Last Update : 30-June-2011, Thursday
 
એકલો ખેડા જિલ્લો જ આખા યુરોપ જેટલા ઝેરી ગેસ ફેલાવે છે
યુનાઈટેડ નેશન્સના ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ફોર કલાઈમેટ ચેન્જના રિપોર્ટમાં બહાર આવેલી વિગતો
નડિયાદ, તા.૨૯
પર્યાવરણ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખેડા જિલ્લો જ આખા યુરોપ જેટલું કરે છે. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અન ેનાઇટ્રસ ઓક્સાઇડ જેવા ગેસોના ઉત્સર્જનને કારણે પર્યાવરણમાં અણધાર્યા ફેરફારો નોંધાય છે. યુનાઇટેડ નેશનના ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ફોર ક્લાઇમેટ ચેઇન્જના ગુજરાતના રીપોર્ટમાં ખેડા જિલ્લા અંગેની આ વિગતો બહાર આવી છે. ઓછા વૃક્ષો, ઔદ્યોગિકરણ અને થર્મલ પાવર સ્ટેશનને કારણે ખેડા જિલ્લામાં આવી પરિસ્થિતિ છે.
પૂર અને દુકાળ જેવી વારંવાર થતી કે આવતી કુદરતી આફતો માટે ગ્રીન હાઉસ ગેસને જવાબદાર ગણાય છે. આખા વિશ્વમાં ગ્રીન હાઉસ ગેસ અંગે અનેક કોન્ફરન્સો થાય છે. ઓસ્ટ્રેલિયામાં પણ તાજેતરમાં કાર્બન ટેક્ષ નાંખીને આ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી આરંભાઇ છે. આવા ગેસો ઉત્સર્જીત કરવામાં ખેડા જિલ્લો મોખરે છે.
કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ ત્રણ મુખ્ય ગ્રીનહાઇસ ગેસો છે. મિથેન અને નાઇટ્રોજન એ બંને કાર્બન ડાયોક્સાઇડ કરતા ૨૧ અને ૩૨૦ ગણી વધારે વોર્મીંગ ઇફેક્ટ ધરાવે છે. આ રીપોર્ટમાં એવું પણ દર્શાવાયું છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલીયાના ક્વીન્સલેન્ડ તથા વિક્ટોરીયામાં આવેલું મોટું પુર ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે આવ્યું છે કે કેમ તેની તપાસ કરી આગામી દિવસોમાં રીપોર્ટ બહાર પડાશે. જો આ ઝેરી ગેસોનું ઉત્સર્જન નહીં અટકાવાય તો ગુજરાતમા ંપણ અણધાર્યા પર્યાવરણના ફેરફારો નોંધાય તેવી આશંકાઓ વ્યક્ત કરાઇ છે.
આઇપીસીસીના જણાવ્યા પ્રમાણે ગુજરાત પણ ઘણા મોટા પ્રમાણમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જીત કરે છે. આવા ઝેરી ગેસો વાતાવરણમાં ભળતા તાપમાનમાં વધારો થાય છે. આગામી દસ વર્ષમાં બે થી ત્રણ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધવાની શક્યતાઓ વૈજ્ઞાાનિકોએ દર્શાવી છે. છત્તીસગઢ અને ઓરીસ્સા પછી ગુજરાત આવા ઝેરી ગેસો વાતાવરણમાં ઉત્સર્જીત કરવામાં ત્રીજું સ્થાન ધરાવે છે. એકલો ખેડા જિલ્લો જ આખા યુરોપ જેટલા ઝેરી ગેસો વાતાવરણમાં ફેલાવે છે.
આઇઆઇએમએ ફેકલ્ટીના પ્રોફેસર પ્રિયદર્શીની શુક્લ કે જેઓ આઇપીસીસીના મેમ્બર છે તેમણે ભારત માટે આ ગ્રીન હાઉસ ગેસ અંગેનો રીપોર્ટ લખ્યો છે. આ રીપોર્ટમાં જણાવ્યા અનુસાર એક ભારતીય કરતા ગુજરાતીઓ ૬૫ ટકા વધારે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જીત કરે છે. ગુજરાતમાં એક લાખ રૃપિયાના આર્થિક આઉટપુટ માટે ટન જેટલો ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જીત કરાય છે.
આગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન થવાનું કારણ ઔદ્યોગિકરણ, આપણી લાઇફસ્ટાઇલ, કોઇ મોટા ઇવેન્ટ તથા ઓછા વૃક્ષો જવાબદાર મનાય છે. ખેડા જિલ્લામાં ૧૨૬૦ મેગાવોટ વાળા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન હોવાથી આ પ્રમાણ વધુ હોવાનું એક કારણ દર્શાવાયું છે. આ ઉપરાંત જિલ્લામાંથી વૃક્ષોનો નાશ થાય છે, ઔદ્યોગીક એકમો દ્વારા ઝેરી ગેસો હવામાં છોડાય છે. એ જ આ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જીત કરે છે. ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લા દ્વારા અને ત્યારબાદ બીજા નંબરે જામનગર અને ગાંધીનગર જીલ્લો આવે છે. ખેડા જિલ્લાની જેમ ગાંધીનગર જિલ્લામાં પણ થર્મલ પાવર સ્ટેશન હોવાથી ગ્રીન હાઉસ ગેસો વધારે ઉત્પન્ન થાય છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved