Last Update : 30-June-2011, Thursday
 
અમિત સર્કલ અને હરિનગર પાસે ૬૦ કરોડના ખર્ચે બ્રિજ બનશે
સ્થાયી સમિતિમાં પૂલના ટેન્ડર મંજુરી અર્થે રજુ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરામાં વિશ્વામિત્રી નદી પર પુલ પહોળો કરવા સહિત રૃા.૭૮.૯૭ કરોડના ખર્ચે ત્રણ પુલ બાંધશે. જેમાં કારેલીબાગ ખાતે અમિતનગર સર્કલ પર રૃા.૩૧.૫૧ કરોડના ખર્ચે તથા હરિનગર જંકશન ખાતે રૃા.૨૮.૫૧ કરોડના ખર્ચે ફલાઇ ઓવરબ્રિજ બનાવવાનો સમાવેશ થાય છે.
એક્સપ્રેસ વેથી અમિત સર્કલ આવતા ઉર્મિ સ્કૂલ નજીક ૧૯ કરોડના ખર્ચે પૂલ પહોળો કરાશે
વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં ૪૦ મીટરના રીંગરોડ પર અમિતનગર સર્કલ ખાતે ફલાઇ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત બજેટ વખતે કરાઇ હતી. વડોદરા શહેરમાં એક્સપ્રેસ હાઇવે પરથી આવતા ટ્રાફિકને કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ફલાઇ ઓવરબ્રિજના કામના નિયુક્ત સલાહકારે આ બ્રિજનું જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ તૈયાર કર્યુ છે. તેમણે ૧૬.૫૦ મીટરની પહોળાઇનો ફલાઇ ઓવરબ્રિજ દર્શાવ્યો છે. હરણી સર્કલ તરફ ૨૯૧.૮૯ મીટર તથા વુડા સર્કલ તરફ ૩૦૫.૨૭ મીટરનો એપ્રોચ રહેશે. સર્કલ પર ૪૫ મીટર લંબાઇનો ગાળો રહેશે. બ્રિજ પર બંને બાજુ સાડાસાત મીટરનો રસ્તો રહેશે. વચ્ચે અડધા મીટરનું સેન્ટ્રલ ડિવાઇડર બનશે. વીઆઇપી રોડ ૪૦ મીટરનો છે. નીચેના ભાગમાં સર્વિસ રોડ મળે તે મુજબ બ્રિજની પહોળાઇ ૧૬.૫૦ મીટરની સૂચવાઇ છે. સર્કલ પર ૫.૫૦ મીટરનો ચોખ્ખો હેડ-વે મળે તે માટે ફલાઇ ઓવરબ્રિજની લંબાઇ ૬૪૨.૧૬ મીટર રાખવામાં આવી છે. આ બ્રિજનું કામ ઝડપભેર પૂર્ણ થાય અને ટ્રાફિકને ઓછી અડચણ થાય તે માટે પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ ગર્ડર આધારિત સુપર સ્ટ્રકચરનું આયોજન કરાયું છે. બ્રિજની પુરી લંબાઇમાં સ્લેબ ગાળો રાખવામાં આવશે. આ બ્રિજના એલાઇનમેન્ટમાં હાલમાં જે સર્વિસ નેટવર્ક છે તે અડચણરૃપ બને તેવી શક્યતા હોવાથી સુપર સ્ટ્રકચરની ડિઝાઇનમાં ફેરફાર થાય તેવી વકી છે. આ બ્રિજ બનાવવા ૩૮.૮૨ કરોડનો અંદાજ બનાવ્યો હતો. જેના ટેન્ડર મગાવતા ૭ ટેન્ડર આવ્યા હતા. જેમાં એક કોન્ટ્રાકટરે અંદાજથી ૧૩.૧૨ ટકા ઓછા રૃા.૩૧.૫૧ કરોડનું ટેન્ડર ભર્યુ છે. બ્રિજ બાંધતી વખતે નડતરરૃપ બને તે સર્વિસ નેટવર્ક કોર્પોરેશન દ્વારા ખસેડવાની કાર્યવાહી અલગથી કરવાની રહેશે. નેટવર્ક ખસેડવા, બ્રિજના ફાઉન્ડેશનમાં જરૃરી ફેરફાર અને સ્ટીલ - સીમેન્ટના રેટમાં ફેરફારથી ખર્ચમાં વધઘટ થશે. બ્રિજનું કામ ૧૫ મહિનામાં પુરૃં કરવાનું રહેશે.
ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ૨૪ મીટરના ગોત્રી મેઇનરોડ પર હરીનગર જંકશન ખાતે નટુભાઇ સર્કલ તરફ અને ગોત્રી ગામ તરફના રોડને જોડતા માર્ગ પર રૃા.૨૮.૫૧ કરોડના ખર્ચે નવો ફલાઇ ઓવરબ્રીજ બનશે. રોજ ૨૪ મીટરનો હોવાથી બંને તરફ સર્વિસ રોડ મળે તે માટે ૧૨.૯૦ મીટર પહોળો બ્રીજ બનશે. ગોત્રી તરફ ૪૧૯.૧૮ મીટર તથા નટુભાઇ સર્કલ તરફ ૨૮૦.૩૫ મીટર લાંબો એપ્રોચ રહેશે.વચ્ચેનો ભાગ ૪૫ મીટરનો રહેશે. બ્રિજ પર ૬ મીટરનો બંને તરફનો રસ્તો રહેશે. અહી ફૂટપાથ કે ડિવાઇડર નહી બનાવાય. બ્રિજની લંબાઇ ૭૪૪.૫૩ મીટરની રહેશે. બ્રિજ બનાવવાનો અંદાજ રૃા.૩૫.૩૩ કરોડનો હતો.
જેના ટેન્ડર મંગાવતા ૬ ટેન્ડર આપ્યા હતા. જેમાં એક કોન્ટ્રાકટરે અંદાજથી ૧૩.૬૫ ટકા ઓછુ એટલે કે રૃા.૨૮.૫૧ કરોડનું ટેન્ડર ભર્યું હતુ. આ બ્રિજના એલાઇનમેન્ટમાં ઓવરહેડ હાઇ ટેન્શન લાઇન આવેલી છે. જે ખસેડવા સંકલન શરૃ કરાયું છે. આ માટે ભવિષ્યમાં જેટકોમાં ચાર્જ પણ ભરવાનો થશે. બ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરવું પડશે. બ્રિજનું કામ ૧૫ મહિનામાં પુરૃ કરાશે.
કારેલીબાગ- સમાને જોડતા તેમજ અમદાવાદ એકસપ્રેસ વેથી વડોદરા શહેરને જોડતા મુખ્ય માર્ગ પર વિશ્વામિત્રી નદી પર ઉર્મિ સ્કુલ પાસે વર્ષો જુનો બ્રિજ છે. આ બ્રિજ પહોળો કરવા તથા સમા તળાવની રીટેઇનીંગ દિવાલ કરવાનું કામ હાથ પર લેવાયું છે. હાલનો જે જુનો બ્રિજ છે તેની સાથે ૮૫.૨૦ મીટર લાંબો બ્રિજ બનશે. જેનો એપ્રોચ ૫૦૪ મીટરનો રહેશે. આ એપ્રોચમાં સ્ટોન પીચીંગ તથા સમા તળાવના રોડ તરફના ભાગે રીટેઇનીંગ દિવાલની કામગીરી થશે. આ કામગીરીનો અંદાજ રૃા.૨૩.૫૧ કરોડનો હતો. જેના ટેન્ડર મંગાવતા ૮ ટેન્ડર આવ્યા હતા. કોન્ટ્રાકટરે અંદાજથી ૧૩.૭૫ ટકા ઓછા ભાવનું રૃા.૧૮.૯૫ કરોડનું ટેન્ડર ભર્યુ છે. આ બ્રિજની કામગીરી માટે રોડલાઇન મુજબ જમીન સંપાદન કરવાની થશે. આ બ્રિજનું કામ પણ ૧૫ મહિનામાં પુરૃ કરવાનું રહેશે. ત્રણેય બ્રિજના ટેન્ડર મંજુર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરાઇ છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved