ્રહ્મભટ્ટને રાજકોટથી ક્યાં મુકાશે તેનો ઉલ્લેખ આ ઓર્ડરમાં નથી, કેમ કે તેમને તાજેતરમાં પ્રમોશન મળ્યું છે અને સિનિયર ઓફિસરોની બદલીના હુકમો હવે થવાના છે. રાજકોટ જિલ્લા કલેકટર એચ.એસ. પટેલને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડીરેકટર તરીકે મુકાયા છે.
હાલ પાટણના જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલને કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક આપીને કચ્છથી રાજકુમાર બેનિવાલને મહેસાણા કલેકટર તરીકે મુકાયા છે. અમરેલી કલેકટર પી.આર. સોમપુરાની નર્મદા કલેકટર તરીકે બદલી કરી નવસારી ડી.ડી.ઓ., ડી.એ. સત્યાને અમરેલી મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કાર્યરત શ્રી અનુપમને જામનગર મ્યુનિસિપલ કમિશનર નિમવામાં આવ્યા છે, જ્યારે જામનગરથી પી. સ્વરૃપને ગાંધીનગર કલેકટર તરીકે, જૂનાગઢથી ડી.ડી.ઓ. બંછીનિધિ પાનીને અમદાવાદ ડી.ડી.ઓ. બનાવીને જૂનાગઢમાં તેમના સ્થાને દિલીપ રાણા (આસિ. કલેકટર, વિસનગર), સુરેન્દ્રનગર ડી.ડી.ઓ. કે.કે. નિરાલાને સમાન હોદ્દા પર આણંદ ખાતે, ભરૃચ ડી.ડી.ઓ. સુશ્રી વિપ્રા ભાલને જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે, રાજુલા આસિ. કલેકટર સંદીપ સાંગલેને ખેડા ડી.ડી.ઓ. તરીકે, સુરેન્દ્રનગર ડી.આર.ડી.એ. નિયામક જે.ડી. ચુડાસમાને નવસારી ડી.ડી.ઓ. તરીકે, સી.પી. પટેલ (સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી)ને ડી.ડી.ઓ. સુરેન્દ્રનગર તરીકે તેમજ અંજારના આસિસ્ટન્ટ કલેકટર રણજીતકુમાર સિંગને શિક્ષણ વિભાગમાં ઉપસચિવના હોદ્દા પર મુકવામાં આવ્યા છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved