Last Update : 04-July-2011, Monday
 
ડાકોરમાં શ્રીજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન

 

જય રણછોડ માખણચોરના નારા સાથે નગરયાત્રા યોજાઇ ઃ અંબાડી ઢીલી પડતા બપોર બાદ રથયાત્રા એક કલાક મોડી પડી ઃ નડિયાદ, કઠલાલ, કપડવંજ અને બાલાસિનોરમાં પણ ભવ્ય રથયાત્રાઓ યોજાઈ
હજારો ભક્તો મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ આરોગી ધન્ય બન્યા ઃ ભજન મંડળીઓનાં ભજનો અને અખાડાના યુવાનોના કસરતના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા
નડિયાદ,તા.૩
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. ડાકોર ઉપરાંત નડિયાદ, કઠલાલ, કપડવંજ અને બાલાસિનોર જેવા તાલુકા મથકોએ પણ પરંપરાગત રીતે જય રણછોડ માખણચોરના નારા સાથે રથયાત્રા નીકળી હતી. રથયાત્રાની પરંપરા મુજબ મગ,કેરી, જાંબુનો પ્રસાદ અને શ્રીજીની સવારી ખેંચવાની ધન્યતા અનેક લોકોએ અનુભવી હતી. ડાકોર ખાતે આજે ભગવાનની અંબાડી ઢીલી પડતા રથયાત્રા બપોર બાદ એક કલાક મોડી થઇ હતી. ડાકોરમાં આજે પપ હજાર શ્રદ્ધાળુઓએ શ્રીજીની શાહી સવારીના દર્શનનો લાભ લીધો હતો.
વર્ષ દરમ્યાન કુલ નીકળતી ૬૭ સવારીઓ પૈકી આ સવારી સૌથી લાંબી હોવાથી તેનું મોટુ મહત્ત્વ છે. પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વહેલી સવારે મંગળા આરતી બાદ ત્રણ ભોગ ધરાવીને રવિ પુષ્ય નક્ષત્રમાં સવા નવ વાગ્યાની આસપાસ ચાંદીના રથમાં ગોપાલ લાલજીને બિરાજમાન કરાવાયા હતા. સેવક ભાઇઓ દ્વારા અધિવાસન કરીને રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં લક્ષ્મીજીની સાથે સાત કુંજોમાં ગોપાલ લાલજીને બિરાજમાન કરાયા હતા. ભગવાનને ભોગ-ટેરા ધરાવીને આરતી ઉતારાઇ હતી. રથ ખેંચનાર યુવકો એમ માનતા હોય છે કે શ્રીજીનો રથ ખેંચવો એ જીવનની ધન્ય ઘડી છે. એ બધી જ શુભ વસ્તુઓ અનાયાસે આપે છે. આ કારણે શ્રીજીનો રથ ખેંચવા યુવાનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
વહેલી સવારથી જ ઢોલ, નગારા,ડંકા, નિશાન,હાથી અંબાડી સાથે શ્રીજીની સવારી રથયાત્રાના પરંપરાગત રૃટ પરથી પ્રસ્થાન પામી હતી. રથયાત્રાની સાથે સાથે આગેવાનો અને નવયુવાનો દ્વારા મગ વૈઢાનો પ્રસાદ અને છાસ પાણીની ટેન્કરો માંથી લોકોને પ્રસાદ અપાયો હતો. આ રથયાત્રામાં વડોદરાથી આવેલ રાજભાલ મંડળીએ ભજનો ગાઇને ભકિતભાવનું વાતાવરણ પ્રસરાવ્યું હતું. ડાકોર બજરંગ અખાડાના યુવાનોએ પણ અંગકસરતના ખેલો દર્શાવ્યા હતા. આ રથયાત્રા વાડા ફાર્મ,રણછોડપુરા, સમાધી, કેવળેશ્વર મહાદેવ, બજરંગ દાસની જગ્યા, લક્ષ્મીજી મંદિર, બોડાણા મંદિર, બેઠક મંદિર, સત્યભામા મંદિર થઇ સ્વનિવાસે પરત ફરી હતી. આ દરમ્યાન રાધાકુંડ પાસે હાથી પર બિરાજમાન ભગવાનની અંબાડી ઢીલી પડતા રથયાત્રા રોકીને ફરી બાંધવામાં આવી હતી. જેને કારણે અંદાજે દોઢ વાગે શરુ થતી રથયાત્રા લગભગ દોઢ કલાક મોડી પડી હતી. મોડી રાત્રે સવારી પરત ફરી ત્યારે પરંપરાગત રીતે ભગવાનની નજર ઉતારી રથયાત્રા સંપન્ન કરી હતી. આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અને ગોમતીજીની પણ પરિક્રમા કરી હતી. રથયાત્રા દરમ્યાન ડાકોરની રેફરલ હોસ્પિટલના ડોક્ટર એમ્બ્યુલન્સ સહિત હાજર રહ્યા હતા. આ ઉપરાંત ફાયર ફાઇટર અને વેટ બાઇઝર પણ સામેલ કરાયા હતા.
આ ઉપરાંત તાલુકા મથક કઠલાલના રામજી મંદિરેથી બપોરના એક વાગ્યાના સુમારે રથયાત્રા નીકળી હતી. આઝાદ પોળ, કોઠીની ખડકી, ભાવસારવાડ પહોંચેલી રથયાત્રામાં શ્રીજીની આરતી ઉતારી મોસાળુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય રણછોડ માખણચોરના નારાથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી હતી. મોસાળા બાદ રથયાત્રા અંબાજી માતાના ચોકે પહોંચી હતી. જ્યાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અને નીજ મંદિર પરત ફરી હતી.
નડિયાદના મોટા નારણદેવ મંદિરથી પરંપરાગત રીતે અને હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળી હતી. જે દિવાળી પોળે થઇને આગળ વધી હતી. પરંપરાગત રૃટ પ્રમાણે આગળ વધતી રથયાત્રા શ્રદ્ધાળુઓના ઘરે પધરામણી કરતી કરતી નિયત સમયે પરત ફરી હતી. આજરોજ નડિયાદમાં ૩૮૦થી વધુ મકાનોમાં શ્રીજીની પધરામણી કરાઇ હતી. સવારના સમયે નારણદેવ મંદિરમાં આબાલ વૃધ્ધ મગ,વૈઢા અને જાંબુ કેરીના પ્રસાદ સાથે જોવા મળ્યા હતા. વર્ષે એકાદવાર બહાર નીકળતા વૃદ્ધો પણ આજે ભારે શ્રદ્ધાથી શ્રીજીના દર્શ ને આવ્યા હતા.
તાલુકા મથક બાલાસિનોરમાં રામજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી. લગભગ અઢીસોથી વધુ વ્યક્તિઓ આ રથયાત્રામાં જયરણછોડ માખણચોરના નારા સાથે જોડાઇ હતી. ભક્તોએ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરી પ્રસાદ વહેંચ્યો હતો. આ રથયાત્રા મુસ્લીમ વિસ્તાર નિશાળચોકમાં પહોંચી ત્યારે મુસ્લીમ બિરાદરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
બપોરે અમદાવાદી ઢાળ વિસ્તારમાં ભગવાને વિરામ લીધો હતો. અને ત્યાં જ મોસાળુ કરાયું હતું. મહાદેવ પાસે ભગવાનને ભોગ ચઢાયો હતો. સાંજના સમયે ઉત્થાપન કરી ફરી આરતી કરી રથયાત્રા નિજ મંદિર પરત ફરી હતી. જ્યાં ભગવાનની નજર ઉતારાઇ હતી. આ રથયાત્રામાં કોઇ અનિચ્નીય બનાવ બન્યો નથી.
સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના પાંચ વધારાના પોઇન્ટ ગોઠવાયા હતા. વળી, બાલાસિનોર અને વિરપુર પોલીસે સખત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જિલ્લાના અનેક ગામોમાં આજે મંદિરોમાં ભારે શ્રદ્ધાનંું વાતાવરણ જોવા મળ્યું હતું.

 

આણંદ સહિત જિલ્લાના વિવિધ સ્થળે ભવ્ય રથયાત્રા નીકળી
રામાયણના પાત્રોની વેશભૂષા અને યુવાનોએ કસરતના દાવ રજૂ કર્યા ઃ ભક્તોએ ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી
આણંદ, તા. ૩
આણંદ જિલ્લાના સાણંદ, બોરસદ, પેટલાદ, અડાસ, ઓડ, ભાદરણ, ખંભાત, નાપાડ તળપદ વિરસદ અને સોજિત્રા નગરમાં આજે રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભગવાન જગન્નાથના ભક્તો ઉમટી પડયા હતા. જય રણછોડ માખણચોરના નાદ સાથે ભક્તોએ જાંબુ અને મગનો પ્રસાદ લીધો હતો.
ભક્તોએ વરસાદ આવે તે માટે ભગવાનને પ્રાર્થના તથા આજીજી કરી હતી. રથયાત્રામાં યુવકોએ વિવિધ કરતબો બતાવ્યા હતા તો નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા. રથયાત્રાના રૃટમાં ભક્તોને પરેશાની ન થાય તે માટે સેવાભાવી સંસ્થાઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આજે અષાઢી બીજે નગર તથા ગામડાનાં મુખ્ય માર્ગો પર પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભાવિકોએ રથને ખેંચીને ધન્યતા અનુભવી હતી. રવિવારની રજા હોવાથી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.
અબીલ-ગુલાલની છોળ વચ્ચે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કિર્તનની સાથે સાથે મંત્રોચ્ચાર કરતા કરતા ભક્તો આગળ વધ્યા હતા.
મંદિરના મહંત દ્વારા રથને પ્રસ્થાન કરાવ્યા બાદ ભક્તોનો ઉલ્લાસ સમાતો નહતો. આ એક એવો દિવસ છેકે મંદિરમાંથી ખુદ ભગવાન ભક્તો પાસે બહાર જાય છે. રથયાત્રા જે તે સ્થળે પસાર થતી હતી ત્યાં બંને બાજુ ભક્તોએ ભીડ જમાવી હતી. દર્શન કરીને પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
કેટલીક રથયાત્રામાં યુવકો દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા. પેટલાદ નગરમાંથી બપોરે ૨.૦૦ કલાકે રથયાત્રા નીકળી હતી. આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભજન મંડળીઓ પણ યાત્રામાં જોડાઈ હતી.
બાળકોએ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. ટ્રેક્ટરોને શણગાવામાં આવ્યા હતા. રૃટ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved