Last Update : 30-June-2011, Thursday
 
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...

 

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં વધુ મક્કમ બની રહેલી સુધારાની ચાલ ક્રૂડ તેલમાં પણ વધુ સુધારો તાંબુ, નિકલ અને સીસામાં દોઢા કામકાજ
કૃષિચીજોમાં ખાંડ, મેન્થા તેલ, બટેટા, સીપીઓ વધ્યા ધાણા અને કપાસ ઢીલા
મુંબઇ, તા.૨૯
ગત દિને એમસીએક્સ પર ૭,૧૧,૨૯૯ સોદામાં રૃ.૪૨,૫૩૮.૭૮ કરોડનું ટર્નઓવર થયું હતું, જે તેની પૂર્વેના દિને રૃ.૪૨,૯૩૫.૫૪ કરોડનું થયું હતું. ગત દિનના કુલ કામકાજમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૨૧,૪૪૪.૨૪ કરોડનો હતો. સોનામાં રૃ.૬,૧૪૯.૬૩ કરોડનાં ૨૭,૭૮૦ કિલો અને ચાંદીમાં રૃ.૧૫,૨૯૪.૪૧ કરોડની ૨,૯૮૬.૦૧૬ ટન ચાંદીના વેપાર થયા હતા. ક્રૂડ તેલમાં રૃ.૧૦,૧૬૨.૨૪ કરોડનાં ૧,૪૩,૮૪,૫૦૦ બેરલ્સના વેપાર થયા હતા.
આજે સાંજે પાંચ વાગ્યા સુધીના સત્રમાં ગઈકાલ કરતાં કામકાજમાં થોડો વધારો થયો હતો. આજે ૩,૨૯,૧૧૨ સોદામાં રૃ.૧૮,૯૩૮.૪૮ કરોડના વેપાર થયા હતા, જે ગઈકાલે રૃ.૧૬,૮૪૫.૮૭ કરોડના થયા હતા. આજના કામકાજમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૯,૬૧૦.૩૪ કરોડથી ઘટી રૃ.૯,૨૬૭.૯૮ કરોડનો રહ્યો હતો. આજે બંને કિંમતી ધાતુઓમાં ગઈકાલને મુકાબલે વેપાર ઓછા થયા હતા, પણ ભાવમાં સુધારાનો દોર જળવાઈ રહી ભાવ વધુ સુધર્યા હતા. આજે સોનામાં ૩૨,૩૫૬ સોદામાં રૃ.૨,૪૭૮.૭૪ કરોડનાં ૧૧,૧૮૬ કિલોનાં કામ થયાં હતાં, જે ગઈકાલે રૃ.૨,૭૩૧.૫૯ કરોડનાં ૧૨,૩૫૦ કિલોના થયા હતા. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩,૨૮૩ કિલો હતો. ચાલુ વાયદામાં રૃ.૧,૯૭૨.૬૫ કરોડનાં ૮,૮૯૯ કિલો, મિની વાયદામાં રૃ.૪૯૨.૮૩ કરોડનાં ૨,૨૨૮ કિલો, ગિનીમાં રૃ.૧૦.૭૦ કરોડનાં ૪૮ કિલો અને ગોલ્ડ-પેટલમાં રૃ.૨.૫૬ કરોડનાં ૧૨ કિલોના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ અનુક્રમે ૧૭,૮૧૩ કિલો, ૫,૨૫૭ કિલો, ૧૬૯ કિલો અને ૪૪ કિલો હતો.
સોનાના વાયદા આજે રૃ.૩૨થી રૃ.૫૩ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ વાયદામાં ઓગસ્ટ રૃ.૪૮ વધી રૃ.૨૨,૧૫૨, ઓક્ટોબર રૃ.૫૨ વધી રૃ.૨૨,૪૨૨, ડિસેમ્બર રૃ.૩૨ વધી રૃ.૨૨,૭૬૧ અને ફેબ્રુઆરી-૧૨ વાયદો રૃ.૩૮ વધી રૃ.૨૩,૦૮૫ રહ્યા હતા. મિની વાયદામાં જુલાઈ રૃ.૫૨ વધી રૃ.૨૧,૯૯૭, ઓગસ્ટ રૃ.૫૩ વધી રૃ.૨૨,૧૬૭ અને સપ્ટેમ્બર રૃ.૪૬ વધી રૃ.૨૨,૩૨૩ રહ્યા હતા. ગિનીના વાયદા રૃ.૪૧થી રૃ.૫૨ જેટલા અને પેટલના વાયદા રૃ.૨થી રૃ.૪ વધ્યા હતા. ગિનીનો જૂન વાયદો સૌથી વધુ રૃ.૫૨ વધી રૃ.૧૭,૬૦૮ રહ્યો હતો.
ચાંદીના વેપારમાં ગઈકાલને મુકાબલે સાધારણ ઘટાડો હતો. આજે ૧,૧૯,૫૪૦ સોદામાં રૃ.૬,૭૮૯.૧૪ કરોડની ૧,૩૧૭.૯૫૩ ટન ચાંદીના વેપાર થયા હતા, જે ગઈકાલે રૃ.૬,૮૭૮.૭૫ કરોડની ૧,૩૪૬.૭૭૪ ટનના થયા હતા. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૯૩૮.૨૦૩ ટનનો હતો. ચાંદીનાં ચાલુ વાયદામાં રૃ.૪,૯૭૧.૨૭ કરોડની ૯૬૬.૧૫૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૫૧૧.૬૧ કરોડની ૨૯૨.૬૧૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૦૬.૨૬ કરોડની ૫૯.૧૮૮ ટન ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ અનુક્રમે ૬૪૮.૬૩૦ ટન, ૨૧૩.૩૦૫ ટન અને ૭૬.૨૬૮ ટનનો હતો.
ચાંદીના વાયદા આજે વધુ ઊંચકાયા હતા. આજે ભાવમાં સુધારાની રેન્જ રૃ.૬૨૩થી રૃ.૭૬૨ જેટલી વ્યાપક હતી. ચાલુ વાયદામાં જુલાઈ રૃ.૭૦૬ વધી રૃ.૫૧,૩૫૬, સપ્ટેમ્બર રૃ.૭૫૩ વધી રૃ.૫૨,૩૧૫, ડિસેમ્બર રૃ.૭૬૨ વધી રૃ.૫૩,૩૧૦ અને માર્ચ-૧૨ સૌથી ઓછો રૃ.૬૨૩ વધી રૃ.૫૪,૩૧૮ રહ્યા હતા. મિની વાયદામાં જૂન રૃ.૭૦૧ વધી રૃ.૫૧,૩૬૯, ઓગસ્ટ રૃ.૭૩૮ વધી રૃ.૫૨,૩૪૭, નવેમ્બર રૃ.૭૪૭ વધી રૃ.૫૩,૩૮૫ અને ફેબ્રુઆરી-૧૨ રૃ.૬૫૦ વધી રૃ.૫૪,૫૦૬ રહ્યા હતા. માઈક્રો વાયદા રૃ.૬૯૪થી રૃ.૭૨૯ની રેન્જમાં વધ્યા હતા. જૂન વાયદો રૃ.૬૯૪ વધી રૃ.૫૧,૩૭૧ રહ્યો હતો.
પ્લેટિનમમાં આજે ૩ સોદામાં રૃ.૬૧ લાખનાં ૩ કિલોનાં કામ થયાં હતાં. સપ્ટેમ્બર વાયદો રૃ.૫.૫૦ વધી રૃ.૨,૪૫૦ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં આજે કામકાજનું જોર સારું હતું અને બધી ધાતુઓના વેપારમાં વૃદ્ધિ નોંધાઈ હતી. તાંબુ, નિકલ અને સીસામાં તો દોઢગણાથી વધુ મોટા કામ થયાં હતાં. તાંબામાં રૃ.૨,૮૨૬.૭૪ કરોડનાં ૬૮,૯૧૧ ટન, નિકલમાં રૃ.૯૧૨.૨૭ કરોડનાં ૮,૮૭૨.૨૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૧૫૩.૭૬ કરોડનાં ૧૩,૬૩૦ ટન, સીસામાં રૃ.૭૫૫.૭૧ કરોડનાં ૬૪,૯૬૦ ટન અને જસતમાં રૃ.૪૮૧.૯૭ કરોડનાં ૪૭,૪૫૦ ટનના વેપાર થયા હતા. મિની વાયદામાં એલ્યુમિનિયમમાં રૃ.૨૩.૪૬ કરોડનાં ૨,૦૭૭ ટન, સીસામાં રૃ.૧૬૮.૫૨ કરોડનાં ૧૪,૪૮૧ ટન અને જસતમાં રૃ.૧૪૮.૧૭ કરોડનાં ૧૪,૫૬૯ ટનનાં કામ થયાં હતાં. તાંબુ, નિકલ, સીસું અને જસતના વાયદામાં સર્વાંગી સુધારો હતો. એલ્યુમિનિયમમાં મિશ્ર વધઘટ હતી. તાંબાના વાયદા રૃ.૪.૧૫થી રૃ.૪.૪૦, નિકલના રૃ.૧૦.૮૦થી રૃ.૧૨.૨૦, સીસાના ૮૫ પૈસાથી ૯૫ પૈસા અને જસતના ૨૦થી ૩૦ પૈસા વધ્યા હતા. એલ્યુમિનિયમમાં ૫થી ૨૦ પૈસાની મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૫૯થી રૃ.૮૦ની વૃદ્ધિ રહી હતી, જ્યારે નેચરલ ગેસમાં રૃ.૧.૩૦નો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ તેલનો જુલાઈ વાયદો સૌથી વધુ રૃ.૮૦ વધી રૃ.૪,૨૩૨ અને નેચરલ ગેસનો જુલાઈ વાયદો રૃ.૧.૩૦ ઘટી રૃ.૧૯૫.૯૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં રૃ.૩,૬૦૭.૧૧ કરોડનાં ૮૫,૬૦,૯૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૧૫૪.૫૧ કરોડનાં ૭૮,૪૭,૫૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં રિફાઈન્ડ સોયાતેલના વાયદાઓ રૃ.૫.૬૦થી રૃ.૯.૮૦ અને સીપીઓના વાયદા રૃ.૫.૨૦થી રૃ.૮.૯૦ની રેન્જમાં વધ્યા હતા. રિફાઈન્ડ સોયાતેલનો જુલાઈ વાયદો રૃ.૫.૬૦ વધી રૃ.૬૩૭.૨૫ અને સીપીઓ જૂન વાયદો રૃ.૫.૨૦ વદી રૃ.૪૭૮.૭૦ બંધ રહ્યા હતા. એલચીનો જુલાઈ વાયદો રૃ.૨.૪૦ ઘટી રૃ.૮૪૯.૫૦ બંધ હતો, જ્યારે અન્ય વાયદા રૃ.૨થી રૃ.૧૩.૩૦ વધીને બંધ થયા હતા. ધાણાનો સપ્ટેમ્બર વાયદો રૃ.૧૨૧ ઘટી બંધમાં રૃ.૪,૪૫૯ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરના ત્રણેય વાયદાઓમાં રૃ.૧૯થી રૃ.૨૩ વધ્યા હતા. ખાંડ-એમ કોલ્હાપુર જુલાઈ વાયદો રૃ.૧૯ વધી રૃ.૨,૬૯૪ થયો હતો. બટેટાની જાતોમાં આગ્રાનો જુલાઈ વાયદો રૃ.૧.૪૦ અને ઓગસ્ટ રૃ.૩.૬૦ વધવા સામે સપ્ટેમ્બર વાયદો રૃ.૧.૬૦ ઘટી બંધમાં રૃ.૪૨૬.૭૦ રહ્યો હતો. બટેટા-તારકેશ્વરના ત્રણેય વાયદા રૃ.૩.૫૦થી રૃ.૫.૨૦ જેટલા વધ્યા હતા. બટેટા-તારકેશ્વર જુલાઈ વાયદો રૃ.૫.૨૦ વધી રૃ.૪૬૫.૩૦ બંધ રહ્યો હતો. મેન્થા તેલમાં રૃ.૧૧.૮૦થી રૃ.૧૪.૭૦નો સુધારો ભાવમાં રહ્યો હતો. મેન્થા તેલ જૂન વાયદો રૃ.૧૧.૮૦ વધી બંધમાં રૃ.૮૭૮.૨૦ રહ્યો હતો. કપાસનો માર્ચ-૧૨ વાયદો રૃ.૯.૧૦ અને એપ્રિલ-૧૨ વાયદો રૃ.૧.૩૦ ઘટી અનુક્રમે રૃ.૬૭૨.૭૦ અને રૃ.૬૭૫ બંધ રહ્યા હતા. રિફાઈન્ડ સોયાતેલમાં ૨૦૦ ટન, સીપીઓમાં ૪૨,૦૭૦ ટન, એલચીમાં ૪૨૯ ટન, ધાણાનાં ૧૪૦ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં ૧૪,૯૭૦ ટન, બટેટા-આગ્રામાં ૨૮,૭૭૦ ટન, બટેટા-તારકેશ્વરમાં ૩,૫૪૦ ટન, મેન્થા તેલમાં ૧,૫૮૦ ટન અને કપાસમાં ૪૫૨ ટનના વેપાર થયા હતા.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved