Last Update : 02-July-2011, Saturday
 

ઇમરાન ખાને વેરઝેર ભુલીને રણબીર કપૂરને ફિલ્મ જોવા બોલાવ્યો

 

બંનેએ પ્રોફેશનલ સ્પર્ધા એકબાજુ મૂકીને એકબીજાને ઉષ્માભર્યો આવકાર આપ્યો
મુંબઇ તા.૧
એક જમાનાના ખાસ મિત્રો રણબીર કપૂર અને ઇમરાન ખાન વચ્ચે કેવા સંજોગોમાં દુશ્મની થઇ એ સૌ જાણે જ છે. આ બંને સમકાલીન અભિનેતાઓ વચ્ચે પ્રોફેશનલ પ્રતિસ્પર્ધાને કારણે ઉંદર-બિલાડીની રમત ચાલતી જ રહે છે.
રણબીરની ફિલ્મ 'રોકસ્ટાર' અને ઇમરાનની ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હાન' એક જ દિવસે રિલિઝ થવાની હોવાથી બોક્સ ઓફિસ પર આ બંને વચ્ચે તગડી પ્રતિસ્પર્ધા જોવા મળશે એવા સમાચાર હતા આ પછી રણબીર 'ચિલ્લર પાર્ટી' માટે એક આઇટમ ગીત કર્યું હોવાના સમાચાર બહાર પડતાં જ આમિર ખાને પણ 'દિલ્હી બેલી'માં ઇમરાનને આઇટમ બોય બનાવવાનો નિર્ણય કર્યો હતો. આમ ફિલ્મના પ્રમોશનલ વિડિયોમાં ઇમરાન આઇટમ બોય બન્યો છે. એટલું જ નહીં આ વિડિયોમાં તેણે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'રોકસ્ટાર'ના રણબીરના અવતારની નકલ કરી છે. રણબીરની ફિલ્મ પૂર્વે ઇમરાનનો આ પ્રમોશનલ વિડિયો રિલિઝ થયો હોવાથી આ બંને વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની છે.
પરંતુ જે ફિલ્મને કારણે આ બંને વચ્ચેની દુશ્મનાવટ વધવાની હતી એ જ ફિલ્મે રણબીર અને ઇમરાનને સુલેહ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે. સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ઇમરાન અને રણબીર વચ્ચેની દુશ્મનીના સમાચાર આવે છે. આ બંને મિત્રો વચ્ચે ઘણી ગેરસમજ થઇ હતી. પરંતુ હવે એ વાત ભૂતકાળ બની ગઇ છે. સુલેહ માટે રણબીર પ્રથમ પગલું ભર્યું હતું. 'દિલ્હી બેલી'ના પ્રોમો બહાર પડયા ત્યારથી જ રણબીર ઇમરાનને એસએમએસ મોકલતો હતો. અને તેણે આ ફિલ્મ જોવાની ઇચ્છા પણ પ્રગટ કરી હતી. આથી ઇમરાને રણબીરને ફિલ્મની એક ટ્રાયલ જોવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ઇમરાન અને અવંતિકાના કેટલાક અંગત મિત્રો જ હાજર હતા. ઇમરાનની ખાસ મિત્ર દીપિકા પદુકોણ પણ હાજર હતી. રણબીરે દીપિકા સાથે આત્મિયતાથી વાત કરી હતી અને તેણે આ ફિલ્મ દીપિકાની બાજુમાં જ બેસીને જોઇ હતી.'
સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, 'આવતાંની સાથે જ રણબીરે ઇમરાનને એક ઉષ્માભર્યુ આલિંગન આપ્યું હતું અને બંનેએ ફિલ્મ વિશે એકબીજા સાથે વાત કરી હતી રણબીરે ઇમરાન સમક્ષ આ ફિલ્મના તેમજ ઇમરાનના અભિનયના વખાણ કર્યા હતા. આ ફિલ્મ જોવા આવીને તેમનું તેમની વચ્ચેની દુશ્મનીની અફવા તેમની મૈત્રી આડે આવે તેમ નથી એવી જાહેરાત કરીને રણબીરે યોગ્ય પગલું ભર્યું હતું. ઇમરાને પણ રણબીરની લાગણીનો એવો જ ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો હતો.'
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
કેન્દ્રમાં સરકાર હતી ત્યારે ભાજપને કાળા નાણા ભેગા કરનારાઓનો સાથ હતો
મનફાવે તેવી ફી લેતી સ્વનિર્ભર શાળાઓ પર આખરે અંકુશો લદાયા
રથયાત્રા માટે પોલીસ બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ
પાક-બાંગ્લાદેશ સહિત વિશ્વના ૪૫ દેશોમાં રથયાત્રાની ઉજવણી
પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત ૧૩મા નંબર પરથી ૧૫મા ક્રમે
સાગર બેલ્લારી માધુરી દીક્ષિત સાથે ફિલ્મ કરવા આતુર
અમિતાભની નવી ફિલ્મ જોઈને રામગોપાલ વર્માએ બીગ-બીને ટ્વીટર પર ગાળો આપી
રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જતાં સોનમ કપૂર વારંવાર બીમાર પડે છે
વિશાલ ભારદ્વાજે તેની નવી ફિલ્મ માટે વિદ્યા બાલનનો સંપર્ક કર્યો
  More News
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
પાક.માં વધુ વિસ્ફોટની તાલિબાનની ધમકી
આજે ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમની પસંદગી ઃ સેહવાગની ફિટનેસ અંગે ચિંતા
ફાસ્ટ બોલરોનો તરખાટ ઃ બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતી મજબુત
શ્રીલંકન બોર્ડની વચગાળાની સમિતિ વિખેરી નાંખવામાં આવી
રીપોર્ટમાં ટીકીટ વેચાણની કામગીરીની ટીકા કરવામાં આવી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના રંગમંચ પર પથરાયો અમેરિકન આર્ટિસ્ટનો રાગ
આંખ હૈ ભરી ભરી ઔર તુમ મુસ્કુરાને કી બાત કરતે હો હવે થાળી પર મૂકવો પડે છે કાપ
રથયાત્રા કરતાં પશ્ચિમી ઉત્સવોમાં વઘુ રસ
રસ્તા પર ચાલે છે રોટલાના કોચંિગ ક્લાસ
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved