Last Update : 30-June-2011, Thursday
 
નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

- એક જમાનામાં ગાડાંના પૈડાં જેવડો ગણાતો રૂપિયો આજે તો ઘસાઈને ચવન્ની જેટલો થઈ ચૂક્યો છે ત્યારે વડોદરાનું આ દંપતી બાળકોના સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખીને પોષણક્ષમ આહાર મળે તે હેતુથી નૂડલ્સ બનાવે છે. તેમનાં નૂડલ્સમાં પણ હાનિકારક મસાલાના સ્થાને ભારતીય પદ્ધતિના મસાલાનો જ ઉપયોગ થાય છે

વડોદરાના બરાનપુરા જેવા ગીચ મકાનોથી ઘેરાયેલા વિસ્તારની સરકારી શાળાનું એક દ્રષ્ય. રિસેસ પડે અને ક્લાસરૂમની શિસ્તમાંથી છુટીને કિલ્લોલ કરતાં બાળકો સ્કૂલના દરવાજા તરફ ધસી જાય છે. બહાર એક દંપતી તૈયાર જ બેઠું છે. તેમની પાસેના ખુમચા, તપેલામાં ગરમાગરમ નાસ્તો પડિયામાં વહેંચાઈને તૈયાર જ પડ્યો છે. જોતજોતામાં તેમને ઘેરી વળેલા વિદ્યાર્થીઓના ટોળા આસપાસ ગોઠવાઈ જાય છે અને પ્રસરવા લાગે છે સ્વાદમાં વંિટળાયેલી સ્નેહ અને વાત્સલ્યની સોડમ.

 

વડોદરાના બરાનપુરા ગીચ મકાનોના વિસ્તારમાં ભારતી સરકારી શાળા આવેલી છે. ધો.૧ થી ૧૦ ની આ શાળામાં ભણતા લગભગ ૧૨૦૦ વિદ્યાર્થીઓને રોજેરોજ માત્ર રૂપિયામાં નુડલ્સ અને પાપડીના લોટનો નાસ્તો એક દંપતી પિરસે છે. એક સમયે ગાડાના પૈડા જેવડો ગણાતો રૂપિયો હવે ઘસાઈ ઘસાઈેને ચવન્નીની કંિમતનો થઈ ચૂક્યો છે ત્યારે હજુ ય એક જ રૂપિયાની કંિમતે બાળકોને નાસ્તો પૂરો પાડવા પાછળ આ દંપતીની ભાવના બાળકોને પડતર ભાવે પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે.

 

બાળકો સાથેના આ ૠણાનુબંધની કથા એક અજાયબ પ્રસંગથી શરૂ થાય છે. ૧૦ વર્ષ અગાઉ નયનાબહેન અને પ્રકાશભાઈનો પુત્ર સ્કૂલમાં ભણતો હતો. એ સમયે આર્થિક તંગી સર્જાતા દીકરાના ભણતર પર જોખમ આવી પડ્યું. એ સમયે કશીક વધારાની કમાણીના આશયથી તેમણે બાળકોને નાસ્તો વેચવાની શરૂઆત કરી. એ કામમાં એવી ફાવટ આવી ગઈ કે દીકરાના ભણતર સહિતનો ખર્ચ કાઢવામાં તેમને સરળતા મળી. એ દીકરો આજે મિકેનિકલ એન્જિનિયરંિગમાં અભ્યાસ કરે છે. આજે તેમને એવી આર્થિક જરૂરિયાત પણ ખાસ રહી નથી પરંતુ હવે તેમના માટે આ ધંધો નથી રહ્યો. પહેલાં તેઓ નૂડલ્સ વેચતા હતા હવે તેઓ સ્નેહ અને સેવા વહેંચે છે. અને માટે જ તેમણે નફાનો વિચાર કરવાનો બદલે પડતર કંિમતે જ બાળકોને પોષણક્ષમ નાસ્તો મળે તે હેતુથી કંિમતમાં વધારો કે નફાનો ગાળો રાખ્યો નથી.

 

નયનાબેન જણાવે છકે શાળા સંચાલકોની પ્રેરણાથી સૌ પ્રથમવાર નુડલ્સ ગરમાગરમ અત્રે વેચવાના શરૂ કર્યા ત્યારે અમે એક રૂપિયાનો એક પડીયો વેચતા હતા. જે હજી ચાલુ છે. દર વર્ષ અગાઉ અમને રૂપિયામાં પડીયો ભરી નુડલ્સ વેચવા છતાં અમારા ઘરનો ખર્ચો નિકળે તેટલી આવક થતી હતી. ત્યારબાદ પુત્ર પિયુષ ધોરણ ૧૦માં ૮૪ ટકા મેળવી હવે મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ એમ.એસ.યુનિવર્સિટીમાં કરે છે. પ્રકાશભાઇ પણ એકસાથે બે નોકરી કરે છે. સવારે પેપરની ડિલીવરી અને બપોરે ખાનગી કંપનીમાં નોકરી છે. તેમ છતાં રૂપિયામાં નુડલ્સ વેચવાનું અમે ચાલુ રાખ્યું છે. નયનાબેન અને પ્રકાશભાઇને આ વાતનો સંતોષ છે કે તેઓ બાળકોને પૌષ્ટિક નાસ્તો સસ્તા ભાવે પુરો પાડી શકે છે.

 

નુડલ્સના મસાલામાં તેવો મોટેભાગે ચાઈનીઝના બદલે ભારતીય પઘ્ધતિના મસાલા વાપરે છે. કારણ કે નુડલ્સ બાળકોને ખાવાના હોવાથી તેઓના સ્વાસ્થ્યને નુકશાન ના કરે તેનું ઘ્યાન મહત્વનું છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved