Last Update : 30-June-2011, Thursday
 
ગાંધીધામ રામબાગ હોસ્પિટલને ટ્રોમા સેન્ટર સાથે ૧૫૦ બેડની સુવિધા મળશે

 

ભુજ, તા.૨૯
ગાંધીધામની રામબાગ હોસ્પિટલને વધારાની સગવડ સાથે ટ્રોમા અને ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર સાથે ૧૫૦ પથારીવાળી સુવિધાની હોસ્પિટલ અપાશે. તેમ વિધાનસભાની ખાતરી સમિતિના અધ્યક્ષે સમિતિ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી તે વખતે જણાવ્યું હતું.
ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવશેઃ કચ્છને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સની સુવિધા પણ અપાશે
સમિતિના સભ્યોએ જિલ્લાના સતત ત્રીજા દિવસના પ્રવાસના અંતે રામબાગ હોસ્પિટલના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરી હોસ્પિટલના તબીબો, રોગી કલ્યાણ સમિતિ અને નાગરિકો સાથે બેઠકમાં સમિતિના અધ્યક્ષે કહ્યું કે, કચ્છને રાજ્ય સરકાર તરફથી પ્રથમ જ ચરણમાં રૃ. ૬૦ લાખના ખર્ચે બનતી એડવાન્સ લાઈફ સપોટ સિસ્ટમવાળી અતિ આધુનિક આઈસીયુ એમ્બ્યુલન્સ મળશે તેવી ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગાંધીધામ- આદિપુર ઔદ્યોગિક એકમ છે. અકસ્માત પણ વધુ થાય છે. ઉપરાંત હોસ્પિટલનો ઉપયોગ શ્રમજીવીઓ વધુ કરતા હોવાથી ટ્રોમા સેન્ટર સાથે હોસ્પિટલની વિકાસ માટે રાજ્ય સરકાર તમામ માંગણી સ્વીકારશે.
સમિતિએ ગાંધીધામ હોસ્પિટલમાં ચાલતી રોગી કલ્યાણ સમિતિની સરાહના કરતા કહ્યું કે, રોગી સમિતિએ માતબર ભંડોળ એકત્રિત કર્યું છે. રાજ્ય સરકારની ગરીબોની સેવાની નીતિને અનુરૃપ ગાંધીધામ રોગી સમિતિ કાર્ય કરે છે. ખૂટતી કડી પૂર્ણ કરે છે.
હોસ્પિટલના સિવિલ સર્જને હોસ્પિટલની પૂરક માહિતી આપી હતી. પ્રારંભમાં ગાંધીધામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, ઓર્થોપેડિક સર્જન, ખાલી જગ્યાઓ ભરવા સમિતિને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ સમિતિએ કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી. ચેરમેને પોર્ટ અંગે વિગતો આપી હતી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved