Last Update : 30-June-2011, Thursday
 
વરસાદ ખેંચાતા લાખો ખેડૂતોમાં ફફડાટ

હજારો હેક્ટરમાં ડાંગર સહિત વિવિધ પાક પર ખતરો ઃ હવે વરસાદ નહીં થાય તો ખેત ઉત્પાદનને ગંભીર ફટકો પડશે

નડિયાદ, તા.૨૯
વરસાદ ખેંચાતા ખેડા જિલ્લાના બે લાખથી વધુ ખેડૂતો માનસિક ચિંતા અનુભવી રહ્યા છે. એકાદ અઠવાડિયામાં જો વરસાદ ન પડે તો જિલ્લાના ૪,૬૦૦થી પણ વધુ હેક્ટરમાં ડાંગરના વાવેતરને સીધી જ અસર થાય તેમ છે. ખેડા જિલ્લામાં માતર તાલુકામાં સૌથી વધુ તથા ત્યારબાદ ઠાસરા અને નડિયાદ તાલુકામાં ડાંગરનું વાવેતર થતુ ંહોય છે. જો કે ખેડૂતોએ ધરુવાડિયું એટલેકે ડાંગરનું બીજ કરવાનું શરુ કર્યું છે. આ ઉપરાંત બીથી કપાસની પણ થોડી ઘણી વાવણી થઇ છે. કેટલાક અગમચેતી ખેડૂતોએ આગામી દિવસોમાં લીલો ઘાસચારો મોંઘો થશે એમ માની ઘાસચારાનું પણ વાવેતર કર્યું છે.
ખેડા જિલ્લામાં કુલ અંદાજે ત્રણેક લાખ હેક્ટરમાં વાવેતર થતુ હોય છે. આ પૈકી ૪,૬૦૦ હેક્ટરમાં ડાંગરનું તથા અંદાજે ૨૫૦૦ હેક્ટરમાં બીટી કપાસનું વાવેતર થતું હોય છે. હાલમાં આ બંને વાવેતરનો સમય થઇ ગયો છે. પરંતુ મેઘરાજાની સવારી ન આવતા આ વાવેતર અટક્યું છે. જે ખેડૂતોને પીયતની સગવડ છે અથવા તો સિંચાઇ માટે કૂવામાંથી પાણી મળી રહે છે તેઓએ બીટી કપાસનું વાવેતર કર્યું છે.
ખેડા જિલ્લામાં અંદાજે ર લાખથી વધુ ખેડૂતો માત્ર ખેતીનો જ વ્યવસાય કરે છે. વરસાદ ખેંચાતા આ ખેડૂતો અને તેમના કુુટુંબીજનો ચિંતામાં પડયા છે.
માતર તાલુકાના કમલેશભાઇ કહે છે, વરસાદ પડશે એમ માનીને અમે લોકોએ ધરુવાડિયું તો તૈયાર કરવા માંડયું છે. આ ધરુવાડિયું અંદાજે ૨૮ દિવસે તૈયાર થતુ ંહોય છે. પરંતુ જો વરસાદ ન પડે તો ફૂટ ન થાય, સુકાઇ જાય, જેવા પ્રશ્નો થાય છે. તેની સીધી જ અસર ડાંગરના પાક પર થાય છે. જિલ્લા ખેતીનિયામક કચેરીએથી મળેલી માહિતી મુજબ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ૧૦૦૦, મહુધામાં ૨૬૩, મહેમદાવાદમાં ૪૦૦, ખેડામાં ૨૨૦, માતરમાં ૧૬૦૦, કપડવંજમાં ૩૦, કઠલાલમાં ૭૫, ઠાસરામાં ૧૦૫૦, બાલાસિનોરમાં ૧૦, અને વિરપુરમાં પ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કર્યું છે.
હાલમાં એક સારી બાબતે એ છે કે વરસાદ નથી પડતો, પરંતુ સાથે સાથે ગરમી પણ વધારે નથી પડતી એટલે ડાંગરનું ધરુવાડિયું હજુ સુધી સુકાયું નથી, પરંતુ આગામી અઠવાડિયામાં જો વરસાદનું આગમન ન થાય તો આ ધરુવાડિયું જ ફેઇલ જાય. એવી પરિસ્થિતી ઉદ્ભવે તેમ છે.
વરસાદ ખેંચાતા જિલ્લાના પશુપાલકો પણ ચિંતાના વમળમાં ફસાયા છે. જો લીલો ઘાસચારો જ ના મળે તો તેમના પશુઓને ખવડાવવું શું અને તેની અસર દૂધ ઉત્પાદન પર પણ પડે તેમ છે. લાખો રહીશો માત્ર પશુપાલનના વ્યવસાય પર જ નભે છે. આવા કુટુંબો પણ ચિંતામાં ફસાયા છે. કેટલાક પશુપાલકોએ જણાવ્યું છે કે તેમને પોતાના મિત્રોને વિનંતી કરીને થોડી થોડી જમીનના ટૂકડામાં પણ લીલા ઘાસચારાનું વાવેતર કર્યું છે. જે ખેડૂતો પાસે અંદાજે ૧૦ થી ૧૨ વિઘા જેટલી જમીન હોય એવા ખેડૂતોએ પણ એક કે બે વિઘામાં લીલા ઘાસચારાનું વાવેતર શરુ કરી દીધું છે. હાલમાં જો લીલા ઘાસચારાનું વાવેતર કરે તો આગામી બે ત્રણ મહિનામાં તે તૈયાર થઇ જાય. આવી જ પરિસ્થિતિ રહે તો ઘાસચારાની અછત સર્જાશે અને તે ઘણાં મોંઘા ભાવે મળશે. આવી પરિસ્થિતિથી બચવા જ નાના ખેડૂતોએ ઘાસચારાનું વાવેતર કર્યું છે. કેટલાક ખેડૂતોએ ડાંગર કે કપાસનું વાવેતર રોકીને પણ જમીનના એક નાના ભાગમાં ઘાસચારાનું વાવેતર વધુ નફો મેળવવાની આશાએ કર્યું છે. ખેડૂતો કહે છે કે અમે માત્ર નફો મેળવવા જ ઘાસચારાનું વાવેતર નથી કર્યું. અમને ખબર છે કે મૂંગા પશુઓને પણ ખાવા જોઇએ. એટલે પશુઓને અને પશુપાલકોને મદદરૃપ થવા જ ઘાસચારાનું વાવેતર કર્યું છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved