Last Update : 04-July-2011, Monday
 
જૂનના અંત સુધીમાં વરસાદ ન આવતાં નાગરિકોમાં ચિંતા
 
આણંદ,તા.૩
જુન મહિનો પતવા આવ્યો પરંતુ જિલ્લામાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદ ખેંચાતા કેટલાક ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે. તો પશુધન માટે પણ આ સમસ્યા વરસાદ ન પડે તો વિકરાળ બની શકે છે. છેલ્લા અઠવાડિયાથી વાદળછાયુ વાતાવરણ હોવા છતાં વર્ષા રાણી રીસાઈ હોય તેમ વરસાદ વરસતો જ નથી. વરસાદ ન વરસતા ભેજનું પ્રમાણ વધતા બાફમાં વધારો થયો છે.
પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા વરસાદ માટે ઠેરઠેર પૂજા યોજાવા લાગી
ગરમી અને બાફને કારણે લોકો હવે વરસાદ પડે તો જ રાહત થશે એમ માની રહ્યા છે. વરસાદ પડે તે માટે જિલ્લામાં ઠેર-ઠેર પૂજા-અર્ચના લોકો દ્વારા શરૃ કરાઈ છે. મુસ્લિમ બિરાદરોએ પણ વરસાદ પડે તે માટે બંદગી શરૃ કરી દીધી છે. આમ દરેક લોકો નાત-જાતના ભેદભાવ વગર પોતાના પ્રભુને વરસાદ પડે તે માટે આજીજી કરી રહ્યા છે. સમયસર વરસાદ ન પડતા ખેડૂતો દ્વારા કૂવાનું પાણી લઈને ધરૃવાડીયા નાખી દીધા છે.
આણંદ જિલ્લામાં નાના-મોટા ગામોમાં સંતોષકારક વરસાદ ન વરસતા આમ જનતાની સાથે સાથે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે. કેટલાક ધરતીપુત્રોને વરસાદ ન વરસતા આ ચોમાસુ બગડશે, ઓછો વરસાદ પડશે તો આખુ વર્ષ ગુજરાન કેમ ચલાવશું તેની ચિંતા કોરી ખાઈ રહી છે. ગત વર્ષે જુન મહિનામાં તો સારો એવો વરસાદ વરસ્યો હતો. પાછળથી ખેંચાયો હતો. પરંતુ ચાલુ સાલે સમયસર વરસાદ ન પડતાં ખેતીકામો ખોરંભે પડી ગયા છે. મેઘરાજાને મનાવવા માટે આણંદ જિલ્લાના મોટાભાગના ગામોમાં હાલ પૂજા-અર્ચના શરૃ થઈ ગઈ છે. નાની બાળાઓ મેહુલીયો લઈને ઘરે-ઘરે ફરીને ભીંજાતી હોય છે. આણંદ જિલ્લાના ખેડૂતો વરસાદ ન વરસતા હેરાન-પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાય દિવસોથી આકાશ વાદળછાયુ રહેતુ હોવાથી ખેડૂતો માનતા હતા કે વરસાદ સમયસર થઈ જશે અને એ જ આશાએ પોતાના ખેતરમાં ધરૃવાડિયા પણ નાખી દીધા હતા.
પરંતુ વરસાદ ન વરસતા કેટલાક ધરૃવાડિયા નાશ થવાની આરે હોવાથી કેટલાક ખેડૂતોને ના છુટકે કૂવા-તળાવના પાણીથી ધરૃવાડીયા બચાવવાની ફરજ પડી છે. તો કેટલાક ખેડૂતોએ ધરૃવાડીયા નાખ્યા જ નથી. પરંતુ વરસાદ ખેંચાતા ડાંગર, તમાકુની સમયસર રોપણી થાય તે હેતુથી કેટલાક ખેડૂતોએ પાણી લઈને ધરૃવાડીયાની રોપણી કરી દીધી છે. વરસાદ ન પડતા વરસાદી સિઝનને અનુરૃપ કેટલાક સિઝનલ ધંધા પણ અસર થઈ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved