Last Update : 30-June-2011, Thursday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૨૬-૬-૨૦૧૧ રવિવારથી તા. ૨-૭-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

જેઠ મહિનાની સમાપ્તિ અને અષાઢી નવરાત્રિના પ્રારંભે નોકરી-ધંધા, ઘર-પરિવારના કામકાજમાં એક દિવસ સાનુકૂળતાનો, આનંદ રહે જ્યારે એક દિવસ ચંિતા-ઉદ્વેગ-અશાંતિ-ઉશ્કેરાટ-ગુસ્સામાં પસાર થાય. ધર્મકાર્ય થાય. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. સંતાનના વિદ્યાભણતરના પ્રશ્ને ચંિતા-ખર્ચ રહે. સ્કૂલ-કોલેજ-હોસ્ટેલ કે વાહનના કારણે સંતાનની ચંિતા અનુભવો. નોકરી ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે. કોઈને મળવાનું થાય. નોકરી માટે ઈન્ટરવ્યુ કોલ આવે. ધંધામાં આકસ્મિક ધંધા-આવકથી હળવાશ અનુભવો. તા. ૨૬ જુન રવિ ઘર-પરિવારના કામમાં ઉતાવળ, ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહંિ. ૨૭ સોમ નોકરી ધંધાના કામમાં ધીરજ, શાંતિ, સાવધાની રાખવી. ૨૮ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૯ બુધ વેપાર-ધંધામાં, અનાજ કરિયાણાના, સ્ટેનરીના ધંધામાં નુકશાન, બગાડથી સંભાળવું. ૩૦ ગુરુ ભાઈભાંડુ નોકર-ચાકર સહકાર્યકર ઉપરીવર્ગથી ચંિતા-પરેશાની. ૧ શુક્ર જેઠ વદ અમાવસ્યાનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

આપને અષાઢી નવરાત્રિના પ્રારંભથી નોકરી-ધંધાના ઘર-પરિવારના કામકાજમાં સાનુકૂળતા રહે. પરંતુ જેઠ મહિનાનું છેલ્લું સપ્તાહ ખર્ચ ચંિતા ઉચાટમાં પસાર થાય. તમારા સ્વભાવના કારણે, તમારી ભૂલના કારણે, શારીરિક-માનસિક અસ્વસ્થતા ઘર-પરિવારમાં, નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં અનુભવો. સાંસારિક જીવનમાં, જાહેર સંસ્થાકીય કામમાં શાંતિ જણાય નહિ. સાસરીપક્ષમાં, સંતાનની સાસરીપક્ષમાં બિમારી-ચંિતા-વિવાદનું આવરણ આવી જાય. ભાગીદારીવાળી ધંધાની જગ્યામાં, ભાડાની જગ્યામાં કે આડોશ-પાડોશના પ્રશ્નમાં તકલીફ અનુભવો. રસ્તામાં આવતા-જતા કે વાહન ચલાવતા ખાડા-ટેકરા-ભુવા, બમ્પનો ખ્યાલ ન આવતા, ન દેખાતા તકલીફ થાય. તા. ૨૬ જુન રવિ નાણાંકીય ચંિતા-મુંઝવણ-અશાંતિ. ૨૭ સોમ નોકરી-ધંધાના, શેરોના કામમાં સાવધાની રાખવી. ૨૮ મંગળ માનસિક પરિતાપ રહે. ૨૯ બુધ ચિત્તભ્રમ-બુઘ્ધિભ્રમ-દ્રષ્ટિભ્રમથી તકલીફ અનુભવો. ૩૦ ગુરુ શાંતિથી દિવસ પસાર કરવો. ૧ જુલાઈ શુક્ર સામાજિક વ્યવહારિક-કૌટુંબીક-ચંિતા ખર્ચ. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે કામકાજમાં પ્રગતિ.

 

મિથુન (ક.છ.ઘ.)

જેઠ મહિનાની સમાપ્તિનો સમય આધિ-વ્યાધિ-ઉપાધિનો રહે. એક ચંિતા-ઉપાધિ-ખર્ચ હોય, એટલામાં અન્ય ચંિતા-ઉપાધિમાં એવા અટવાયેલા રહો કે જેથી આપને શાંતિ, રાહત જણાય નહંિ. દેવાદાર વ્યક્તિને ધોળા દિવસે તારા દેખાય, રાત્રે ઉંઘ આવે નહંિ. સરકારી-ખાતાકીય-કાનૂની પ્રશ્નમાં પોલીસ કાર્યવાહીમાં પીછેહઠ અનુભવાય. તકલીફ પરેશાની વધતી જણાય. શેરોમાં સોના-ચાંદી-તાંબાના-મકાન-જમીન-રંગ-રસાયણ, ઇલેકટ્રીક, કોમ્પ્યુટરના ધંધામાં સંભાળવું. બિમાર વ્યક્તિને માટે ચંિતાજનક સમય રહે. તા. ૨૬ જુન રવિ સંતાન-પરિવારના માટે ખર્ચ-ચંિતા. ૨૭ સોમ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૮ મંગળ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા સંભાળવું. ૨૯ બુધ બજારોની હવામાનની વધઘટમાં સાવચેતી રાખવી. ૩૦ ગુરુ હૃદય-મનની વ્યગ્રતા, બેચેની. ૧ જુલાઈ શુક્ર શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૨ શનિ અષાઢ મહિનાના પ્રથમ દિવસે બપોર પછી રાહત.

 

કર્ક (ડ.હ.)

જેઠ મહિનાની સમાપ્તિ અને અષાઢી નવરાત્રિના આરંભમાં આપનું હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. જેમનું જન્મવર્ષ આ સપ્તાહમાં બદલાતું હોય તેમણે તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. અન્યના વિવાદ-બિમારી, ચંિતા-ખર્ચમાં તમારી મુશ્કેલી, મુંઝવણ વધી જાય. સરકારી-કાનૂની પ્રશ્નમાં, ઈન્કમટેક્ષના કામકાજમાં, સરકારી નોકરીના પ્રશ્નમાં ગાફેલ રહેવું નહંિ. અગત્યના પ્રશ્નમાં આળસ-બેકાળજી-લાપરવાહી રાખવી નહિ. આંખમાં કસ્તર-જીવાત પડવાથી અન્ય બિમારી, શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે. કૌટુંબિક કોઈની બિમારી ચંિતાજનક રહે. તા. ૨૬ જુન રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૨૭ સોમ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૨૮ મંગળ શેરોના, સોના-ચાંદી-તાંબાના વેપાર ધંધામાં સંભાળવું. ૨૯ બુધ ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહંિ. ૩૦ ગુરુ આકસ્મિક ચંિતા-ઉપાધિ. ૧ જુલાઈ શુક્ર તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે આનંદ રહે.

 

સંિહ (મ.ટ.)

જેઠ મહિનાની સમાપ્તિ અને અષાઢી નવરાત્રિના પ્રારંભે આપના હૃદય-મનની પ્રસન્નતા, આનંદમાં વધારો થાય. સંતાનના કામમાં પ્રગતિ જણાય. આકસ્મિક સફળતા મળે. ધર્મકાર્યથી ખર્ચ થાય. યાત્રા-પ્રવાસ થાય. નોકરી-ધંધાના જુનો સંબંધો, સંસ્મરણો તાજા થાય. સીઝનલ ધંધામાં આવક આવવાથી નાણાંની લેવડ-દેવડનો વ્યવહાર સચવાઈ રહે. નોકરીમાં બદલી માટેનો પ્રયત્ન કર્યો હોય, નોકરીની ફેરફારી માટેની વાતચીત ચાલતી હોય તો તેમાં સાનુકૂળ પ્રગતિ જણાય. પત્ની-સંતાનના નામે ધંધો હોય તો તેમાં ધંધો આવક થાય. તા. ૨૬ જુન રવિ, કામકાજમાં પ્રગતિ. ૨૭ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૨૮ મંગળ કામકાજમાં ચંિતા-ઉચાટ રહે. ૨૯ બુધ નોકરી ધંધામાં ઉતાવળ કર્યા વગર, શાંતિથી કામકાજ કરવું. ૩૦ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧ જુલાઈ શુક્ર જેઠ વદ અમાસનો દિવસ શાંતિથી પસાર કરવો. ૨ જુલાઈ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે કામકાજમાં પ્રગતિ, ધર્મકાર્ય થાય.

 

કન્યા (પ.ઠ.ણ.)

જેઠ મહિનાની સમાપ્તિમાં નોકરી-ધંધાના, ઘર પરિવારના, વડીલવર્ગના આરોગ્યના પ્રશ્નમાં ચંિતા-ઉચાટ-ખર્ચ વિચારોમાં અટવાયેલા રહો. આપ હરો-ફરો પરંતુ હૃદય-મનની આંતરિક મનોવ્યથા ન કોઈને કહી શકો કે ન સહી શકો. તમારા ઘર, પરિવાર, કુટુંબના પ્રશ્નમાં નોકરી-ધંધાના પ્રશ્નમાં તમારે ધીરજ, શાંતિ, કુનેહ અને દીર્ઘદ્રષ્ટિ રાખવી પડે. પત્ની સંતાનના આરોગ્યની ચંિતા રહે. મકાન-વાહનથી ચંિતા-ખર્ચ જણાય. માતાપિતા-વડીલવર્ગના પ્રશ્ને ચંિતા રહે. તે સિવાય નિકટના સ્વજન-સ્નેહી મિત્રવર્ગને મળવાનું થાય. ભૂતકાળના સંસ્મરણો તાજા થાય. સીઝનલ ધંધો મળી રહે. ધર્મકાર્ય થાય. તા. ૨૬ જુન રવિ ઘર-પરિવારમાં શાંતિ રાખવી પડે. ૨૭ સોમ, નોકરી-ધંધામાં નુકશાની-ચંિતા, વિવાદ. ૨૮ મંગલ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ૨૯ બુધ વિચારોની એકાગ્રતા-શાંતિ જણાય નહંિ. ૩૦ ગુરૂ અન્યના કારણે ચંિતા-ખર્ચ. પરિસ્થિતિમાં અશાંતિ. ૧ જુલાઈ શુક્ર, આકસ્મિક કોઈને મળવાનું થાય. ખર્ચ થાય. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે બપોર પછી હળવાશ-રાહત-આનંદ અનુભવો.

 

તુલા (ર.ત.)

જેઠ મહિનાની સમાપ્તિ દરમ્યાન શારીરિક, માનસિક વ્યથા પીડાના કારણે પોતાના રોજંિદા કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો. નાણાંકીય લેવડ-દેવડના વ્યવહાર અંગે, નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા-મુંઝવણમાં રહો. સગા-સંબંધી મિત્રવર્ગની ચંિતા. નકારાત્મક વિચારો, અસરથી તમે શાંતિથી ઊંઘી શકો નહંિ કે તમારા કામમાં એકાગ્રતા જાળવી શકો નહંિ. રસ્તામાં આવતા-જતા વાહન ચલાવતા ખાડા-ટેકરા-ભુવાથી-બમ્પથી-દ્રષ્ટિભ્રમથી પડવા વાગવાથી સંભાળવું. સાંસારિક જીવનમાં કલહ-અશાંતિ વિવાદના સંબંધ-વ્યવહારમાં, કૌટુંબિક પ્રશ્નમાં આપ અકળાયેલા-મુંઝાયેલા રહો. તા. ૨૬ જુન રવિ કામકાજમાં પ્રગતિ-સાનુકૂળતા. ૨૭ સોમ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૨૮ મંગળ આકસ્મિક ઉપાધિ-ઉદ્વેગ-અશાંતિ. ૨૯ બુધ તન-મન-ધનથી-વાહનથી પડવા-વાગવાથી સંભાળવું. ૩૦ ગુરુ યાત્રા-પ્રવાસ મુલાકાતમાં સાવધાની રાખવી. ૧ જુલાઈ શુક્ર આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે આજે ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

જેઠ મહિનાની સમાપ્તિ આપને આધિ-વ્યાધિ તેમજ ઉપાધિમાંથી પસાર કરાવે. શારીરિક-માનસિક તમારી અસ્વસ્થતા કે અન્યની બિમારી-ચંિતા-ખર્ચ-દોડધામના કારણે આપને શાંતિ-રાહત જણાય નહંિ. રસ્તામાં આવતા-જતાં વાહન ચલાવતા પડવા-વાગવાથી સંભાળવું. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, યાત્રા પ્રવાસના પ્રશ્નમાં રૂકાવટ-ચંિતા રહે, આરોગ્યનું ઘ્યાન રાખવું. નોકરી, ધંધામાં સલામતી, સાવધાની રાખવી. અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા આનંદ અનુભવાય. બિમાર વ્યક્તિ માટે મસ્તકમાં દર્દપીડા, ચક્કર આવતા હોય તેમણે આ સપ્તાહ દરમ્યાન વિશેષ કાળજી રાખવી. તા. ૨૬ જુન રવિ માનસિક પરિતાપ. ૨૭ જુન શાંતિથી વિચારપૂર્વક કામકાજ કરવું. ૨૮ મંગળ શેરોના વેપાર-ધંધામાં કામકાજમાં સાવધાની રાખવી. ૨૯ બુધ વિચારોની એકાગ્રતા-સ્થિરતા રાખવી. ૩૦ ગુરુ શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૧ જુલાઈ શુક્ર આકસ્મિક આધિ-વ્યાધિ-ઉપાધિ. ૨ શનિ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ-રાહત અનુભવતા જાવ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

જેઠ મહિનાના સમાપ્તિના દિવસે આરોહ-અવરોહના રહે. તેમ છતાં તમારા પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ, સફળતાથી હૃદય-મનની પ્રસન્નતા-આનંદ અનુભવો. પરંતુ સાંસારિક પ્રશ્નમાં, સાસરીપક્ષના પ્રશ્નમાં શાંતિ-રાહત જણાય નહિ. જાહેર સંસ્થાકીય કામ અંગે કોઈની બિમારી અંગે માનસિક તણાવ રહે. પત્નીના નામે ધંધો હોય, ઈન્કમટેક્ષનું કામ હોય, વીમાનું કામ હોય તો તેમાં અન્યના વિશ્વાસે નુકસાની થાય. નોકરીનો ઈન્ટર્યુ કોલ આવે અથવા નોકરી અંગે કોઈને મળવાનું થાય. નોકરી છૂટી ગઈ હોય તેમને નોકરી મળવાની તક પ્રાપ્ત થાય. નાણાંકીય આવક આવતી જાય. અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય, શુભકાર્ય થાય. સોમ ધર્મકાર્ય, શુભકાર્ય થાય. ૨૮ મંગળ ખર્ચ-ચંિતા-નાણાભીડ. ૨૯ બુધ નુકશાન થાય તેવો કોઈ નિર્ણય નોકરી-ધંધાનો કરવો નહંિ. ૩૦ ગુરુ માનસિક તણાવ રહે. ૧ જુલાઈ શુક્ર શાંતિ રાખવી. ઉશ્કેરાટ-ગુસ્સો-ઉતાવળ કરવી નહિ. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય, શુભકાર્ય થાય.

 

મકર (ખ.જ.)

જેઠ મહિનાની સમાપ્તિ અને અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય, પુત્રપૌત્રાદિકના તેમજ ઘર-પરિવારના કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો હોય તેમને ધંધો મળી રહે. આવક થાય. નોકરી-ધંધાના નવા કામ અંગે કોઈની સાથે ચર્ચા વિચારણા થાય. જુનાસંબંધો તાજા થાય. પરંતુ સરકારી, લવાદીના પ્રશ્નમાં કાનૂની કાર્યવાહીમાં અન્યના કારણે સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય. માનસિક તણાવ રહે. પોતાના અંગત કામ કરતા અન્યના કામની જવાબદારી-વ્યગ્રતા-ઉચાટના કારણે શાંતિથી જમી શકો નહિ કે ઉંઘી શકો નહિ. શેરોના-કમિશનના-અનાજ કરિયાણાના તેમજ સ્ટેશનરીના ધંધામાં ક્ષણિક લાભ-ફાયદો જણાય. તા. ૨૬ જુન રવિ ઘર-પરિવાર-સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૭ સોમ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા-બેચેની રહે. ૨૮ મંગળ ઉતાવળે નોકરી-ધંધાનું કામ નુકશાન કરતા રહે. ૨૯ બુધ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. ૩૦ ગુરુ વિલંબમાં પડેલ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા. ૧ જુલાઈ શુક્ર વિચારોની સ્થિરતા રાખવી, આરોગ્ય સંભાળવું. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે આનંદ રહે.

 

કુંભ (ગ.સ.શ.ષ.)

જેઠ મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાન તમારા હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહંિ. એક ચંિતા-ઉપાધિમાંથી મુક્ત થાવ ન થાવ એટલામાં અન્ય ચંિતા-ઉપાધિ તમારા પુત્ર પૌત્રાદિક, પરિવારના પ્રશ્નમાં રહે. નિકટના સગા-સંબંધી-મિત્રવર્ગમાં ગેરસમજ-વિવાદ-કલહ, મનદુઃખ તમારી જીદ્દ-મુમત-અહમ-ઘમંડના કારણે થઈ જાય. તમારી સાસરીપક્ષથી, સંતાનથી સાસરીપક્ષથી તમે ચંિતા-મુશ્કેલી-મુંઝવણમાં અટવાયેલા રહો. નોકરી-ધંધાના નોકર-ચાકર, કારીગરવર્ગ, મશીનરી, માલસામાનના કારણે રૂકાવટ-મુશ્કેલી આવવાના કારણે સમયસર તમારું કામ ઉકેલાય નહિ. ધંધો હોય, પૈસા હોય પરંતુ અન્ય પ્રતિકૂળતાઓથી તમે બંધનમાં-મજબૂરીમાં રહો. તા. ૨૬ જુન રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૨૭ સોમ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. બહાર જવું પડે. ૨૮ મંગળ ઉચાટ-ઉદ્વેગમાં રહો. ૨૯ બુધ વેપાર-ધંધામાં નોકરીની કામગીરીમાં આપે સાવધાની રાખવી. ૩૦ ગુરુ સગા સંબંધી મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ દોડધામ. ૧ જુલાઈ શુક્ર સંતાનના કામમાં ચંિતા-વ્યથા, પરંતુ ધીરજ રાખવી. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે કામકાજમાં પ્રગતિ.

 

મીન (દ.ચ.ઝ.થ.)

જેઠ મહિનાના અંતિમ દિવસો દરમ્યાન તમારું હૃદય-મન ઉચાટ ઉદ્વેગમાં રહે. ઘર પરિવારની અશાંતિ-ચંિતા, બિમારીમાં તમારા રોજંિદા કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો. નિકટના સગા સંબંધી, મિત્રવર્ગના કારણે શાંતિ-રાહત જણાય નહંિ. મકાન-જમીન-વાહનના ઘરના કામકાજમાં સંભાળવું પડે. નોકરી-ધંધાના બેંકના કામમાં, જવાબદારીમાં ગાફેલ રહેવું નહિ. બી.પી., ડાયાબીટીશની વધઘટમાં, અસ્વસ્થતા અનુભવા. તે સિવાય અષાઢી નવરાત્રિના પ્રારંભે ઉશ્કેરાટ, ઉતાવળ, ગુસ્સો કર્યા વગર કામકાજ કરવામાં બપોર પછી હળવાશ, આનંદ રહે. ૨૬ જુન રવિ કામકાજમાં પ્રગતિ-આનંદ. ૨૭ સોમ નોકરી-ધંધાના કામમાં સાનૂકૂળતા. ૨૮ મંગળ રોજંિદા કામમાં ચંિતા, રૂકાવટ. ૨૯ બુધ ઉતાવળ કર્યા વગર વાહન શાંતિથી ધીમેથી ચલાવવું. રસ્તામાં આવતા-જતા સંભાળવું. ૩૦ ગુરુ સગા સંબંધી મિત્રવર્ગના કારણે અશાંતિ-ચંિતા-ઉચાટમાં રહો. ૧ જુલાઈ શુક્ર ઘર-પરિવારમાં નોકરી-ધંધામાં જાગૃતિ-સાવધાની અને શાંતિ રાખવી. ૨ શનિ અષાઢી નવરાત્રિના પ્રારંભે બપોર પછી હળવાશ-રાહત જણાય.

[Top]
 
 
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved