Last Update : 30-June-2011, Thursday
 
ફૂલ બેસવાનો સમય આવતાં વરસાદી વાતાવરણ સર્જાવું આવશ્યક
કચ્છને ઝંખના મેઘમહેરનીઃ પિયતવાળા વિસ્તારોમાં'ય હવે કપાસ પર ખતરો
રાજકોટ, બુધવાર
વરસાદ ખેંચાતા કચ્છમાં એક તરફ બિનપિયત વિસ્તારોમાં મગફળી, કઠોળનું વાવેતર અટકેલું પડયું છે, ત્યાં બીજી બાજુ સિંચાઈની સગવડવાળા વિસ્તારોમાં પણ વરસાદી માહૌલના અભાવે ઉપજ નબળી પડવાનો ખતરો તોળાવા લાગ્યો છે. ગત સિઝનની સાપેક્ષ અત્યાર સુધીમાં જ કપાસનું ૯૩.૭૬ ટકા વાવેતર કરી ચૂકેલા ખેડૂતોને ચાર-પાંચ દિવસમાં વરસાદ ન પડે તો છોડના વિકાસ અટકી જવાની ભીતિ સતાવી રહી છે.
ચાર-પાંચ દિ'માં મેઘો ન મંડાય તો ઉત્પાદન પર મોટી અસરઃ વરસાદના અભાવે મગ, એરંડા, ગુવારગમ, તલની વાવણી પાછી ઠેલાતા ખેડૂતો ચિંતીત
નોંધનીય છે કે ગત ચોમાસામાં અત્યાર સુધીમાં ભુજ- અંજારમાં બે-બે ઈંચ, ભચાઉ- નખત્રાણા- અબડાસામાં અઢી-ત્રણ, માંડવીમાં ચાર ઈંચ અને અન્યત્ર પણ એક- દોઢ ઈંચ વરસાદ સ્હેજે'ય પડી ગયો હતો, જેની સામે આ વખતે હજુ સુધી માંડવી અર્ધો ઈંચને બાદ કરતાં કચ્છ કોરું ધાકોડ છે, જેથી ખરીફ પાકનું એકંદર વાવેતર હજુ ૧૫-૧૬ ટકા જ થયું છે. ખેડૂતો કહે છે, દર વર્ષ કરતા ઓણ મગફળી તથા અન્ય પાકોનું વાવેતર અત્યારના તબક્કે ઓછું છે. મગફળીનું વાવેતર બોર- કૂવા- સિંચાઈની સગવડવાળા વિસ્તારમાં જ (૨૦.૬૫ ટકા) થયું છે, જ્યારે ગત સિઝનના ૬૧૨૦૨૭ હેકટર સામે આ ચોમાસે અત્યાર સુધી ૯૬૩૮૩ હેકટર જ વાવેતર થઈ શક્યું હોઈ કચ્છના અન્ય મુખ્ય પાકો તલ, મગ, ગુવાર ગમ, એરંડા વગેરેની વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગત ચોમાસામાં વાવેતર વિસ્તાર મગ ૮૯૨૩૦ હેકટર, એરંડા ૭૨૭૩૦, ગુવારગામ ૫૯૫૬૦, તલ ૪૭૪૬૦, મઠ ૨૧૧૬૦ હેકટર નોંધાયો હતો, જે સાપેક્ષ આ વખતે હજુ વાવણીના મંડાણ થવા બાકી છે અને અષાઢી બીજે મેઘરાજા મુહૂર્ત સાચવે તેની પ્રાર્થના થઈ રહી છે.
બીજી તરફ આ વખતે કપાસનું આગતર વાવેતર ૨૦-૨૫ મે આસપાસ જ શરૃ થઈ ગયું હતું, જેને ચાલીસે'ક દિવસ થવા આવ્યા હોવાથી હવે ફૂલ બેસવાનો તબક્કો આવવા પર છે. સાર્વત્રિક ભેજ અને વરસાદી વાતાવરણ ન જામે તો તેનો વાનસ્પતિક વિકાસ બરાબર ન થઈ શકે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પટેલે જણાવ્યું કે ''ચાર-પાંચ દિવસમાં વરસાદ ન પડે અને પૂરતી હાઈટ વિના જીંડવા લાગે તો આગળનો થઈ ચૂક્યું છે ત્યાં વરસાદ ખેંચાતા ચિંતા વ્યાપી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved