Last Update : 30-June-2011, Thursday
 
શહેરમાં અષાઢી બીજની ભવ્ય રથયાત્રાનું કાઉન્ટ-ડાઉન શરૃ
 
ભાવનગર, બુધવાર
ભાવનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ તા.૩ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. શહેરના તમામ માર્ગો પર કમાનો મુકીને ધજા-પતાકાથી રોશની કરવામાં આવી છે. તો વહિવટી તંત્ર દ્વારા પણ પૂરતા બંદોબસ્ત માટેના જરૃરી પગલા લેવાઈ રહ્યા છે. ભાવનગર ધીમે ધીમે પોલીસ છાવણીમાં ફેરવાતું જાય છે. રથયાત્રા મહોત્સવ કમિટિ દ્વારા રથયાત્રાના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આજે સવારે રક્તદાન કેમ્પ અને રાત્રે લોકડાયરો ૧૫૦ યુવાનો ભગવાન જગન્નાથજીના રથને ખેંચશે
દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજા નંબરની ગણાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ગયું છે. શહેરના મુખ્ય ચોક અને સર્કલમાં રથયાત્રાનું સ્વાગત કરવા બંનરો અને ભગવાનના કટઆઉટ મુકવામાં આવ્યા છે. રાત અને દિવસ રથયાત્રા કાર્યાલય ધમધમતું થઈ ગયું છે. સેકડો સ્વયંસેવકો પોતાના વોર્ડ અને શેરી ચોકને સજાવવાના કામમાં લાગી ગયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે ૮ વાગે મેયર, કલેકટર, સાંસદ, ધારાસભ્ય તથા સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવશે. રથયાત્રા મહોત્સવ કમિટિના પ્રમુખ હરુભાઈ ગોંડલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગરની રથયાત્રા તરીકે એક આગવી ઓળખ વરસોથી પ્રસ્થાપિત થી ગઈ છે. ભાવનગર અને રથયાત્રા એક સિક્કાની બે બાજુ જેવા બની ગયા છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીના સવનના લાકડામાંથી બનાવેલા રથને ભોઈ સમાજના ૧૫૦ યુવકો ખેંચશે. તેની સાથે અન્ય ભાવિકો પણ જોડાઈ શકશે. ભગવાનની ઉપર પંચ ધાતુમાંથી બનાવેલું સાડા ચાર કિલોનું નીલ ચક્ર આકર્ષણનું કેન્દ્ર બનશે.
તા.૩૦ના રોજ સવારે મહોત્સવ કમિટિના પ્રમુખ હરૃભાઈ ગોંડલીયાની રક્તતુલા કરવામાં આવશે તથા રાત્રે ઘોઘાગેઈટ ચોકમાં ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માયાભાઈ આહીર સહિતના કલાકારો કલા પીરસશે. આ વર્ષ રથયાત્રાને ૨૬મું વર્ષ હોય રથયાત્રામાં મંજીરા મંડળી પોતાની કલાનું દર્શન કરાવશે. ઉપરાંત મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દી નિમિત્તે એક આકર્ષક ફલોટ તૈયાર કરવામાં આવશે. જ્યારે નિલમબાગ ખાતે હોર્ડીગ્ઝ તૈયાર કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સાડા ત્રણ ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. રાત્રે નવ વાગે સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં સાધુ સંતો તેમજ વિ.હિ.પ. બજરંગ દળના આગેવાનો પણ જોડાશે. રથયાત્રા સમિતિના સ્વયંસેવકો દ્વારા તમામ રીતે રથયાત્રાની વ્યવસ્થા સંભાળવામાં આવશે. રથયાત્રા બેઠલા પુલના ડાયવર્ઝન પાસેથી નિયત રૃટમાં પસાર થશે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved