Last Update : 30-June-2011, Thursday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર 29 જૂનથી મંગળવાર 5 જુલાઇ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૂપ આપેલું છે ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

મેષ (અ. લ. ઇ.) ઃ King of Wands - કીંગ ઓફ વોન્ડસ્‌નું કાર્ડ તમારી મહત્ત્વકાંક્ષાઓની પરિપૂર્ણતા અંગે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થાન પરિવર્તન થશે સ્વજનોના સહકાર દ્વારા સંતાનો અંગેના પ્રશ્નો ઉકેલી શકાશે તા. ૩૦, ૧, ૨, શુભ.

વૃષભ (બ. વ. ઉ.) ઃ Three of Cups - થ્રી ઓફ કપ્સનું કાર્ડ તમને લાગણીવશ બનાવી દે તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. તમારી કારકિર્દીમાં નવા ફેરફારો આવશે સ્થાન પરિવર્તન માટે તક મેળવી શકશો. નાણાંકીય દ્રષ્ટિએ મહત્ત્વના નિર્ણયો લેવાના આવશે. સંતાનોનો સહકાર મેળવી શકાશે તા. ૨૯, ૩, ૪ શુભ.

મિથુન (ક. છ. ઘ.) ઃ Seven of Swords - સેવન ઓફ સ્વોર્ડ્‌સનું કાર્ડ તમારા વર્તમાન કાર્યોમાં સરળતા રહેવાનું સૂચવી જાય છે. વારસાગત પ્રશ્નો અંગે નિર્ણયો લઈ શકાશે યશ મેળવી શકો તેવો પ્રસંગ કુટુંબમાં બનશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૩૦, ૧, ૨, ૫ શુભ.

કર્ક (ડ. હ.) ઃ The Moon - ધ મૂનનું કાર્ડ તમને વઘુ પડતા નિરાશાવાદી ન બનવા સૂચવી જાય છે. નકારાત્મક વિચારોથી તમે હતાશ થઈ શકો તેવું અનુભવાશે. આત્મવિશ્વાસ જાળવી રાખવો હિતાવહ જણાવી શકાય. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો તા. ૨૮, ૩, ૪ શુભ.

સંિહ (મ. ટ.) ઃNine of Swords - નાઇન ઓફ સ્વોર્ડ્‌સનું કાર્ડ તમારી હાલની મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તેઓને સફળતા મળશે. ઇમ્પોર્ટ- એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેઓને નવીન તક પ્રાપ્ત થશે. નાણાંકીય લાભ મેળવી શકાશે. તા. ૨૯, ૩૦, ૧, ૨, ૫ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) ઃJudgement - જજમેન્ટનું કાર્ડ તમારી હાલની પરિસ્થિતિમાં નવા લાભદાયક ફેરફારો ઉભા થવાનું સૂચવી જાય છે. યશ મળે તેવો પ્રસંગ બનશે. સ્વજનો સાથે કોઈ મતભેદ સર્જાયેલો હોય તો તે દૂર થશે નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે પ્રમોશનની તક રહેલી છે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત કર શકશો. તા. ૩૦, ૧, ૨, ૩, ૪ શુભ.

તુલા (ર. ત.) ઃFour Of swords - ફોર ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમારા નિશ્ચિત કરેલા ઘ્યેયને પ્રાપ્ત કરવા આત્મવિશ્વાસ જાળવી રાખવા સૂચવી જાય છે. તમારા વ્યવસાય ક્ષેત્રે નવા ફેરફારો જોવા મળશે નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકશે. તા. ૩, ૪, ૫ શુભ.

વૃશ્ચિક (ન. ય.) ઃ Two of Wands - ટુ ઓફ વોન્ડસનું ઉલટું આવેલું કાર્ડ તમે હતાશ બનો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારા મહત્ત્વના કાર્યોમાં અવરોધ ઉદ્‌ભવશે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા જણાશે, વડિલ વ્યક્તિઓની સલાહ- સૂચનાઓ ઉપયોગી નીવડશે તા ૨૯, ૫ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Four of Cups - ફોર ઓફ કપ્સનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કાર્યોમાં યશ મેળવી શકશો. વારસાગત પ્રશ્નો માટે કોઈ સમસ્યા ઉદ્‌ભવેલી હોય તો તેનો ઉકેલ પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભ મેળવી શકશો. શુભ સમાચાર મળશે તા. ૨૯, ૩૦, ૧, ૨ શુભ

 

મકર (ખ. જ.) ઃ The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારી કોઈ ભૂલ થઈ ગયેલી હોય અને મહત્ત્વના કાર્યોમાં અવરોધ ઉદ્‌ભવ્યો હોય તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત હોય તેઓને યોગ્ય- જીવનસાથીની પસંદગી અંગે તક પ્રાપ્ત થશે. આરોગ્ય અંગે કઈ મુશ્કેલી આવેલી હોય તો તે અંગે રાહત જણાશે. કોર્ટ- કચેરી સંબંધિત કામોમાં સફળતા મળશે. તા. ૩૦, ૧, ૨, ૩, ૪ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Eight of Swords - એઇડ ઓફ સ્વોર્ડસનું કાર્ડ સમય અને સંજોગો અનુસાર તમને હાલ પૂરતું અનુરૂપ થઈ જવા સૂચવી જાય છે. અન્યથા મોટી મુશ્કેલી ઉભી થશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. સંતાનો અંગે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. મિત્રો સહાયક બનશે તા. ૩, ૪, ૫ શુભ

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Five of wands - ફાઇવ ઑફ વોન્ડ્‌સનું કાર્ડ તમે હતાશ બની જાવ તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. કોર્ટ- કચેરી જેવી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવાનું હિતાવહ જણાશે. સંતાનો અંગેના પ્રશ્નો ચંિતા ઉભી કરી શકે. જીવનસાથી સાથે સામાન્ય મતભેદ ઉદ્‌ભવશે તા. ૨૯, ૫ શુભ.
- ઇન્દ્રમંત્રી

 

* રાહુ- કેતુ ઃ વૃશ્ચિક- વૃષભ રાશિમાં ગોચર ભ્રમણ *
૬ જૂન ૨૦૧૧ના રાહુ- કેતુ અનુક્રમે વૃશ્ચિક અને વૃષભ રાશિમાં પ્રવેશે છે તથા ૨૩ ડિસેમ્બર, ૨૦૧૨ સુધી ગોચર ભ્રમણમાં અહીં પસાર થશે.
રાહુનું ગોચર ભ્રમણ મિથુન, કન્યા અને મકર રાશિના વ્યક્તિઓ માટે શુભ ફળદાયક છે. કર્ક, તુલા, કુંભ અને મીન રાશિની વ્યક્તિઓ માટે મિશ્ર ફળધાયક રહેશે જ્યારે મેષ, વૃષભ, સંિહ, વૃશ્ચિક અને ધન રાશિની વ્યક્તિઓ માટે પ્રતિકૂળ રહેશે.
કેતુનું ગોચર ભ્રમણ કર્ક, ધન અને મીન રાશિની વ્યક્તિઓ માટે શુભ ફળદાયક છે. મેષ, સંિહ, કન્યા તથા મકર રાશિની વ્યક્તિઓ માટે મિશ્ર ફળદાયક છે. વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિની વ્યક્તિઓ માટે પ્રતિકૂળ રહેશે.
ગોચરમાં કન્યા રાશિના શનિની ત્રીજી દ્રષ્ટિ ૧૫ નવેમ્બર, ૨૦૧૧ સુધી વૃશ્ચિકના રાહુ પર રહેલી છે તેમજ વક્રી શનિ તુલા રાશિમાંથી કન્યા રાશિમાં આવતા મેથી ઓગસ્ટ ૨૦૧૨ દરમ્યાન પુનઃ ત્રીજી દ્રષ્ટિ રાહુ પર કરશે.
૧૭ મે, ૨૦૧૨થી વૃષભ રાશિમાં પ્રવેશતો ગુરૂ કેતુ સાથે આવી રાહુની પ્રતિયુતિમાં પસાર થશે.
૩૦ ઓક્ટોબર, ૨૦૧૧થી ૨૧ જૂન ૨૦૧૨ સુધી સંિહ રાશિમાં પસાર થનારા મંગળની ચતુર્થ દ્રષ્ટિ પણ રાહુ પર પડશે. સંક્ષેપમાં વૃશ્ચિકનો રાહુ શનિ- મંગળ અને ગુરૂની અસર નીચે રહેશે. જે દેશ- દુનિયા માટે આવનારા દિવસોમાં નોંધપાત્ર પરિવર્તન ઉભું કરાવશે જેમાં જૂનાનું વિસર્જન થઈ નવાનું સર્જન થશે. વિકસીત દેશો માટે મહત્ત્વના ફેરફાર આવશે.

 

[Top]
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
બોની કપૂરે આપેલી ઓફરનો કરણ જોહરે અસ્વીકાર કર્યો
શાહરૃખ અને સલમાન વચ્ચેનુંં યુધ્ધ વિદેશ સુધી પહોંચી ગયું
'ધૂમ' સિરીઝની ફિલ્મ સ્વીકારી ન હોવાનો કેટરિના કૈફનો ખુલાસો
પાંચ વર્ષ બાદ એક મિત્ર માટે શાહિદ કપૂર રૅમ્પ પર ચાલશે
એકટ્રેસ અનુષ્કા શર્માને નવ કલાકની પૂછપરછ બાદ કસ્ટમ્સે છોડી
કાબુલમાં હોટલ પર ૨૬/૧૧ જેવો આતંકી હુમલો ૧૯ના મોત
ક્રિસ્ટીન લૈગાર્ડ આઇએમએફના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ભારત રોકાણ માટે સુરક્ષિત સ્થાન ઃ ઉદ્યોગપતિ લોર્ડ પોલ
મોરેશ્યસ સાથે ટેક્સ કરારની સમીક્ષા થશે ઃ પ્રણવ
  More News
વર્લ્ડ નંબર વન ભારતની ફરી વખત કંગાળ બેટિંગ
ભારતીય હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના નોબ્સની પસંદગી
સાનિયા-એલિના વિમેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં
વિમ્બલ્ડનમાં શારાપોવા અને લિસિસ્કી વચ્ચે સેમિ ફાઇનલ
ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો
FII આક્રમક મૂડમાં ઃ પાંચ દિવસમાં રૃા. ૪૨૩૦ કરોડના શેરોની ખરીદી ઃ સેન્સેક્ષ ૨૦૧ પોઇન્ટ ઉછળીને ૧૮૬૯૩
ચાંદીમાં આંચકા પચાવી રૃ.૩૦૦ની તેજી આવી ઃ રૃ.૨૨ હજાર પાર કરતું સોનું
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
એમસીએક્સ ડેઈલી રિપોર્ટ...
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved