Last Update : 30-June-2011, Thursday
 

ન્યુયોર્ક સહિત અમેરિકાનાં છ રાજ્યોમાં ગે અને લેસ્બિયન લગ્નની છૂટ

 

સ્ત્રીઓ પુરૃષોનાં કાર્યો કરવા લાગે અને પુરૃષો જેવાં વસ્ત્રો પહેરવા લાગે ત્યારથી તેમની અંદર લેસ્બિયન સંબંધોનાં ઔબીજ રોપાય છે
સજાતીય લગ્નો કાયદેસર કરવા માટેની ઝુંબેશ જગતભરમાં પદ્ધતિસર રીતે આગળ વધી રહી છે. તાજેતરમાં અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં ગે અને લેસ્બિયન લગ્નને સરકારની માન્યતા આપતો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ઇ.સ. ૨૦૦૪ની સાલમાં મેસેચ્યુસેટ્સ રાજ્યે અદાલતના આદેશને આધિન સજાતીય લગ્નની માન્યતા આપી તેના પછી કુલ છ રાજ્યોમાં ગે અને લેસ્બિયન લગ્નોને કાનૂની માન્યતા આપવામાં આવી છે. અમેરિકાનાં જે છ રાજ્યોમાં સમલિંગી લગ્નને માન્યતા આપવામાં આવી છે તે પૈકી ન્યુયોર્ક રાજ્ય સૌથી વધુ વસતી ધરાવે છે.
અમેરિકાનાં કુલ ૪૪ રાજ્યો પૈકી ૩૦ રાજ્યોમાં સમલિંગી વિવાહની વિરુદ્ધના કાયદાઓ છે. આઠ રાજ્યોમાં સમલિંગી વિવાહને ગુનો ગણવામાં નથી આવતો અને છ રાજ્યોમાં તેની કાયદેસર છૂટ આપવામાં આવી છે. અમેરિકાના ૩૫ ટકા લોકો એવા રાજ્યોમાં વસે છે, જ્યાં સમલીંગ વિવાહની છૂટ આપવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા આજની તારીખમાં પણ સમલિંગી વિવાહના વિરોધી છે પણ 'સેમ સેક્સ મેરેજ'ના હિમાયતીઓ માને છે કે ઇ.સ. ૨૦૨૦ની સાલ સુધીમાં આખા અમેરિકામાં કાયદેસર ગે અને લેસ્બિયન વિવાહની છૂટ મળી જશે. જોકે કેટલાક સમાજશાસ્ત્રીઓ માને છે કે સમલિંગી વિવાહ વ્યાપક બની જશે તો આવા દંપતિઓ બાળકો પેદા કરવાની અને પરિવારનું નિર્માણ કરવાની ક્ષમતા ગુમાવી બેસશે અને સ્થાપિત હિતોના શોષણનો ભોગ બનશે.
સમલિંગી વિવાહની ઝુંબેશ માત્ર અમેરિકામાં જ નહીં પણ આખા વિશ્વમાં ચાલી રહી છે. ભારતમાં પણ ગે અને લેસ્બિયન સ્ત્રીપુરૃષો પોતાને લગ્ન કરવાનો અધિકાર મળે તે માટે પરિષદો ભરે છે અને રેલીઓ કાઢે છે. ભારતમાં પણ અંગ્રેજોના કાળમાં ઘડવામાં આવેલા ફોજદારી કાયદાની ૩૭૭મી કલમ મુજબ સમલિંગી સંબંધો ફોજદારી અપરાધ ગણાતા હતા અને તેના માટે જેલની સજા થતી હતી. સજાતીય સંબંધોમાં માનતા જૂથ દ્વારા આ કાયદા સામે લાંબી અદાલતી લડાઈ ચલાવવામાં આવી હતી. છેવટે દિલ્હીની વડી અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપીને આ કલમ રદ્દ જાહેર કરી હતી. ગુજરાતના રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહે સગર્વ જાહેર કર્યું છે કે તેઓ 'ગે' છે ત્યારથી તેમને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળવા લાગી છે. અનેક વિદેશી સંસ્થાઓ તેમને આમંત્રણ આપીને બોલાવે છે અને તેમનું સન્માન કરે છે. રાજપીપળાના આ રાજકુમાર ભારતના સમકામીઓના જાણે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે.
અમેરિકાના હેનરી મેકાઉ નામના લેખક કહે છે કે વિશ્વમાં ગે અને લેસ્બિયનોના અધિકાર માટે જે ઝુંબેશ ચાલી રહી છે તે નૈસર્ગિક નથી પણ તેની પાછળ લંડનમાં રહેલા બેન્કર્સના એક ખાનગી જૂથનો હાથ છે. જે 'એલ્યુમિનેટી' તરીકે ઓળખાય છે. આ જૂથનો એજન્ડા દુનિયાના વધુમાં વધુ લોકોમાં તેમની જાતિ બાબતમાં ગૂંચવાડો પેદા કરવાનો છે. જાતિ બાબતમાં ગૂંચવાડો પેદા થતાં સ્ત્રીઓ પુરૃષની જેમ વર્તન કરવા લાગે છે અને પુરૃષો સ્ત્રીઓ જેવા બની જાય છે. આજે આપણે સ્ત્રીઓના પહેરવેશ અને વ્યવસાય બાબતમાં જે પરિવર્તન જોઈ રહ્યા છીએ તે હકીકતમાં આપણી અંદર જાતિ બાબતની જાગૃતિનો ગૂંચવાડો સૂચવે છે. જે સ્ત્રીઓ અથવા પુરૃષો આ પ્રકારનાં ગૂંચવાડાનો શિકાર બન્યા છે તેઓ કુટુંબ સંસ્થાને આગળ વધારી શકતા નથી અને પોતાની જાતને નિરાધાર અનુભવ કરે છે. આવા નિરાધાર લોકો બહુ સહેલાઈથી મલ્ટીનેશનલ કંપનીઓના ગ્રાહકો બની જાય છે અને તેમનું આસાનીથી શોષણ કરી શકાય છે.
કોઈપણ વ્યક્તિને તેની ઓળખ અને જીવવા માટેનો ટેકો પરિવારની સંસ્થા આપે છે. પરિવારની સંસ્થામાં રહેલા માનવીને ધાર્મિક, સામાજીક અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ મળે છે. આ શિક્ષણને કારણે તે બજારનાં પરિબળોનો જલદી ભોગ બનતો નથી. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ જગતના માનવીઓનું આર્થિક શોષણ કરવા અને પોતાનો બિનજરૃરી માલ તેમના ગળામાં પહેરાવી દેવા માંગે છે. આ માટે તેઓ એવા સમલિંગી માનવીઓની સંખ્યા વધારવા માંગે છે, જેઓ પોતાના સમાજથી, ધર્મથી, પરિવારથી અને જ્ઞાાતિથી જુદા પડી ગયા હોય. આ માનવીઓને સલામતી સતાવતી હોય છે, જેને કારણે તેઓ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવતાં ઉપકરણોમાં સલામતી શોધે છે. આ કારણે ગે અને લેસ્બિયન સંબંધો ધરાવતા લોકોની સંખ્યા વધે તેમ તેઓ ઇચ્છે છે.
કુદરતે સ્ત્રી અને પુરૃષને ભિન્ન જ બનાવ્યા છે. પુરૃષના શરીરમાં સ્ત્રીઓના શરીરની સરખામણીએ દસ ગણું વધુ ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન હોય છે, જેને કારણે પુરૃષો હંમેશા વધુ આક્રમક હોય છે. સ્ત્રીઓનું મગજ પુરૃષોના મગજથી અલગ રીતે કામ કરે છે. તેઓ પુરૃષો કરતાં ત્રણ ગણું વધુ બોલે છે અને તેમની બોલવાની ઝડપ પણ બમણી હોય છે. આ દુનિયામાં છેલ્લાં ૧૦૦ વર્ષથી સ્ત્રીઓની અને પુરૃષોની ભૂમિકા બદલી નાંખીને તેમના મનમાં પોતાની જાતિ બાબતમાં ગૂંચવાડો પેદા કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આજથી ૧૦૦ વર્ષ અગાઉ મહિલાઓને પુરૃષ સમોવડી બનાવવા માટેની જે ઝુંબેશ શરૃ થઈ તેનો ઉદ્દેશ પણ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા બદલી નાંખીને તેમને પુરૃષનાં કામો કરતી કરી મૂકવાનો હતો. આજની સ્ત્રીઓ પુરૃષો જેવાં કામો કરતી થઈ છે અને પુરૃષો જેવાં વસ્ત્રો પણ પહેરવા લાગી છે. પુરૃષ જેવી જિંદગી જીવતી સ્ત્રીઓને જ્યારે પુરૃષ કરતાં સ્ત્રીમાં વધુ રસ પડવા લાગે ત્યારે તે લેસ્બિયન બની જાય છે. જે સ્ત્રીઓ પુરૃષો જેવાં વસ્ત્રો પહેરે છે અને પુરૃષોની ભૂમિકા ભજવે છે તેઓ પણ લેસ્બિયન બનવાના પંથે છે.
છેલ્લાં ૫૦ વર્ષમાં પ્રસાર માધ્યમો દ્વારા આપણા મગજ ઉપર રીતસરનું આક્રમણ કરીને આપણને એમ માનતા કરી દેવામાં આવ્યા છે કે સ્ત્રીઓ પુરૃષોની ભૂમિકા ભજવે તે બહાદુરીનું કામ છે અને સ્ત્રીઓએ તે બદલ ગર્વનો અનુભવ કરવો જોઈે. આ પ્રકારની થિયરીને 'સ્ત્રીસ્વાતંત્ર્ય'નું રૃપકડું નામ આપવામાં આવ્યું છે. આ કારણે સમાજમાં પુરૃષોની ભૂમિકા ભજવતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. જાડી ભાષામાં આવી સ્ત્રીઓને ભાયડા જેવી સ્ત્રી કહી શકાય. તે સાથે એવો પ્રચાર પણ કરવામાં આવે છે કે પુરૃષો ઘરકામમાં, રસોઈમાં અને બાળઉછેરમાં મદદ કરે તેમાં કોઈ ખોટું નથી. આ પ્રકારના પુરૃષોને અંગ્રેજીમાં 'મેટ્રોસેક્સ્યુઅલ મેન' કહેવામાં આવે છે. જાડી ભાષામાં તેમને બૈરાં જેવા પુરૃષો કહી શકાય. જેમ જેમ આપણા સમાજમાં ભાયડાછાપ સ્ત્રીઓ અને બૈરાં જેવા પુરૃષોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ગે અને લેસ્બિયન સંબંધોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સમાજશાસ્ત્રીઓ માટે આ અત્યંત ચિંતાજનક બાબત છે.
જે સ્ત્રીઓ પુરૃષોની જેમ નોકરી-ધંધો કરવા નીકળે તેઓ મોટી ઉંમર સુધી કુંવારી રહે છે અથવા લગ્ન કરવાનું જ ટાળે છે. આ સ્ત્રી મોટી ઉંમરે લગ્ન કરે તો બૈરાં જેવો પુરૃષ પસંદ કરે છે, જે તેનું ઘર સંભાળે અને રસોઈ પણ કરી આપે. આ સ્ત્રીમાં પુરૃષના લક્ષણો વધુ હોવાથી તે લગ્ન કરીને પુરૃષના બંધનમાં બંધાવા માંગતી નથી.
તેને બદલે તેને સ્ત્રીઓનો સંગ વધુ ગમે છે. આ કારણે લેસ્બિયન સંબંધો જન્મ પામે છે. પુરૃષની ભૂમિકા ભજવતી સ્ત્રીઓ પુરૃષ સાથે પરણે તો પણ બાળકને જન્મ આપીને પરિવાર શરૃ કરવા તૈયાર નથી થતી. તેને એવું લાગે છે કે બાળકો પેદા કરવાની તેની પુરૃષ તરીકેની સ્વતંત્રતા ખતમ થઈ જશે. અમેરિકામાં તો લગ્ન કરેલાં પણ બાળકો ન ધરાવતા પરિવારોની સંખ્યા ઇ.સ. ૧૯૬૦ની સરખામણીએ અડધી જ થઈ ગઈ છે. ઘણી સ્ત્રીઓ લગ્ન કર્યા વિના જ પુરૃષો સાથે શારીરિક સંબંધો બાંધવાનું અને કુંવારી માતા બનવાનું પણ પસંદ કરે છે. ભારતમાં પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અમેરિકામાં ઇ.સ. ૧૯૭૦ની સરખામણીએ એક બાજુ લગ્નના દરમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે તો છુટાછેડાના દરમાં ૪૦ ટકાની વૃદ્ધિ થઈ છે. તેની સાથે ફળદ્રુપતાના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. ઇ.સ. ૧૯૬૦ની સાલમાં કેનેડાની માતાઓ સરેરાશ ચાર બાળકો પેદા કરતી હતી. આજે તેઓ સરેરાશ ૧.૫ બાળક જ પેદા કરે છે.
અમેરિકાની માતાઓના ફળદ્રુપતાનો દર ઘટીને ૧.૮ જેટલો થઈ ગયો છે. જો માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો દરેક સ્ત્રીએ ઓછામાં ઓછાં ૨.૨ બાળકો પેદા કરવા જ જોઈએ. જે સ્ત્રીઓ પુરૃષ સમોવડી બનવાની હોડમાં નોકરી અથવા કારકિર્દીની પાછળ પડી જાય છે તેમની બાળકો પેદા કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. જે સમાજમાં પરિવારની સંસ્થા તૂટી પડે તેમાં શરાબ, ડ્રગ્સ, બળાત્કાર, ડિપ્રેશન, આપઘાત વગેરે દૂષણો પણ વધી જાય છે. અમેરિકામાં આ દૂષણો માઝા મૂકી રહ્યા છે અને અમરિકાનું અનુકરણ કરવાથી ભારતમાં પણ આ બધાં દૂષણો વધી રહ્યાં છે.
કોઈ પુરૃષ ગે લગ્ન કરે અથવા કોઈ સ્ત્રી લેસ્બિયન લગ્ન કરે તેથી જ તેને સમલિંગી કહેવાય એવું પણ નથી. આપણા પરિવારમાં દીકરીને જ્યારથી દીકરાની જેમ વર્તવાની અને પુરૃષ જેવાં કપડાં પહેરવાની પ્રેરણા કરવામાં આવે છે ત્યારથી તેની અંદર લેસ્બિનિઝમના સંસ્કાર પડે છે. પુરૃષો જ્યારથી ઘરકામ કરવા લાગે છે અને રસોઈ કરવા લાગે છે ત્યારથી તેઓ ગે બનવા લાગે છે. સમાજને જો તંદુરસ્ત અને સ્વતંત્ર રાખવો હોય તો સ્ત્રીને સ્ત્રીઓનાં કામો કરવા દેવાં જોઈએ અને પુરૃષોએ પુરૃષસહજ કાર્યો જ કરવા જોઈએ. સમાજમાં સ્ત્રી-પુરૃષની ભૂમિકાઓમાં ભેળસેળ કરવાથી જબરદસ્ત ગૂંચવાડાઓ પેદા થશે. છેવટે ગે અને લેસ્બિયન લગ્નો કાયદેસર બનાવવા પડશે અને પરિણામે પરિવાર નામની સંસ્થા જ ખતમ થઈ જશે. કુદરતની કરામતને ઉલટાવવાની આ કોશિષ બંધ થવી જોઈએ.
- સુપાર્શ્વ મહેતા
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved