Last Update : 04-July-2011, Monday
 
શાળામાં ૮ કલાક રોકાવાના ફતવા સામે શિક્ષકો જંગે ચડશે

 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી શાળાના સમયમાં કરાયેલા ફેરફાર સામે રાજ્યભરની મહાનગરપાલિકાના શિક્ષકોના સંઘોએ બાંયો ચઢાવી છે અને સરકારના નિર્ણય સામે છેક સુધી લડી લેવાનો નિર્ધાર જાહેર કર્યો છે.
લડતની રણનીતિ ઘડવા મહામંડળની તત્કાળ બેઠક મળી દરેક શિક્ષક મુખ્યમંત્રીને કાગળ લખી વિરોધ નોંધાવશે
તમામ મુદ્દે કેન્દ્ર સરકારના દોષો શોધતી ગુજરાત સરકાર શિક્ષણના અને તેમાં પણ શિક્ષકોના શાળામાં આઠ કલાક રોકવાના મુદ્દે અચાનક કેન્દ્ર સરકારની શરણાગતિ સ્વીકારી લે તે રહસ્યમય બાબત અંગે આજે અત્રે મળેલી ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળની બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હતી.
ઘણી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક દીઠ ખુરશી - ટેબલની હજુ પૂરતી સુવિધા નથી. શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયાઓ માંડ પૂરી થઈ છે. અભ્યાસક્રમ ચલાવવાનો માંડ પ્રારંભ થયો છે તેવા સમયે માત્ર શિક્ષકો માટે શાળાની કામગીરીનો સમય આઠ કલાકનો કરવા પાછળનો રાજ્ય સરકારનો તર્ક સમજાતો નથી, તેવી ચર્ચાઓ થવા પામી હતી.ફેક્ટરીમાં કામદારો આઠ કલાક રોકાય તો ત્યાં કેન્ટીનની સુવિધા મળે, જમવા માટે એક કલાક રિશેસ મળે તેમના બાળકોને સાચવવા ઘોડીયાઘરની સુવિધા ઊભી કરવાનો પણ કાયદો છે. પણ શિક્ષકો માટે આવી કોઈ સગવડ ઊભી કર્યા વગર તેમને શાળામાં કામગીરી વગર રોકી રાખવા એ તેમને માનસિક ત્રાસ આપવા સિવાય કાંઈ નથી તેવો સૂર ચર્ચામાંથી પ્રગટ થયો હતો.
વળી રાજ્યમાં ઘણા સ્થળોએ હજુ સવારની પાળીની શાળામાં ૭ થી ૩ અને બપોરની પાળીની શાળાઓમાં ૧૦ થી ૬ વાગ્યા સુધીના ધારાનો અમલ થયો નથી. સુરત, વડોદરા અને અમદાવાદના શાસનાધિકારીઓએ જ સમય બદલ્યો છે. રાજકોટ, જામનગર, ભાવનગરમાં હજુ શાળાઓ જુના સમય મુજબ જ ચાલી રહી છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હજુ આઠ કલાકના ધારાનો અમલ થયો નથી, તેવી માહિતી ચર્ચામાંથી ઉપસી આવી હતી.
ઉપસ્થિત બત્રીસ સભ્યોએ એકસૂરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અસર પડે તેવી સંભાવના ઉભી કરવા આહવાન કર્યુ હતું. ખાનગી શાળાઓ ચલાવવા સરકારી શાળાઓ બંધ કરવાની રાજ્ય સરકારની પેરવી સામે બાંયો ચઢાવવાની તૈયારી કરવા નિર્ધાર કરાયો હતો.
સમગ્ર ચર્ચાને અંતે આઠ કલાકના સરકારી કાયદા સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી, શાસનાધિકારી, સ્થાનિક મનપાના હોદ્દેદારો, ધારાસભ્યો વગેરેને આવેદનપત્ર આપવાના તથા તમામ શિક્ષકો મુખ્યમંત્રીન પોષ્ટકાર્ડ લખી પોતાનો વ્યક્તિગત વિરોધ નોધાવે તેવા આયોજન ઘડવામાં આવ્યા હોવાનું મહામંડળના પ્રમુખે જણાવ્યુ હતું.

નિષ્ઠાપૂર્વકના અસરકારક અમલના અભાવે
ખાનગી સ્કૂલો પરના નિયંત્રણો પોકળ પૂરવાર થાય તેવો ભય
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓ પર જાતજાતના નિયંત્રણોની જાહેરાત કરીને સરકારે વાલીઓને રાજી તો કરી દીધા પણ ૧૯૯૭ થી સરકારે નોન ગ્રાન્ટેડ શાળાઓને જે રીતે સ્વતંત્રતા આપી હતી. તેનાથી દોઢ દાયકા સુધી વાલીઓનું શોષણ થતું રહ્યું તેના માટે સરકારે પોતાની જવાબદારી કયારેય સ્વીકારી નથી.
નવા કાયદાના મોટાભાગના મુદ્દા વાલીઓને ખુશ રાખવા માટે છે
અનુદાન વગરની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્વૈચ્છિક સ્વાયત્તા આપવા અંગેના છેક ૧૯૮૯ થી ચાલતાં પ્રયત્નોને ૧૯૯૮ ના ઓગષ્ટ માસમાં આખરી રૃપ અપાયું. તે સમય આજ પક્ષની સરકારે કાયમી ધોરણે ગ્રાન્ટ નહીં લતી સંસ્થા વિદ્યાર્થીઓ પાસે લેવાતી ફીનું પ્રમાણ જાતે નક્કી કરી શકશે, તેમ જાહેરાત કરી હતી.
આ પરીપત્રના આધારે રાજ્યમાં ઉભી થયેલી બિનઅનુદાનિત શાળાઓના સંચાલકોએ ધોરણ અનુસાર હજારોથી લાખ રૃપિયા સુધી ફીના દર કરી નાખ્યા હતા. બોર્ડના કૂણા વલણને કારણે કન્સેપ્ટ સ્કૂલો તો વર્ષના પ્રારંભથી જ વિદ્યાર્થીદીઠ હજારો રૃપિયાના ઉઘરાણા કરી લેતા હતા.
એટલું જ નહીં, નોનગ્રાન્ટેડ શાળાઓના ભવ્ય ભવનો, આકર્ષક વસ્ત્રધારી શિક્ષકો, સુવિધાઓ જોઇ વાલીઓ પણ ઓછી ફી વાળી તાલીમી શિક્ષકો ધરાવતી ગ્રાન્ટેબલ શાળાઓને છોડી નોનગ્રાન્ટેડ શાળાઓ પાછળ ઘેલા થયા હતા. અને સમાજમાં ગર્વ લઇ શકાય તે માટે આવી શાળાઓમાં પોતાના સંતાનને દાખલ કરવા સંતાનની પહેલી વર્ષગાંઠથી જ તૈયાર કરવા માંડતાં થયા હતા.
હવે દોઢ દાયકાના ગાળા પછી જયારે ખાનગી શાળાઓ સમાજમાં પૂર્ણપણે પ્રભાવ ધરાવતી થઇ ગઇ છે. તે વખતે સરકારને તેના પર નિયંત્રણ મૂકવાનું સૂઝ્યું છે.
સરકારે શાળાઓને ઓડિટ કરાવવાનો નિયમ ઘડયો છે. પણ મોટાભાગની શાળાઓ ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે. અને ટ્રસ્ટનું ઓડિટ દર વર્ષે કરાવવું જ પડે છે તેમના ઇન્કમટેક્ષના રિટર્ન પણ ભરાતાં હોય છે. આવો ધારો કરીને સરકારે કોઇ ધાડ નથી મારી.
આવું જ ફી બાબતે પણ છે. સરકારે નોનગ્રાન્ટેડ શાળાઓને દરવર્ષે દસ ટકા ફી વધારાની છુટ કાયદો કરીને આપી છે. પંદર વર્ષે આ ફી દોઢસો ટકા વધી જ ગઇ હોય એ સ્વાભાવિક છે. ફીની માંગણી અને ચૂકવણી શાળા- વાલીનો વ્યવહાર છે. વાલીઓ જૂન માસમાં પ્રવેશ પૂર્વે જ ફી ચુકવી દે છે હવે આ પરિપત્ર જ અર્થવિહીન બની જાય છે.
રાજ્યની મોટાભાગની શાળાઓમાં ટયૂશનો ચાલતાં જ નથી. બોર્ડના આશીર્વાદથી શરૃ થયેલી કન્ટેપ્ટ શાળાઓમાં તો સરેઆમ ટયુશનીયા શિક્ષકો ભણાવે છે. આ વાત બોર્ડના ધ્યાનમાં ન હોય તેમ બને જ નહીં સરકાર કોને દંડશે તે એક સવાલ છે.
સૌથી કરૃણ વાત તો એ છે કે નોનગ્રાન્ટેડ શાળાઓમાં વધારે પડતા કાર્યબોજ અને ઓછા પગારોથી પીસાતા શિક્ષકો વિશે નવા કાયદામાં કયાંય ઉલ્લેખ નથી. તેમના પીએફ ગ્રેજ્યુએટી અને પેન્શનના ધારાઓ ચકાસવાની કોઇ વાત નથી.
અત્રેની નોનગ્રાન્ટેડ શાળાઓના એક વિશાળ ગૃપનું સંચાલન કરનાર સંચાલકે સરકારના આ કાયદાને માત્ર વાલીઓને રાજી કરવા સરકારે દોડાવેલા કાગળના ઘોડા સમાન ગણાવ્યો છે. કાયદાનાં અમલ માટે સરકારે ડીઇઓને જવાબદારી સોંપી છે. પણ ડીઇઓ પાસે તેના અમલીકરણ માટે વિશેષ તંત્ર નથી કે નથી સત્તા સોંપાઇ તેથી આવા કાયદા નિરર્થક હની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved