Last Update : 30-June-2011, Thursday
 
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું

 

વિશ્વ બજારમાં ડોલર નબળો પડતાં સોનાના ભાવો ઉછળી ૧૫૧૦ ડોલરની ઉપર જતા રહ્યા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોન ા-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોદીઠ રૃ.૩૦૫ વધ્યા હતા જયારે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૪૦ વધી ફરી રૃ.૨૨૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. વિશ્વ બજારમાં ભાવો વધ્યાના સમાચારો હતા. ડોલર નરમ પડતાં વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં આજે ઘટાડે વિશ્વ બજારમાં ભાવો ઉછળતાં ઘરઆંગણે પણ આજે સોના-ચાંદીમાં ઘટાડે નવી વેચવાલી અટકી હતી. મુંબઈમાં આજે ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૨૧૫૦ વાળા રૃ.૫૨૨૯૦ ખુલી રૃ.૫૨૪૫૫ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૨૪૫૦થી ૫૨૫૦૦ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૧૯૯૦ વાળા રૃ.૨૨૦૧૫ ખુલી રૃ.૨૨૦૩૦ તથા ૯૯.૯૦ના ભાવો રૃ.૨૨૦૯૫ વાળા રૃ.૨૨૧૨૦ ખુલી રૃ.૨૨૧૩૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૫૦૨ વાળા ઉંચામાં ૧૫૧૦.૪૦ ડોલર થઈ સાંજે ૧૫૦૯.૫૦ ડોલર રહ્યાના હતા. જયારે ચાંદીના ભાવો ૩૩.૯૬ વાળા આજે ઉંચામાં ૩૪.૪૩ ડોલર થઈ સાંજે ૩૪.૩૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલરના ભાવો રૃ.૪૫.૦૩ વાળા આજે ઉંચામાં રૃ.૪૫.૦૪ રહ્યા પછી ઝડપી ઘટી રૃ.૪૪.૮૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ આજે ડોલર નબળો પડતાં સોના તથા ચાંદીમાં ઘટયા મથાળે હેજફંડોની ખરીદી વધ્યાની ચર્ચા હતી.
ખાંડમાં નવો ઉછાળો ઃ હાજર ભાવો ઉંચામાં રૃ.૨૯૦૦ની સપાટીને પાર કરી ગયા
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં તેજી આગળ વધી હતી, જુલાઈ મહિનાનો કવોટા ઓછો અપાતાં તથા જૂનનો સિલ્લક કવોટા ૧૫મી જુલાઈ સુધી વેંચવાની છૂટ અપાતાં બજારમાં વેચવાલી અટકી લેવાલી વધ્યાના નિર્દેશો હતા. મિલોના ટેન્ડરોમાં પણ તેજીનો ચમકારો આવ્યો હતો. કવોટા જાહેર સથયા પછી મંગળવારે સાંજે નાકાના ભાવો વધીને રૃ.૨૬૫૫થી ૨૬૮૦ તથા સારાના રૃ.૨૭૦૫થી ૨૭૮૦ બોલાયા હતા તે આજે વધુ વધીને નાકા ડિલીવરીમાં રૃ.૨૭૦૦તી ૨૭૧૦ તથા સારાના રૃ.૨૭૬૦થી ૨૮૬૦ રહ્યા હતા. હાજર ભાવો રૃ.૭૫થી ૧૦૦ ઉછળી રૃ.૨૭૨૦થી ૨૭૬૨ તથા સારાના રૃ.૨૭૭૬થી ૨૯૩૧ બોલાયા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૬૮૦થી ૨૭૨૫ તથા સારાના રૃ.૨૭૪૦થી ૨૮૩૫ રહ્યાના સમાચારો હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૭૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, તાજેતરમાં કેન્દ્ર સરકારે જે પાંચ લાખ ટનની વધુ નિકાસ કરવાની છૂટ આપી હતી એ માટે સરકારે મિલો પાસે નિકાસ માટે અરજીઓ મંગાવવાનું શરૃ કર્યાના સમાચારો હતા. મિલોએ નિકાસ કવોટા મેળવવા ૪૫ દિવસની અંદર આવી અરજીઓ કરવાની રહેશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
એરંડા વાયદા તથા હાજરમાં સામસામા રાહ ઃ વિશ્વ બજારમાં ખાદ્યતેલોમાં તેજીનું હવામાન
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં આંચકા પચાવી ભાવો ફરી વધી રૃ.૪૭૦૦ની સપાટી પાર કરી ગયા હતા. મુંબઈ એરંડા સપ્ટે.ના ભાવો રૃ.૪૬૬૫ વાળા આજે રૃ.૪૬૭૫ ખુલી નીચામાં રૃ.૪૬૫૦ રહ્યા પછી ઉછળી રૃ.૪૭૨૦ બંધ રહ્યા હતા. ૧૨૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ વરસાદની રાહે મુંબઈ વાયદામાં આજે ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૯૪૦ વાળા જો કે રૃ.૪૮૭૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૧૨થી ૧૪ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૧૦૦૪, એફએસજીના રૃ.૧૦૧૪ તથા એફએસજી કંડલાના રૃ.૯૯૩ રહ્યા હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૪૦ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં બાવો સાંજે ૪૪ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૪૬ પોઈન્ટ વધ્યાના નિર્દેશો હતા. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૩૨.૭૦ વાળો આજે છેલ્લે રૃ.૬૩૮.૯૦ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો વધતાં સોયાતેલ તથા પામતેલના ભાવો વધી આવ્યાની ચર્ચા હતી. દરમિાન, મુંબઈ હાજર બજારમાં આજે ભાવો પામતેલના રૃ.૫૩૪, સોયાતેલ રિફા.ના રૃ.૬૨૪, સિંગતેલના રૃ.૯૩૫, કપાસિયા તેલના રૃ.૬૪૦, કોપરેલના રૃ.૯૪૦, સનફલાવરના રૃ.૬૩૫ તથા રિફા. રૃ.૬૯૦ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો સિંગતેલના રૃ.૯૧૦ તથા ૧૫ કિલોના રૃ.૧૪૦૫ રહ્યાના સમાચારો હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૩૨૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળોના ભાવો ટકેલા રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત-સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૨૦થી ૨૨ હજાર ગુણી આવી હતી અને મથકોએ હાજર એરંડાના ગામડાના ભાવો રૃ.૯૮૫થી ૯૯૦ રહ્યાના સમાચારો હતા. વરસાદ અપેક્ષાથી ઓછો રહેતાં ચિંતા બતાવાતી હતી. રાજકોટ વાયદો રૃ.૪૬૭૬ ખુલી છેલ્લે રૃ.૪૭૧૮ રહ્યાના નિર્દેશો હતા. હૈદ્રાબાદ બાજુ આજે ભાવો છેલ્લે એરંડાના રૃ.૪૭૦૦ તથા દિવેલમાં રૃ.૯૭૦થી ૯૭૫ રહ્યાના સમાચારો હતા.
રૃમાં પાકિસ્તાનમાં મોટા પાકની આશા ઃ આયાતમાં જંગી ઘટાડો થશે
ન્યુયોર્કમાં નજીકની ડિલીવરીનો વાયદો ૧૦૯ પોઈન્ટ તૂટયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૯
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. મથકોએ સ્પોટ પર મિલોની નવી માંગ પાંખી રહી હતી. વેચવાલો ઉંચા ભાવો બોલી રહ્યા હતા છતાં કામકાજો થતા ન હતા. જીનરોએ તેમના માટે અલગ નિકાસ કવોટા આપવા માગણી કર્યાની ચર્ચા હતી. દરમિયાન, સ્પોટ પર આજે ભાવો ગુજરાત કલ્યાણના રૃ.૧૮૦૦૦થી ૨૨૦૦૦ બોલાઈ રહ્યા હતા જયારે ગુજરાત સંકર-૪ના ભાવો નીચામાં રૃ.૩૦૦૦૦થી ૩૫૦૦૦ તથા સારાના રૃ.૩૮૦૦૦થી ૩૯૦૦૦ રહ્યાના નિર્દેશો હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રૃ.૩૭૦૦થી ૩૯૦૦ રહ્યા હતા. મહારાષ્ટ્ર તથા એમ.પી. બાજુ ભાવો નીચામાં ફરધર પાકના માલોના રૃ.૨૮૦૦૦થી ૩૨૦૦૦ તથા ઉંચામાં સારા માલોના રૃ.૩૮૦૦૦થી ૩૯૦૦૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે નજીકની ડિલીવરીમાં ૧૦૯ પોઈન્ટની નરમાઈ જયારે ત્યાર પચીની ડિલીવરીઓમાં ધીમો સુધારો બતાવી રહ્યા હતા.દરમિયાન, પાકિસ્તાનમાં રૃનો પાક મોટો આવવાની આશાએ પાક્સ્તાન દ્વારા થતી રૃની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. પાકિસ્તાને રૃની આયાત પાછલા વર્ષે આશરે ૨૦ લાખ ગાંસડી કરી હતી તે હવે નવા પાક વર્ષમાં ઘટીને માંડ ૫ લાખ ગાંસડી થવાની શક્યતા બતાવાઈ છે. પાકિસ્તાનમાં નવા પાક માટે વાવેતરનો વિસ્તાર ૨૬ ટકા વધીને ૮૨ લાખ એકર્સમાં થયું છે. અને પાક ૧૧૦ લાખ ગાંસડીથી વધીને ૧૪૯.૭૦ લાખ ગાંસડી થવાની શક્યતા ત્યાના તજજ્ઞાોએ બતાવી છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved