Last Update : 30-June-2011, Thursday
 
કમિશ્નરે કિન્નાખોરી રાખીને ઉધનામાં ડિમોલીશન કરાવ્યું છે
એક તરફની મિલ્કતોને સાડા ત્રણ ફુટની માફી તો બીજી તરફ એક ફુટ માટે ડિમોલીશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં ભાજપના સભ્ય દ્વારા કમિશ્નર પર ચોંકાવનારા આક્ષેપ કરાયા બાદ અપક્ષ કોર્પોરેટર દ્વારા પણ કમિશ્નર સામે ગંભીર આક્ષેપ કરાયા હતા. પાલિકાના અપક્ષ કોર્પોરેટરે ઉધનમાં ડિમોલીશનની કામગીરીમાં કમિશ્નરે કિન્નાખોરી રાખી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉધનાની લાઈન દોરી માટે વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા પાલિકા કમિશ્નર એસ. અપર્ણા માટે દુઃખદ બની ગઈ હતી. ભાજપના કોર્પોરેટર ભીમજી પટેલે કમિશ્નર ઈર્ષાભાવ રાખીને વરાછા સાથે અન્યાય કરી રહ્યાંનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ પાલિકાના અપક્ષ કોર્પોરેટર પણ ઉધનાના લાઈનદોરીના અમલના મુદ્દે પાલિકા કમિશ્નરે કિન્નાખોરી રાખી હોવાનો આક્ષેપ કરી બધાને ચોંકાવી દીધા હતા.
સામાન્ય સભામાં અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ ઉધના-નવસારી રોડના કામ પર બોલતાં જણાવ્યું હતું કે હાલમાં જે ઉધનામાં લાઈનદોરીનો અમલ થઈ રહ્યો છે તેમાં કમિશ્નર એસ. અપર્ણા કિન્નાખોરી રાખી રહ્યાં છે. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દિપક સેવક મારો અંગત હોવાનું માનીને પાલિકા કમિશ્નર તેની મિલ્કત પરની લાઈનદોરી માટે ભાર મુકી રહ્યાં છે. પરંતુ સાચી વાત એ છે કે દિપક સેવક મારો અંગત નથી પરંતુ મારો મતદાર છે. મારા અંગત હોવાની કિન્નાખોરી રાખીને એક ફુટની મિલ્કત લાઈનદોરીમાં આવતી હોવા છતાં ડિમોલીશન કરાવ્યું છે. જ્યારે સામેની બાજુમાં અન્ય મિલ્કતો લાઈનદોરીમાં આવે છે તેને સાડા ત્રણ ફુટની છુટ આપવામાં આવી છે.
તેઓએ આક્રોશપુર્ણ રીતે જણાવ્યું હતું કે, એક આઈ.એ.એસ. અધિકારી દ્વારા કિન્નાખોરી રાખીને કામગીરી કરવામાં આવે તે શરમજનક બાબત છે અને અધિકારી માટે શોભાસ્પદ નથી. દિપક સેવકનો છોકરો અપંગ છે અને તેની હાય તમને લાગશે તેવો મારો શ્રાપ છે. આમ કહેતાં જ ભાજપના કેટલાક કોર્પોરેટરો ઉભા થઈ ગયાં હતા. ત્યાર બાદ મેયરે શબ્દો પાછા ખેચવા તથા માફી માંગવા માટે જણાવ્યું હતું. પરંતુ અપક્ષ કોર્પોરેટરે તેઓ કોઈ બિભત્સ કે બિન સંસદીય શબ્દ બોલ્યા ન હોવાનું જણાવ્યું હતું. જેના કારણે મેયરે તેમને સસ્પેન્ડ કરી દેતા પાલિકાના સિક્યુરીટી ગાર્ડ તેમને ટીંગાટોળી કરીને સભા ખંડની બહાર લઈ ગયાં હતા.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved