Last Update : 04-July-2011, Monday
 
આણંદના પ્રવેશવાના દરેક માર્ગ પર રિક્ષાઓનો ઝમેલો
 
આણંદ,તા.૩
આણંદ નગરમાં પ્રવેશવાના દરેક માર્ગ પર પિયાગો રીક્ષાઓનો જમેલો જોવા મળે છે. આ રીક્ષાચાલકો કલેક્ટરનું જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં અંતરિયાળ રસ્તાઓથી પ્રવેશ કરીને મુસાફરોને લઈ જતા હોય છે. ટ્રાફિક પોલીસને આ અંગે જાણ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો સુર કેટલાક જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો છે. કેટલાક પિયાગોના ચાલકો શહેરમાં પ્રવેશીને ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય છે.
કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા રિક્ષાચાલકો
ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરવામાં આવતા હોય છે. કેટલીક ચોકડીઓ પર ટ્રાફિક પોલીસની હાજરીમાં જ મુસાફરો ભરવામાં આવતા હોય છે. બીજા વાહનોને અડચણરૃપ બનતા હોવા છતાં ટ્રાફિક પોલીસ આવા પિયાગો રીક્ષાના ચાલકોને કશુ કહેતા નથી. મોટાભાગે વહેવાર સચવાતો હોવાથી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા જ કરાયો છે.
આણંદ નગર જિલ્લા મથક થતાં જ તથા આણંદ વિદ્યાનગરમાં શાળા કોલેજ વધુ હોવાથી આજુબાજુના ગામડાના લોકો આણંદમાં અવર-જવર કરતા હોય છે. મોટાભાગે ગામડામાં બસોની સેવા ઓછી હોવાથી ખાનગી વાહનો દ્વારા જ તેઓ અપડાઉન કરતા હોય છે. આણંદ નગરમાં નડિયાદ બાજુથી આવવા માટે ગ્રીડ ચોકડી, બોરસદ, પેટલાદ, તારાપુરથી આવતા વાહનો બોરસદ ચોકડી થઈને જુના બસ મથક સુધી આવતા હોય છે. મુખ્ય રસ્તાને બદલે તેઓ વાયા-વાયા થઈને મુસાફરોને બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન નજીક ઉતારતા હોય છે. આણંદ નગરમાં લગભગ હજારથી વધુ પિયાગો રીક્ષાના ફેરા થતાં હશે. અઢીસો જેટલી પિયાગો રીક્ષાઓ ટ્રાફિકના નિયમોનું પાલન જ કરતી નથી. આડેધડ પિયાગો રીક્ષાઓ મુકીને ટ્રાફિકમાં અડચણ ઉભી કરતા હોય છે. ગ્રીડ ચોકડી પાસે આ સમસ્યા વધુ હોય છે. જેમાં કેટલાક રીક્ષાચાલકો તો ખુલ્લેઆમ દાદાગીર પણ કરતા હોય છે. નડિયાદ જતા વાહનચાલકોને વાહન વળાવવું પડતુ હોય છે. જેને કારણે ઉભેલ આ પિયાગો રીક્ષા તેઓને અડચણરૃપ બનતી હોય છે. જો કોઈ રીક્ષાચાલકને કંઈક કહે તો રીક્ષાચાલકો ભેગા થઈને સામેવાળા પર તૂટી પડતા હોય છે. નજીકમાં ટ્રાફિક પોલીસના કર્મચારી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવી ઘટના બને ત્યારે ટ્રાફિક પોલીસ આઘા-પાછા થઈ જતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. શહેરમાં પિયાગો રીક્ષાના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ તેઓની અવર-જવર મુખ્ય માર્ગો પર જોવા મળી રહી છે. મોટાભાગે નિયમિત થતા વહેવારને કારણે કાયદાકીય કોરડો વીંજવામાં આવતો જ નથી. જેને કારણે આમ જનતાને જ આડકતરી રીતે પરેશાની ભોગવવી પડે છે.
સ્કૂલ વર્ધીની વાન અને રિક્ષામાં જતા બાળકોને અકસ્માતનો ભય
આણંદ,તા.૩
શાળાઓ શરૃ થતાંની સાથે જ ખાનગી વાહનો દ્વારા બાળકોની વર્ધી શરૃ કરી દેવામાં આવી છે. કેટલાક વાહનચાલકો નાના બાળકો માટે કેટલીક વ્યવસ્થા પોતાના વાહનમાં કરતા હોય છે. પરંતુ મોટાભાગે વાહનોમાં વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માતે કોઈકનો જાન પણ જઈ શકે છે. નિયત મર્યાદા કરતા વધુ જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે. જેમાં કેટલાક વાહનોમાં વિદ્યાર્થીઓના શરીરના કેટલાક ભાગ જે તે વાહનની બહાર હોય છે. રસ્તા પર અવર-જવર કરતા બીજા વાહનોની અડફેટમાં હાથ-પગ આવી શકે છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.
કેપેસિટી કરતા વધુ બાળકો બેસાડીને જતા ચાલકો નિયમો પાળતા નથી
જાગૃત વાલીઓના જણાવ્યા અનુસાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઈ ગયું છે. મોટાભાગે ઘરેથી શાળા દુર હોવાથી મોટાભાગના વાલીઓ રીક્ષા, વાન કે બીજી ગાડી પોતાના પાલ્ય માટે બંધાવતા હોય છે. પરંતુ કેટલાક વાહનચાલકો નિયત મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓને પોતાના વાહનમાં બેસાડતા હોય છે. ઘણીવખત તો નાની રીક્ષામાં તો ૧૫ થી ૨૦ ટાબરીયાઓને બેસાડી દેવામાં આવતા હોય છે. જેમાં કેટલાક તો ડ્રાઈવર પાસે હોય છે. અચાનક બ્રેક વાગે અને કોઈક વિદ્યાર્થીનો હાથ છુટી જાય તો પરિણામ શું આવે તે બધા સમજી શકે છે. આ અંગે એક રીક્ષાચાલકે જણાવ્યું હતું કે બધા જ નીતિ-નિયમોનું પાલન કરીએ તો અમોને ખોટનો ધંધો કરવો પડે. તેમ છતાં વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે અમો એંગલ તથા જાળી રાખતા હોય છે.
પેટ્રોલ તથા ગેસના ભાવવધારાને કારણે અમોને પોષાતુ નથી. જો ભાડુ વધારીએ તો વાલીઓ નારાજ થતાં હોય છે. જેથી ના છુટકે અમારે બે થી ત્રણ વધુ વિદ્યાર્થીઓને ફેરામાં બેસાડવા જ પડે છે. આ પરિસ્થિતિ આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ છે. પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગાઈડલાઈન આપવામાં આવે તથા આગોતરૃ આયોજન કરીને સુરક્ષા માટે જે તે વાહનચાલક આયોજન કરે તેવી ફરજ પાડવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
કેટલીક રીક્ષાઓમાં તો આગળ-પાછળ વિદ્યાર્થીઓ બેઠા હોય છે ત્યારે તેઓના શરીરના કેટલાક ભાગ જે તે વાહનની બહાર જોવા મળે છે. ગીર્દીમાં જો કોઈ વાહનચાલક નજીકથી પસાર થાય તો ઈજા થઈ શકે છે ત્યારે આવા રીક્ષાચાલકો સામે લાલ આંખ કરવામાં આવે તે જરૃરી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved