Last Update : 30-June-2011, Thursday
 

એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી

બગૈર બારાતી બોલીવૂડ બેબી કા બેન્ડ બજ ગયા
આઇફા એવોર્ડ જીતીને આવેલી અભિનેત્રી એરપોર્ટની ગ્રીન ચેનલમાંથી સરકી જવાનો પ્રયાસ કરતા ઝડપાઇ હતી

(પી.ટી.આઇ.) મુંબઇ તા.૮
મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાખોની કિંમતની જ્વેલરી સાથે ડયુટી ભર્યા વિના ગ્રીન ચેનલમાંથી નીકળવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયેલી અભિનેત્રી અનુષ્કા શર્માને નવ-દસ કલાકની આકરી પૂછપરછ બાદ જવા દીધી હતી.
એરપોર્ટ કસ્ટમ્સના કમિશનર પી.એમ. ગોવંડેએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે અનુષ્કાનું સ્ટેટમેન્ટ લીધા પછી તેને જવા દેવામાં આવી હતી. આ કેસમાં જરૃર પડયે ફરી તેને બોલાવવામાં આવશે.
ગઇ મધરાતે અઢી વાગ્યે કેનેડાના ટોરન્ટોથી વિમાન માર્ગે આવી પહોંચેલી 'બેન્ડ બાજા બારાત'ની એકટ્રેસ અનુષ્કાએ મુંબઇ એરપોર્ટની ગ્રીન ચેનલમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો ત્યારે એર-ઇન્ટેલિજન્સ યુનિટના ઓફિસરોએ તેને ઝડપી લીધી હતી. તેના સામાનની તપાસ કરવામાં આવતા ડયુટીપાત્ર ૩૫ લાખની જ્વેલરી, કિમતી ઘડિયાળો અને બીજી ઇમ્પોર્ટેડ ચીજો હાથ લાગી હતી જે પેસેન્જર પાસે કરપાત્ર ચીજો હોય તે ગ્રીન ચેનલમાંથી પસાર ન થઇ શકે. આમ છતાં મિનિષા લાંબા અને બિપાશા બસુની જેમ અનુષ્કાએ પણ સરકી જવાનો પ્રયાસ કરતા તેને અટકાવવામાં આવી હતી.
અનુષ્કાએ કસ્ટમ્સ સત્તાવાળાને જણાવ્યું હતું કે તે ભારતથી 'આઇફા' એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે ટોરન્ટો ગઇ ત્યારે અહીંથી જ આ સોના અને હીરાના દાગીના લઇ ગઇ હતી. તેણે આ બધી જ જ્વેલરી કસ્ટમ્સ સત્તાવાળા સમક્ષ નોંધાવી હતી એટલે આ ડયુટીપાત્ર જ્વેલરી નહોતી.
કસ્ટમ્સ સત્તાવાળાએ જણાવ્યું હતું કે આ જ્વેલરી અનુષ્કા ડિકલેર કરીને લઇ ગઇ હતી એવા દાવાની અમે પૂરી તપાસ કરી રહ્યા છીએ.
અનુષ્કાને ટોરન્ટોમાં 'આઇફા' તરફથી 'બેન્ડ બાજા બારાત' ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુંબઇ પાછી ફર્યા બાદ તેના સામાનમાંથી કિમતી હીરાજડિત સોનાના દાગીના અને અત્યંત મૂલ્યવાન ઘડિયાળો મળી આવી હતી.
કસ્ટમ્સના સૂત્રોએ આપેલી માહિતી મુજબ અનુષ્કાએ કેનેડામાં ખરીદેલી બે ઘડિયાળોની કિંમત નવ લાખ રૃપિયાની આસપાસ છે. આ ઘડિયાળની ખરીદીનું બિલ રજૂ કરવાનું તેને કહેવામાં આવ્યું છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved