Last Update : 04-July-2011, Monday
 
૩૨ લેઝર ફલેમિંગોના પ્રાણ હરી લેતી ૬૬ કે.વી. વીજલાઇન
 
પોરબંદરના રતનપર પાસે યાયાવરો પર ચાર દિ'માં ત્રણ કૂઠારાઘાત

પોરબંદર, તા. ૩
પોરબંદરથી સાત કિ.મી. દૂર રતનપર ગામ નજીકના 'કાઠી' તરીકે ઓળચખાતા જળપલ્લવિત વિસ્તારમાં હાલ હજારો લેઝર ફલેમિંગો ઉતરી આવ્યા છે ત્યારે તેની એકદમ નજીક ખેતરમાંથી જ લોકોના ભારે વિરોધ વચ્ચે ફીટ કરાયેલી ૬૬ કે.વી.ની વીજલાઇનને કારણે છેલ્લાં ૪ દિવસમા ૩૨ લેઝર ફલેમીંગોના કમકમાટીભર્યા મોત નિપજતાં પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. શેડયુલ-૪માં આવતા આ પંખીઓના મોત બાદ પણ જંગલ ખાતાએ તાકીદની કાર્યવાહી કરવાને બદલે લાચાર બનીને સુચના જ આપતાં આશ્ચર્ય સર્જાયુ છે.
૫થી ૭ હજાર ફલેમિંગોના મુકામ નજીક જ હેવી લાઇનરૃપે ઝળુંબતું જોખમઃ શેડયુઅલ-૪માં સમાવિષ્ટ પક્ષીના મોત કોઇ સામે કશાં પગલાં નહીં
ગત વર્ષે લોકોના ખેતરમાંથી આ વીજ લાઇન પસાર કરવાની કાર્યવાહીનો રતનપર ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો તથા સરપંચે હાઇકોર્ટના દ્વાર પણ ખટખટાવીને કામગીરી અટકાવવાનો પ્રયાસ ગત વર્ષે કર્યો હતો, તેમ છતાં મંજુરી મેળવીને પવનચક્કી દ્વારા ઉર્જા પેદા કરતી સુઝલોન કંપનીએ રતનપરથી માધવપુર પટ્ટી પર પવનચક્કીઓ ફીટ કરીને વીજળી પેદા કરવાની કામગીરી શરૃ કરી હતી, ત્યાંથી રાણાવાવ ૨૨ કે.વી.ને વીજળી પુરી પાડવામાં આવી રહી છે. આથી છેલ્લાં ૪ દી'માં ૩૨ જેટલા ઓસ્ટ્રેલીયાથી આવતા વિદેશી મહેમાન એવા રૃપકડા ફલેમીંગોના મોત અંગે રતનપરના સરપંચ ભીમભાઇએ જંગલ ખાતાને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વેટરનરી ડોકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવતા પંખીઓના મોત વીજ શોકને કારણે જ થયાનું બહાર આવ્યું છે. તા. ૩૦-૬ના ૨૧ પંખીના મોત થયા બાદ તા. ૨-૭ના પક્ષીઓ વીજ લાઇનને અડકીને મૃત્યુ પામ્યા તો અષાઢી બીજના દિવસે પણ ૪ પંખીઓ આ વીજ વાયરની નજીકથી ઉડતા પસાર થતાં મૃત્યુ પામ્યા હતાં. અન્ય ત્રણ પંખીઓને ઇજા થતાં તેમાંથી બેને પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર માટે લવાયા છે.
આર.એફ.ઓ. શીયાણીએ સુઝલોન કંપનીના સત્તાધીશોનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમે તો વીજળી ઉત્પન્ન કરીને રાણાવાવ ૨૨૦ કે.વી.ને પુરી પાડીએ છીએ તેથી પક્ષીના મોત પાછજળ અમે જવાબદાર નથી. ખેતરોમાં જ પોલ બીછાવનાર જેટકો કંપની પણ તેમાં જવાબદાર નહીં હોવાના દાવા સાથે હવે રૃપકડા પંખીના મૃત્યુ માટે વીજ તંત્ર દ્વારા પણ જવાબદારી નહીં સ્વીકારવામાં આવતા જંગલ ખાતુ પણ લાચારીની મુદ્રામાં એટલા માટે આવી ગયુ છે કે ફરીયાદ નોંધવી તો કોની સામે નોંધવી? શેડય્ચાુલ-૪માં આવતા આ રૃપકડા પંખીના મોત પાછળ કોને જવાબદાર ગણવા?
વાયરથી ૧ ફૂટ દૂરના અંતરે પણ જો આ પક્ષીઓ ઉડતા હોય તો તેને પાવર પોતાના તરફ ખેંચી લે છે, અને જેથી મુક્ત ગગનમાં ઉડીને 'કાઠી'ના પાણીમાં ઉતરાણ કરવા નીચેની બાજુએ વળે કે વાયર આડે આવતો હોવાથી તેની નજીકથી પસાર થવા જતાં જ તે પંખીઓને વાયર પોતાના તરફ ખેંચીને સીધા જ નીચે પટકે છે. ગુલાબી રંગના ખૂબ જ મુલાયમ પંખીઓ જરા સરખો વીજ શોક પણ જીરવી શકતા નથી ત્યારે અહીં તો ૬૬ કે.વી.ના વીજવાયર હોવાથી તેઓની બચવાની કોઇ શકયતા જ રહેતી નથી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved