Last Update : 04-July-2011, Monday
 
વડોદરામાં ઉલ્લાસભેર રથયાત્રા લાખો ભાવિકોએ પ્રભુદર્શન કર્યા

 

જય રણછોડ, માખણકોરના જયઘોષથી ભક્તો ભાવવિભોર

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
વડોદરા શહેર જિલ્લાના લાખો ભાવિકોએ આજે અષાઢી બીજે અત્રે નીકળેલી ભગવાન જગન્નાથજી, બહેની સુભદ્રાજી અને ભ્રાતા બલરામજીની પરંપરાગત જાજરમાન રથયાત્રાના દર્શન કરી ઘરઆંગણે પધારેલા પ્રભુના ઓવારણાં લઇ ધન્યતા અનુભવી હતી. સંસ્કારનગરીથી રીસાયેલા લાગતા મેઘરાજાએ આજે પ્રભુનો પ્રવાસ શરૃ થવાની પળો પહેલા જોરદાર એન્ટ્રી કરી હતી, અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવતાં ભક્તો મોજમાં આવી ગયા હતા. ભગવાનની ૩૦ વર્ષની યાત્રા પરંપરામાં આજે પ્રથમ જ વાર રથમાં યાંત્રિક ખામી ઉભી થઇ હતી, પરિણામે રથને ખેંચવા માટે ક્રેઇન મંગાવાઇ હતી. જો કે છેવટે ભાવિકો જ રથને ખેંચી ગયા હતા.
મેઘરાજાની સાક્ષીએ ખુદ ભગવાન દર્શન દેવા આવતા માર્ગો પર માનવ કીડીયારૃ ઉભરાયું ઃ ભગવાનનો રથ ખેંચવા ભક્તોમાં પડાપડી
આજે અષાઢી બીજનો પાવન અવસર હોઇ અત્રેના ગોત્રીસ્થિત ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું. સદીઓ અગાઉ બહેની સુભદ્રાજીએ આ દિવસે દ્વારકાનગરીની નગરચર્યાએ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરિણામે બંને બંધુઓ ભગવાન જગન્નાથજી અને જ્યેષ્ઠ ભ્રાતા બલરામજી સુભદ્રાજી સાથે રથમાં નગરયાત્રા કરી હતી. ભાવિકજનોએ આ પરંપરા જાળવી રાખી છે. વડોદરામાં શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સ્યસનેસ એટલે કે ઇસ્કોન મંદિરેથી ૩૦ વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરાય છે.
શહેરના મેયરે આજે બપોરે ૨.૩૦ વાગ્યે રેલવે સ્ટેશનેથી ભગવાનના રથનો રસ્તો સાવરણાથી વાળીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ત્યારે વાતાવરણમાં હરે રામા હરે કૃષ્ણા તેમજ જય રણછોડ માખણચોરના જયઘોષ ઉઠયા હતા. આગળ ઘોડાની બગીઓ અને ભજનમંડળીઓ, જ્યારે છેવાડે ઊંટગાડીઓ સાથેની રથયાત્રા સયાજીગંજ અને કમાટીબાગના એના નિયત માર્ગે થઇ આગળ વધી રહી હતી. રસ્તામાં વિવિધ ભાવિક જુથો દ્વારા ભગવાન-ત્રિપુટીનું પુષ્પો અને પ્રસાદથી સ્વાગત કરાતું હતું.
યાત્રા કીર્તિમંદિરે પહોંચતા રથના સ્ટીયરીંગ વ્હીલની બેરીંગ તુટી જતા યાત્રા થોડીવાર અટકી પડી હતી. કોઠી ચાર રસ્તા પાસે યાત્રાની આગેકુચ માટે ક્રેનની મદદ લેવી પડી હતી. જો કે પછી સમગ્ર રાવપુરા વિસ્તાર અને એથી આગળના માર્ગે ભાવિકો જ રથના પૈડાંને ધક્કા મારી ભગવાનની યાત્રાને નિર્વિઘ્ને પોલો ગ્રાઉન્ડ સામેના બગીખાના ખાતે લઇ આવ્યા હતા.
રસ્તામાં ઠેર ઠેર ભગવાનનું સ્વાગત થયુ હતું. કોઠી બસ સ્ટેન્ડ પાસે વડોદરા પ્રિન્ટ એન્ડ ઇલેકટ્રોનિક મિડિયા એસોસિએશનના સભ્યોએ જગન્નાથજીને ગુલાબની પાંખડીઓથી પોંક્યા હતા. મચ્છીપીઠ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇસ્કોનના અધ્યક્ષ બાસુ ઘોષ દાસનું પુષ્પોથી અભિવાદન કર્યું હતું. ટ્રકોમાંથી ભક્તોને કેળા અને સાકરનો પ્રસાદ તેમજ પાણીના પાઉચ વહેંચાયા હતા. ઇસ્કોનના સ્વયંસેવકોએ ધાર્મિક પ્રકાશનોનું વિતરણ કર્યુ હતું.
રસ્તામાં બેરીંગ તુટવાથી રથયાત્રા થોડી મોડી પડતા પાછળથી એનો રૃટ ટુંકાવી દેવાયો હતો. સમીસાંજે ૭.૧૫ વાગ્યે ન્યાયમંદિર પહોંચેલી યાત્રાને ભગતસિંહ ચોકથી સીધી મદનઝાંપા રોડ પર વાળી લેવાઇ હતી. દાંડિયા બજારથી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધીના રૃટ પર ભગવાનના દર્શનાર્થે ઉભા રહેલા ભાવિકો જયરત્ન બિલ્ડીંગ ખાતે ધસી જઇ ભગવાનના દર્શન કરી પાવન થયા હતા.
અત્રે લાલબાગ મુખ્ય માર્ગ પરની પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલમાં પણ જગન્નાથજી ભગવાનના મંદિરમાંથી શાળાના પટાંગણ સુધી રથયાત્રા યોજાઇ હતી. વિદ્યાર્થીઓએ ભજન કિર્તન અને લોકનૃત્યો કર્યા હતા. ભગવાનની આરતી કરીને સહુએ પ્રસાદ આરોગ્યો હતો.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ભગવાનના દર્શન કરવા મધરાતથી મંદિર બહાર લાંબી લાઇનો લાગી
ભગવાન જગન્નાથજીની આરતી મંદિરના મહંતે ઉતારી
સરસપુરની પોળોમાં દોઢ લાખ શ્રધ્ધાળુઓને ભાવભર્યુ ભોજન
રૃડીબાનું વર્ષોજૂનું રસોડું આજેપણ ધમધમે છે
દરિયાપુરમાં 'સ્વયંભૂ લોકોત્સવ' રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર
૧૯૦૦૦ની સપાટીને સ્પર્શ્યા બાદ પીછેહઠ ઃ સેન્સેક્સ ૮૩ પોઈન્ટ તુટયો
ચાંદીના ભાવો રૃ.૧૨૩૫ તૂટી રૃ.૫૨૦૦૦ની અંદર જતા રહ્યા
એનએસઈએલ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
  More News
હાઈકોર્ટમાં ઑનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા શરૃ કરાઈ.
પેઇન્ટર અને લેખક આબિદ સુરતીએ કુમાર મંગત અને વોર્નર બ્રધર્સ સામે કેસ કર્યો
બાંગ્લાદેશની એક કમનસીબ યુવતીને મુંબઈ પોલીસે કામાઠીપુરામાંથી ઉગારી
મહારાષ્ટ્રનાં ૧૬ હજાર બાળકો ગુમ થયા બાબતે હાઇકોર્ટે દર્શાવેલી ચિંતા
મુંબઈગરા પર ગેસ્ટ્રોએન્ટરાઈટિસની પકડ સખત થયાનો ડૉક્ટરોનો દાવો
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

મહિલાઓના e-શોપીંગમાં બુક્સ-સીડી ફેવરિટ
ઇન્ફેકશન રિસર્ચ માટે હોંગકોંગની સ્ટુડન્ટ્‌સ વડોદરામાં
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved