Last Update : 30-June-2011, Thursday
 
ખેડા જિલ્લા સરકારી સંસ્થાઓમાં થતા ઓડિટમાં વ્યાપક કૌભાંડ
 
નડિયાદ, તા.૨૯
સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ધ્વારા ખેડા જિલ્લાની જુદી જુદી સરકારી સંસ્થાઓનું ઓડિટ કેવી રીતે થાય છે ? તે બાબતે તપાસ કરવામાં આવે તો ધણા કૌભાંડો બહાર આવે એમ છે. જિલ્લામાં આવેલી વિવિધ કો.ઓપરેટીવ બેંકો,કો.ઓપરેટીવ સોસાયટીઓ તથા દુઘ મંડળીઓના આવક જાવકના સરવૈયા અને ખર્ચમાં લાખો રૃપિયાના ગોટાળા કરવામાં આવતા હોવાનું ચર્ચાય છે.
ઉપરથી નીચે સુધી નાણાંકીય વ્યવહાર કરી નામ પૂરતાં ઓડિટ થતા હોવાનો આક્ષેપ
જિલ્લા રજિસ્ટ્રાર કચેરી (સહકારી ઓડિટ) સહિત લાગતા વળગતા સતાવાળાઓ ઘ્વારા કરવામાં આવતા નાના મોટા ઓડિટમાં આ વાતને ગપચાવી લાખો રૃપિયાના ગોટાળાવાળાઓને છાવરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. આ માટે ઓડિટમાં જતા કર્મચારીઓને હાઇફાઇ હોટલમાં જમાડવા ઉપરાંત સાથે છેલ્લે તેઓને નાણાંકિય વ્યવહાર કરી સાચવી લેવામાં આવે છે.જેથી વિવિધ સહકારી સંસ્થાઓમાં થતા લાખો રૃપિયાના ગોટાળાની વિગતો બહાર આવતી નથી.
નવ વર્ષ અગાઉ સર્જાએલા આર્થિક ભુકંપમાં ચરોતર અને ખેડા જિલ્લામાં આવેલી નાની મોટી કો.ઓપરેટીવ બેંકો તથા ક્રેડિટ સોસાયટીઓ માંદી પડી હતી. આવી અનેક સંસ્થાઓનું ઉઠમણું થઇ જતાં રોકાણકારોના લાખો રૃપિયા ફસાઇ ગયા છે. તેઓેને પોતાના પરસેવાની મુડી મેળવવા માટે ટળવળવું પડે છે. મહત્વની વાત એ છે કે આવી કેટલીક સંસ્થાઓ ડચકા ખાતી ચાલે છે. જ્યારે કેટલીય સંસ્થાઓને તો ખંભાતી તાળા લાગી ગયા છે. રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે.
નડિયાદના સરદાર ભવનમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રારની કચેરી તેમજ સરકારી ઓડિટ વિભાગ સહિત અન્ય સંબંઘિત સત્તાવાળાઓ ઘ્વારા આ અંગે નોંધ કરી રિપોર્ટ કરવામાં આવતા નથી, તેમજ ગોટાળા અને ગેરરીતીઓ આચરનારાઓને કાયદાકીય નોટિસો આપી તેમની સામે યોગ્ય પગલાં ભરવામાં ન આવતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.ગોટાળા અને ગેરરીતીઓને છાવરવાનું આ આખું કૌભાંડ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. માત્ર દેખાવ પુરતી કેટલાકની સામે કાર્યવાહી કરવાનું નાટક કરવામાં આવ્યું છે.
આના કારણે ઉચ્ચ અધિકારીઓ, સભાસદો તેમજ રોકાણકારો ગેરમાર્ગે દોરાય છે. ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં જિલ્લા રજિસ્ટ્રાર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓ ઘ્વારા વિવિધ સહકારી સંસ્થાઓ જેવીકે કો.ઓપરેટીવ બેંકો, ક્રેડિટ સોસાયટીઓ તેમજ દુઘ ઉત્પાદક મંડળીઓ વગેરેના જે નાના મોટા ઓડિટ કરવામાં આવ્યાં છે તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો ઉજાગર થવા પામે એમ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved