Last Update : 30-June-2011, Thursday
 

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

- 'અવાજની ઝડપ કરતાં ચાર ગણી ઝડપે ઉડતાં વિશ્વનાં પ્રથમ હાઈપર સોનીક પ્લેનની ડિઝાઈન તૈયાર છે'

ફ્રાન્સનું પેરીસ શહેર, ફેશન ડિઝાઈનર માટે સ્વર્ગ ગણાય છે. પરંતુ, દર બે વર્ષે અહીં એરોસ્પેસ ડિઝાઈનરો પણ અચુક એકઠા થાય છે. કારણ ખબર છે? અહી દુનિયાનો સૌથી મોટો કોમર્સીઅલ એર શો ભરાય છે.જેમાં વિશ્વની વિવિધ પ્લેન ઉત્પાદન અને પેસેન્જર ટ્રાફીક સાથે સંકળાએલ કંપનીઓ ભાગ લે છે. નવા પ્લેનની ડિઝાઈન અહી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવે છે. આ ઉપરાંત કંપનીનાં નવા મોડેલનાં પ્લેન અને સમાચારોમાં અમકેલ એરોપ્લેન પણ રજુ કરવામાં આવે છે. પ્રથમ વિશ્વયુધ્ધ પહેલાં, પેરીસ એર શોની શરૃઆત થઈ હતી. શરૃઆતમાં શો ગ્રાન્ડ પાલાઈશમાં યોજાતો હતો. ૧૯૫૩થી તે લે બોસોટ એરપોર્ટ પર ભરાઈ રહ્યો છે. આ વર્ષે ૨૦ થી ૨૬ જુન વચ્ચે આ શો યોજાઈ રહ્યો છે.
૨૮ ઈન્ટરનેશનલ પેવેલીયનમાં ૧૪૦ જેટલાં વિવિધ પ્લેન દર્શાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે માત્ર સૌરઉર્જાથી કાર્યરત અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર 'સોલાર ઇમ્પલ્સ'પણ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. શો નાં આયોજકોનાં અનુમાન પ્રમાણે ૧.૪૦ લાખે પ્રોફેશન મુલાકાતી અને બે લાખની સંખ્યામાં સામાન્ય માનવી આ શો ની મુલાકાત લેશે. શો શરૃથતા પહેલાંજ યુરોપની એરોસ્પેસ કંપનીએ ભવિષ્યનાં હાઈપર સોનીક પેસેન્જર પ્લેનની બલ્યુ પ્રિન્ટ શો માં રજુ કરી છે. અવાજની ઝડપ કરતાં પણ વધારે ઝડપથી ઉડતાં પ્લેનને સુપરસોનીક પ્લેન કહે છે. દરિયાઈ લેવલે અવાજની ઝડપ પ્રતિ સેંકડે ૩૪૦.૩૦ મીટર જેટલી હોય છે. આ ઝડપે એક કલાકમાં અવાજ ૧૨૨૫ કી.મી.નું અંતર કાપી નાખે છે. ટેકનિકલ ભાષામાં આ વેગને એક મેક તરીકે ઓળખવામાં આવે છે. વેગનો મેક યુનીટ (એકમ) ઓસ્ટ્રીયાનાં ભૌતિક શાસ્ત્રી અર્નસ્ટ મેક પરથી રાખવામાં આવ્યો છે. એરોડાયેનેમિક ડિઝાઈનમાં આ એકમને ચલણમાં મુકવાનો શ્રેય, એરોનોટીકલ એન્જીનીયર જેકોબ એકેરેટ ફાળે જાય છે. સામાન્ય રીતે વિજ્ઞાાનમાં કોઈપણ રાશી બતાવતી હોય તો પહેલાં નમ્બર્સ એટલે કે આંકડા આવે છે. ત્યારબાદ યુનિટ એટલે કે એકમ આવે છે. ઉજા. ૨૨૫ કીલોમીટર, પરંતુ મેક માટે ઉલટું છે. પહેલાં યુનિટ/ એકમ લખાય છે ત્યારબાદ આંક આવે છે. કારણે કે વૈજ્ઞાાનિકો 'મેક'ને પરિમાણ વિહીન (ડાયમેન્શનલેસ કવોનીટી) રાશી ગણે છે. બીજી ખાસ વાત કે મેક-૧ ની ઝડપ પણ એરોડાયેનેમિક્સની ભાષામાં અચળ એટલે કે કોન્સ્ટન્ટ રહેતી નથી. પદાર્થ ગતી કરે છે તે માધ્યમની ઘનતા, ઉષ્ણાતામાન અને દબાણ આ મુખ્ય પરીબળ, ગતી કરનાર પદાર્થ પર અસર કરે છે. આ હિસાબે જોવા જઈએ તો, ૨૦ં સે. તાપમાને ગતી કરતુ પ્લેન મેક-૧ ની ઝડપે ૧૧ કી.મી. (પૃથ્વીની સપાટીથી ઉપર) ઉચાઈ પર માઈન્સ ૫૦ં C ઉપર એક સરખા શોક વેવ અનુભવે છે. જ્યારે ૨૦ં સે. પર પ્લેનની ગતી મેક-૧ નાં ૮૬ % જેટલીજ હોય છે. એરોડાયનેમિક્સ વાળાનું ગણીત ન સમજાય તો કંઈજ વાંધો નહી. જરાં સામાન્ય જ્ઞાાનમાં વધારો થાય તેટલી વાતો જાણી લઈએ.
અવાજની ઝડપ, મેક-૧ કરતાં ઓછી ઝડપને સબસોનીક કહે છે. ૦.૮૦ થી ૧.૨૦ ની મેક રેન્જ ને ટ્રાન્સસોનીક કહે છે. ૧.૨૦ થી ૫.૦૦ જેટલાં મેક વિસ્તારને સુપરસોનીક કહે છે. મેક-૫ થી મેક-૧૦ વચ્ચેની રેન્જને હાઈપર સોનીક કહે છે. મેક-૧૦ કરતાં વધારે વેગને હાઈ- હાઈપરસોનીક વેગ કહે છે. હવે પાછા મુળ વાત પર આવીએ તો, પેરીસનાં એર શો માં હાઈપર સોનીક એટલે કે મેક-૫ કરતાં વધારે વેગથી ગતી કરતાં હાઈપરસોનીક પ્લેનની બલ્યુ પ્રિન્ટ રજુ કરવામાં આવી છે. ભૂતકાળમાં સુપરસોનિક સ્પીડથી ઉડતાં પેસેન્જર પ્લેનની સેવાઓ ઉપલબ્ધ હતી. હાલમાં વ્યાપારી ધોરણે એક પણ એરલાઈન્સ મુસાફરોને સુપરસોનીક સ્પીડથી મુસાફરી કરાવતી નથી. માત્ર લશ્કરી હેતુ માટે ઉપયોગમાં લેવાતાં પ્લેનજ હાલમાં સુપરસોનીક સ્પીડે મુસાફરી કરી શકે છે.
ભૂતકાળમાં સુપરસોનીક સ્પીડે મુસાફરોને ઉડાડતી સેવાને સુપરસોનીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ (SST) નામ આપવામાં આવ્યુ હતું. SST ની નિયમીત સેવા કોન્કોર્ડ અને તુપ્લોવ TU-144 એમ, માત્ર બે પ્લેને આપી છે. તુપ્લોવની છેલ્લી ફ્લાઈટ જુના ૧૯૭૮ માં ઉડી હતી. જ્યારે કોન્કોર્ડની છેલ્લી ટ્રીપ ૨૬ નવેમ્બર ૨૦૦૩નાં રોજ ઉડી હતી. કુલ ૨૦ કોન્કોર્ડ પ્લેનનું બાંધકામ થયુ હતું. જેમાં બે પ્રોટોટાઈપ, બે પ્રિ-પ્રોડકશન પ્લેન હતાં. બે પ્લેન ટેસ્ટ માટે બાંધવામાં આવ્યા હતાં. જેમાંથી માત્ર ૧૪ પ્લેને વ્યાપારી ધોરણે સેવા આપી હતી. છેલ્લે છેલ્લે ૨૦૦૩માં માત્ર ૮ પ્લેન સેવામાં હતાં. તુપ્લોવ ૧૪૪ નાં કુલ ૧૬ પ્લેન બન્યાં હતાં. જેમાંથી ૧૪ સેવામાં રચ્યાં હતાં.
૨૦૦૩ થી અત્યાર સુધી કોઈ એરો-સ્પેસ કંપનીએ સુપરસોનીક પ્લેન બનાવ્યા નથી કે એરલાઈનર કંપનીએ તેને ઉડાડયા નથી. શા માટે? સુપરસોનીક પ્લેનની ડિઝાઈન તૈયાર કરી, તેનું બાંધકામ કરવું અને વ્યાપારી ધોરણે, સ્પર્ધાત્મક વાતાવરણમાં સસ્તામાં હવાઈ મુસાફરી કરાવવી શક્ય નથી. સુપરસોનીક પ્લેનને સફેદ હાથી કહી શકાય જેને પાળવાનો ખર્ચ, હાથીની કિંમત કરતાં પણ વધારે આવે. આવા માહોલમાં પેરીસનાં એર શો માં સુપરસોનીક નહી, હાઈપર સોનિક પ્લેનની ડિઝાઈન રજુ થઈ છે તે આશ્ચર્યજનક છતાં આવકારદાયક સમાચાર ગણાય.
બ્રિટનનાં ઇન્ડીપેન્ડન્ટ સમાચાર પત્રે, આ સમાચાર છાપતા લખ્યુ કે આ આવનારા સમયની જુબે વર્તની નવલકથાની કોઈ ફેન્ટસી નથી. હાઈપર સોનીક પ્લેન લંડનથી ટોકીયોનું અંતર માત્ર અઢી કલાકમાં કાપી નાખશે. લંડનથી ટોકીયો અંદાજે ૧૯,૫૦૦ કી.મી. દૂર છે. આ હિસાબે પ્લેન પ્રતિ કલાકે ૫૦૦૦ કી.મી. કરતાં વધારે ઝડપે ઉડે તો જ આટલું અંતર કાપી શકાય. લંડનથી ટર્કીનાં ઇસ્તબુલ પહોંચતા ૩૦ મીનીટ લંડનથી અમેરિકાનાં પૂર્વ કિનારે પહોચતા એક કલાક અને લંડનથી સીડની (ઓસ્ટ્રેલીયા) પહોંચતાં માત્ર ૩ કલાકને ૩૦ મીનીટ લાગે.
ભારતના સદર્ભમાં વાત કરીએ તો, પાકિસ્તાન ઓક્યુપાઈજ કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર ૨૫૩૬ કી.મી., શ્રીનગરથી કન્યાકુમારી ૨૮૭૧ કી.મી., ચેન્નાઈથી કન્યાકુમારી ૬૮૫ કી.મી. અને મુંબઈથી કન્યાકુમારી ૧૬૫૫ કી.મી. જેટલું છે. ટુંકમાં ભારતનાં એક ખુણેથી બીજા ખુણે આવેલ કોઈપણ સ્થળે જવું હોય તો, હાઈપરસોનીક પ્લેન વડે માત્ર અડધા કલાક કે તેથી ઓછા સમયમાં પહોચી શકાય. અત્યારની એરલાઈન કંપની અમદાવાદથી મુંબઈ જેટલું અંતર કાપવામાં અડધા કલાક કરતાં વધારે સમય લઈ લે છે. આખરે મેક-૪ થી મેક-૫ વચ્ચે ઉડતાં હાઈપર સોનીક પ્લેનની એવી તે શી ખાસીયત છે કે તે હવાઈ ટ્રાફીક ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવે તેમ છે?
પેરિસનાં એર શો માં જેની બલ્યુપ્રિન્ટ રજુ થઈ છે તે હાઈપર સોનીક પ્લેનનું નામ છે ZEHST. જે ઝીરો ઓમિસન હાઈપરસોનીક ટ્રાન્સપોર્ટેશનનું ટુંકુ નામ છે. પ્રતિકલાકે ૩૧૨૫ કી.મી. નો વેગ મેળવવા સુધી પહોચતાં પ્લેન એન્જીનનાં ત્રણ સેટનો ઉપયોગ કરી ચુક્યુ હશે. પ્લેનનું નામ ZEHST રખાયુ છે કારણ કે તે ઈકો-ફ્રેન્ડલી છે. પ્લેન દ્વારા વાતાવરણમાં વાયુ પ્રદુષણ કે અવાજનું પ્રદુષણ બીલકુલ ફેલાશે નહીં.
કોન્કોર્ડનાં વારસદાર ગણાતા આ પ્લેનની ખાસીયતો કોન્કોર્ડને પણ ટક્કર મારે તેવી છે. કોન્કોર્ડની લંબાઈ ૬૨ મીટર હતી જ્યારે ઝેસ્ટની લંબાઈ ૮૦ મીટર હશે. કોન્કર્ડ મરતમ મેક-૨ (૧૩૫૦ કી.મી./કલાક) જ્યારે ઝેસ્ટ મરતમ મેક-૪ (૩૦૦૦ કી.મી. પ્રતિ કલાક) ની ઝડપે ઉડશે. કોન્કોર્ડ લંડનથી ન્યુયોર્કની મુસાફરી કરતાં ૨૧૦ મીનીટ લગાડતું હતું. ઝેસ્ટ માત્ર ૯૦ મિનીટમાં લંડનથી ન્યુયોર્ક પહોંચાડી દેશે. કોન્કોર્ડમાં ચેલ્સ રોઈસનાં ટર્બોજેટ એન્જીન લાગેલા હતાં. ૧૨૮ પેસેન્જર ને મુસાફરી કરાવતું કોન્કર્ડ રન વે પર દોડી ને ટેક-ઓફ કરતું તેટલાં સમયમાં બે ટન બળતણ બાળી નાખતું હતું. જ્યારે ઝેસ્ટમાં દરીયાઈ વનસ્પતીમાંથી બનાવેલ બાયો-ફ્યુઅલ વપરાશ. અંતરીક્ષમાં તે હાઈડ્રોજન અને ઓકસીજનનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરશે. તેનું દહન થતાં વાતાવરણમાં માત્ર પાણીની વરાળ જ મુક્ત થશે. આ કારણે તેને કાર્બનનાં સંદર્ભમાં 'ઝીરો એમિસન હાઈપરસોનીક ટ્રાન્સપોર્ટ'ગણવામાં આવ્યું છે. દેખાવમાં કોન્કોર્ડનો જોડિયો ભાઈ લાગતું 'ઝેસ્ટ' રેમજેટ, ટર્બોજેટ અને રોકેટમાં વપરાતાં ક્રાયોજેનિક રોકેટનાં સેટ વાપરશે.
ઝેસ્ટ ટેક-ઓફથી માંડીને મેક ૦.૮૦ સુધી પહોચવા માટે બે ટર્બોફેન એન્જીન વાપરશે. બળતણ તરીકે સી-વીડમાંથી બનેલ બાયો-ફ્યુઅલ વાપરશે. ત્યારબાદ રોકેટનાં બુસ્ટર એન્જીન રેમજેટ ચાલુ થશે. જે પ્લેનને મેક ૨.૫૦ નાં વેગે પહોચાડશે. એ વારો સ્પેસ રોકેટમાં વપરાતાં ક્રાયોજેનીક એન્જીનનો આવશે, જે પ્લેનને મેક ૨.૫૦ થી મેક ૪.૦ નો વેગ આપશે. અત્યારે કોમર્સીએલ પ્લેન ટ્રોપોસ્ફીઅર તરીકે ઓળખતા વાતાવરણમાં ઝોનમાં પૃથ્વીની સપાટીથી ૧૦ કી.મી.ની ઉચાઈએ ઉડે છે. જ્યારે ઝેસ્ટ પૃથ્વીની સપાટીથી ૩૨ કી.મી.ની ઉચાઈએ ઉડશે. પ્લેન જ્યારે અવાજની ઝડપ કરતાં વધારે ઝડપ મેળવશે ત્યારે જે સોનીક બુમ પેદા થાય છે તેનો અવાજ પૃથ્વી સુધી પહોંચશે નહી. આ લેવલે રોકેટ એન્જીનમાં હાઈડ્રોજન અને ઓક્સીજન બળતણ તરીકે વપરાતા હશે માટે પ્રદુષણ પણ ફેલાશે નહીં. શરૃઆતમાં ઝેસ્ટ બાયો-ફ્યુઅલનું દહન કરશે તેટલાં સમય પુરતું વાતાવરણમાં કાર્બનનું પ્રદુષણ વધશે. જો કે એપ્રીલ મહીનાથી જર્મન એરલાઈન લુફથાન્સાએ પ્રાયોગીક ધોરણે બાયો-ફ્યુઅલ વાપરવાનું શરૃ કર્યુ છે. વ્યાપારી ધોરણે એરલાઈન ચલાવતી લુફથાન્સા તેનાં પ્લેનમાં બાયો-ફ્યુઅલ વાપરનાર દુનિયાની પ્રથમ એરલાઈન્સ છે.
ઝેસ્ટ નામનાં રોકેટ પ્લેનની ડિઝાઈન યુરોપની EADS દ્વારાં કરવામાં આવી છે. EADS હાલમાં એરબસ અને યુરોકોપ્ટરનું ઉત્પાદન કરે છે. તેની અંતરીક્ષ ક્ષેત્રે કામ કરતી પાંખ છે. એસ્ટ્રીયમ જે સ્પેસ ટ્રાન્સપોર્ટ અને સેટેલાઈટ ઉત્પાદન ક્ષેત્રે કામ કરે છે. તેની કાસાડીયન એર સીસ્ટમ, ગ્લોબલ સિક્યોરીટી એવોનિક્સ અને ઇલેકટ્રોનીક વોરફેર સિસ્ટમ પુરી પાડે છે.
EADS દ્વારા તૈયાર થઈ રહેલ ઝેસ્ટ ૫૦ થી ૧૦૦ યાત્રીઓને પ્લેનમાં સમાવી શકશે. ફ્રાન્સમાં મુખ્ય બેઝ ધરાવતી EADS નાં વૈજ્ઞાાનિકો કહે છે કે ઝેસ્ટની મુખ્ય ખામી તેની લીમીટેડ પેસેન્જર ક્ષમતાંજ હશે. એક ઝેસ્ટ પ્લેન બનાવવાનો ખર્ચ ૧૦ અબજ પાઉન્ડ જેટલો આવશે. ફલાઈટ ઈન્ટરનેશનલનાં તંત્રી વેહીકલ (વિભાવના વાહન) છે. પરંતુ તે આજની એરો-ટેકનોલોજીની ક્ષમતા મર્યાદામાં જ છે. તેના માટેની ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે. મુખ્ય સમસ્યા નવા પ્રકારનાં રોકેટ પ્લેનનાં સર્જન પાછળ લાગતાં અર્થશાસ્ત્રનો છે. ઝેસ્ટને ડ્રોઈગ બોર્ડથી આકાશમાં ટેક-ઓફ કરાવતાં અબજો પાઉન્ડ ખર્ચાઈ જશે. અને ખાસ વાત, ઝેસ્ટને વ્યાપારી ધોરણે સામાન્ય લોકોની સેવામાં આવતાં લગભગ ૪૦ વર્ષ જેટલો સમય લાગી જશે. ઝેસ્ટ એ આજનાં એરો-સ્પેસ એન્જીન્યરર્સ,ડિઝાઈનર્સ અને બિલુર્સનું વિઝન ૨૦૫૦ છે.

 

 

   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved