Last Update : 30-June-2011, Thursday
 
સસરા પાસેથી પત્ની-પુત્રનો કબ્જો અપાવવા જમાઈ કોર્ટમાં
નાનાભાઈ સાથે સાળીની સગાઈ તુટી જતાં સસરાએ મોટી પુત્રીને સીમંત કરવા બોલાવી ગેરકાયદે ગોંધી રાખતા જમાઈએ કોર્ટના દ્વાર ખખડાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર
પોતાના નાનાભાઈ સાથે સગી સાળીની સગાઈ તુટી જતાં પરણીત પુત્રીને સીમંત કરવા પિયરમાં બોલાવીને પુત્રી-દૌહિત્રને ગેરકાયદે ગોંધી રાખનાર સસરા પાસેથી પત્ની-પુત્રનો સર્ચ વોરંટથી કબજો અપાવવા પતિએ માંગ કરતાં જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કુ.એમ.એસ.પાંડેએ આગામી તા.૬ઠ્ઠી જુલાઈએ સંબંધિત પોલીસ મથકના અધિકારીને સર્ચ વોરંટની બજવણી કરી કોર્ટમાં હાજર કરવા હુકમ કર્યો હતો.
કતારગામ વિસ્તારમાં પ્રભુનગર ખાતે રહેતાં શૈલેશ હુડા માળીના લગ્ન બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતાં અરજણ દેવરામ સોલંકીની પુત્રી વર્ષા સાથે તા.૧૦-૫-૦૭ના રોજ થયા હતા.બંને વચ્ચેના સુખી લગ્ન જીવન દરમિયાન અરજદાર શૈલેશની સાળી સાથે તેના નાનાભાઈ દિલીપની સગાઈ થઈ હતી.પરતુ કોઈ કારણસર ફરિયાદીના નાનાભાઈ તથા સાળી સાથેની સગાઈ તુટી ગઈ હતી.
જેથી પોતાના સાસરીયા સાથેના મીઠા સંબંધમાં કડવાશ આવી જવા પામી હતી.બીજી તરફ પોતાની મોટી પુત્રી વર્ષાને સારા દિવસો રહેતાં સસરા અરજણભાઈ સોલંકીએ પોતાના પુત્ર ભરતને મોકલીને સીમંત કરવા માટે વર્ષાને પિયરમાં લઈ ગયા હતા.જ્યાં તા.૧૧-૧૨-૨૦૧૦ના રોજ જય નામે પુત્રનો જન્મ થતાં પોતાની પત્ની વર્ષા તથા માસુમ પુત્રને જોવા માટે શૈલેશ માળી પોતાના સાસરે ગયા હતા.પરંતુ સસરા અરજણભાઈ તથા સાળા ભરતભાઈ દ્વારા જમાઈને ઘરમાં પ્રવેશવા દેવાને બદલે માર મારીને કાઢી મુક્યા હતા.તદુપરાંત બીજીવાર આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપનાર સાસરીયાના વર્તનથી જમાઈ શૈલેશભાઈ ડઘાઈ ગયા હતા.
ત્યારબાદ તા.૯-૫-૨૦૧૧ના રોજ વર્ષાબેને પોતાના પતિ શૈલેશભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે મને છૂટાછેડા લેવા માટે દબાણ કરીને ઘરને બહાર નીકળવા દેતા નથી.જેથી પતિ શૈલેશભાઈ પોતાની પત્ની વર્ષા તથા નવજાત પુત્ર જયને ગેરકાયદે ગોંધી રાખનાર સસરા અરજણ સોલંકી તથા સાળા ભરત પાસેથી સર્ચ વોરંટથી કબજો અપાવવા અદાલતમાં ધા નાખી હતી.જેથી કોર્ટે અરજદારના પત્ની વર્ષાબેનને કોર્ટમાં હાજર કરવા એકથી વધુ વાર હુકમ કર્યો હતો.તેમ છતાં અદાલતના વારંવારના હુકમ છતાં વર્ષાબેનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા નહોતા.જેથી આજે કોર્ટે સામાવાળા અરજણભાઈ સોલંકી તથા ભરત સોલંકીના કબજામાં રહેલી અરજદાર શૈલેશ માળીની પત્ની વર્ષાબેન તથા પુત્ર જયને સર્ચ વોરંટની બજવણી કરી તા.૬ઠ્ઠી જુલાઈએ કોર્ટમાં રજુ કરવા કતારગામ પોલીસને હુકમ કર્યો હતો.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved