Last Update : 04-July-2011, Monday
 
અનફેરમીન્સ કમીટીની ઉલટતપાસમાં ભાંડો ફુટયા
 


કોમર્સની વિદ્યાર્થીનીને પરીક્ષામાં શિક્ષકે જ એસએમએસ થકી જવાબો લખાવ્યા ?
મોબાઈલમાં એસએમએસ કરનારનો નંબર સરના સંબોધન સાથે સેવ કરાયો હતો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
એમ.એસ.યુનિવર્સીટીની એપ્રીલ મહિનામાં લેવાયેલી પરીક્ષા દરમ્યાન ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવા માટે અને તેમને સજા નક્કી કરવા માટે અનફેરમીન્સ કમીટીની બેઠક ત્રણ દિવસ સુધી મળી હતી.જેમાં કોમર્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થીનીને શિક્ષકે જ મોબાઈલ પર એસ.એમ.એસ થકી જવાબો લખાવ્યા હોવાનુ ઉલટતપાસ દરમ્યાન બહાર આવ્યુ છે.
વાર્ષિક પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા ૧૫૩ પૈકી ૧૧૦ વિદ્યાર્થીઓ કમીટી સમક્ષ હાજર રહ્યા
અનફેરમીન્સ કમીટી સમક્ષ જે વિદ્યાર્થીનીઓને બોલાવવામાં આવ્યા હતા તેમાં ટી.વાય.બી.કોમ.ની પરીક્ષા આપનાર ઉપરોક્ત વિદ્યાર્થીનીનો પણ સમાવેશ થતો હતો.આ વિદ્યાર્થીની પર મોબાઈલના ઉપયોગ વડે ચોરી કરવાનો આરોપ હતો.
કમીટી દરેક વિદ્યાર્થીનીને પોતાનો બચાવ કરવાની તક આપે છે.આ વિદ્યાર્થીની કમીટી સમક્ષ હાજર થઈ ત્યારે તેણે પોતાની સફાઈમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે,મેં મોબાઈલનો કોઈ ઉપયોગ કર્યો જ ન હતો અને પરીક્ષા પુરી થવાના આડે ગણત્રીની મીનીટો બાકી હતી ત્યારે મારો મોબાઈલ સુપરવાઈઝરે લઈ લીધો હતો અને મારા પર ચોરીનો આરોપ મુક્યો હતો.
આ વિદ્યાર્થીની રવાના થઈ ગઈ એ બાદ કમીટીના સભ્યોએ તેનો કબ્જે કરાયેલો મોબાઈલ મંગાવીને ચકાસણી કરી હતી.મોબાઈલના ઈનબોક્સમાંથી પરીક્ષાના છેલ્લા અડધા કલાક દરમ્યાન બહારથી આવેલા એસ.એમ.એસ. જોવા મળ્યા હતા.આ એસ.એમ.એસ થકી વિદ્યાર્થીનીને પ્રશ્નપત્રમાં પૂછાયેલી ખાલી જગ્યાઓના જવાબ મોકલવામાં આવ્યા હતા અને જવાબ જે નંબરથી મોકલવામાં આવ્યો હતો તે નંબર વ્યકિતના નામ અને તેની પાછળ સરના સંબોધન સાથે વિદ્યાર્થીનીએ સેવ કર્યો હતો.
સ્વાભાવિક છે કે વિદ્યાર્થીનીએ કોચીંગ ક્લાસના શિક્ષક અથવા તો યુનિવર્સીટીના જ કોઈ અધ્યાપકની નામની પાછળ સર લગાડયુ હોય.કમીટીના સભ્યોએ આ વિદ્યાર્થીનીને શિક્ષકે જ જવાબો લખાવ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી.સભ્યોએ તો આ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.જોકે તે વખતે નંબર સ્વીચ ઓફ આવ્યો હતો.એવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે કે જો આ નંબર કોઈ કોચીંગ ક્લાસના સંચાલકનો હોય તો શક્ય છે કે તેણે પોતાના ક્લાસમાં આવતા અન્ય વિદ્યાર્થીઓને પણ આ રીતે એસ.એમ.એસ.કરીને જવાબો લખાવ્યા હોય.દરમ્યાન કમીટીએ આ વિદ્યાર્થીનીને સજા કરવાનો નિર્ણય લીધો હતો.
દરમ્યાન અનફેરમીન્સ કમીટીએ ચોરી કરવાના આરોપસર પકડાયેલા ૧૫૩ વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા.આ પૈકીના ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ કમીટી સમક્ષ હાજર રહ્યા હતા.જેમાંથી ૩ કે ૪ વિદ્યાર્થીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.જ્યારે બાકીના તમામને સજા કરાઈ છે.આ અંગેનો અહેવાલ સીન્ડીકેટ સમક્ષ મુકાશે.જ્યારે ગેરહાજર રેહલા વિદ્યાર્થીઓને ફરી વખત કમીટી સમક્ષ હાજર રેહવાની તક અપાશે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved