Last Update : 30-June-2011, Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૬-૨૦૧૧ ગુરૂવાર
જેઠ વદ ચૌદશ - દર્શ અમાવાસ્યા.
મૃત્યુયોગ રાત્રે ૧૦ ક. ૫૮ મિ. સુધી.

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદના સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૭ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.
જન્મરાશિ ઃ- આજે સવારના ૧૦ ક. ૪૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- મૃગશીર્ષ રાત્રે ૧૦ ક. ૫૮ મિ. સુધી પછી આદ્રા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મિથુન, મંગળ- વૃષભ, બુધ- કર્ક, ગુરૂ- મેષ, શુક્ર- મિથુન, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- સવારના ૧૦ ક. ૪૩ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૭ શાકે ઃ ૧૯૩૩, જૈનવીર સંવત ઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત શક સંવત્સર ઃ ખર દક્ષિણાયન ૠતુ
જેઠ વદ ચૌદશ ને ગુરૂવાર. દર્શ અમાવાસ્યા છે. મૃત્યુયોગ ૨૨-૫૮ સુધી. મુસલમાની શબે મિરાજ.
મુંબઈ, વાગીશલાલજીનો ઉત્સવ.
તા. ૩૦ જુન- શ્વસુર. (ફાધર-ઈન-લો ડે) દિવસ. દેશ સેવક દાદાભાઇ નવરોઝની પુણ્યતિથિ. ઉદ્યોગપતિ હેન્ની ફોર્ડનો જન્મદિવસ. કચ્છમાં યુઘ્ધ વિરામ માટે ૧૯૬૫માં તા. ૩૦ જુને ભારત-પાકિસ્તાન સમજુતિ. તા. ૩૦ જુન ૧૯૭૩માં એક હજાર વર્ષમાં લાંબામાં લાંબુ ખગ્રાસ સૂર્યગ્રહણ થયું હતું.
મુસલમાની હિજરીસન ૧૪૩૨ રજ્જબ માસનો સત્તાવીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ બહમન માસનો સોળમો રોજ મહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી, ધંધાના, ઘર, પરિવારના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો.
વૃષભ ઃ આપના આનંદ, ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય, કામ ઉકેલાય.
મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા- વ્યથામાં રાહત- હળવાશ અનુભવતા જાવ તેમ છતાં નકારાત્મક વિચારો રહે.
કર્ક ઃ આપને રોજીંદા ખર્ચ ઉપરાંત આકસ્મિક વધારાનો ખર્ચ આવી જવાથી નાણાંકીય ચંિતા- મુંઝવણ રહે. કુટુંબની ચંિતા રહે.
સંિહ ઃ નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે, લાભ, ફાયદો જણાય. પુત્રપૌત્રાદિક, પત્ની, પરિવારનું કામકાજ કરી શકો.
કન્યા ઃ નોકરી-ધંધાના ઈન્કમટેક્ષના, અન્ય ખાતાના કામ અંગે ચંિતા-દોડધામ- ખર્ચ-વ્યસ્તતા જણાય. વિલંબમાં પડેલા કામની દોડધામ રહે.
તુલા ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા- વ્યથામાં રાહત અનુભવતા જાવ. શારિરીક- માનસિક સ્વસ્થતા જણાય.
વૃશ્ચિક ઃ એક ચંિતામાં હોવ એટલામાં અન્ય ચંિતા- ઉપાધિ આવી જાય. પગમાં, કમરમાં દર્દપીડાથી સંભાળવું. વાહન શાંતિથી ચલાવવું. ખર્ચની ચંિતા રહે.
ધન ઃ આપના રોજીંદા કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. વધારાનું કામકાજ કરી શકો. પત્ની- સંતાન- મિત્રવર્ગના સહકારથી રાહત રહે.
મકર ઃ કાર્યસફળતા- પ્રગતિથી આત્મવિશ્વાસમાં વધારો થાય. નોકરી-ધંધાના- ઘર-પરિવારના કામમાં સાનુકૂળતા જણાય, આનંદ રહે.
કુંભ ઃ ચંિતા-વ્યથા હળવી થવાથી સ્વસ્થતામાં સુધારો થાય. માનસિક, શારિરીક પીડામાં ઘટાડો થાય. સંતાનનું કામ કરી શકો.
મીન ઃ સગા-સંબંધી-મિત્રવર્ગના કારણે ખર્ચ- ચંિતા રહે. નોકરી-ધંધાના કામ અંગે વિચારમગ્ન રહો, કામના ઉકેલની ચંિતા રહે.

[Top]
 

સુપ્રભાતમ્

- કાગડો કાળો અને કોકિલ પણ કાળી હોય છે. તો કાગડા અને કોકિલમાં ફેર શો ? પણ વસંત ૠતુ આવતાં જ કાગડો કાગડો તરીકે અને કોકિલ કોકિલ તરીકે (તેના ટહુકાથી) પરખાઈ જાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

નદી કિનારે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને સાપ, વીંછી, વગેરે જીવજંતુથી સંભાળીને રહેવું પડે છે. ઝુંપડા અને સાદા ઘરમાં સાપ, વીંછી, કાનખજૂરાનો ત્રાસ ઉનાળા અને ચોમાસામાં વિશેષ સતાવતો હોય છે. સુંદર સ્વચ્છ બંગલામાં સાપ દેખાય છે ત્યારે દોડાદોડી થઈ જાય છે, પરંતુ ઉંદરથી કોઈ ડરતું નથી કારણ કે ઉંદર માણસને જોઈને ભાગે છે એટલું જ નહીં એ કરડતો પણ નથી. ઉંદરની વિશેષતા એ છે કે એ વ્યક્તિને ઉંઘમાં કરડે છે. મોટા ભાગે શરીરની શાખામાં દંશ દુર્વા છે જેને અંગ્રેજીમાં રેટબાઇટ કહે છે ઉંદર અનેક પ્રકારના હોય છે પણ ચિકિત્સાની દ્રષ્ટિએ મુખ્ય બે પ્રકાર છે. ઝેરી અને બિનઝેરી. વિશ્વના મોટા ભાગના દેશોમાં રેટબાઇટના કેસ બને છે. અમેરિકા અને યુરોપીયન દેશોમાં પણ રેટ બાઇટ પોઇઝનના દર્દીઓ જોવા મળે છે. જાપાનમાં રેટ પોઇઝનીંગ કેઇસ વધારે નોંધાય છે. રેટ પોઇઝનીંગથી પીડાતા દર્દીની યોગ્ય ચિકિત્સા કરવામાં આવે નહીં તો લાંબો સમય પીડાય છે. એક સર્વ મુજબ જૂના દર્દીનો યોગ્ય ઔષધો નહીં આપવાથી દસમાંથી એક દર્દી મરે છે. ડો. પાવરીના મત મુજબ ઉપદ્રવ જોરદાર હોય નહીં તો રેટબાઇટ મારક નથી. રેટબાઇટના લક્ષણો મેલેરિયાને મળતા હોવાથી નિદાન કરવામાં ભૂલ થાય તો દર્દી સાજો થતો નથી. મહર્ષિ સુશ્રુતે એમની સંહિતામાં મુષક વિષ વિશે વિશેષ પ્રકાશ પાડયો છે.
બિનઝેરી ઉંદર કરડવાથી ઘાવ પડે છે. જાત્યાદિ તેલ મલમનું ડ્રેસિંગ કરવાથી સારું થાય છે. જો ઉંદર ઝેરી હોય તો એક કે બે અઠવાડિયા પછી ઘાવ ફરી ઉપસી આવે છે. સોજો આવવો, સખત લાગવું અને દુઃખાવો થવો વગેરે લક્ષણો થાય છે. પહેલા કરતા વિશેષ પીડા આપે છે. નજીકની ગ્રંથિઓમાં સોજો (વેળ આવવી) આવે છે. દુઃખે છે આ ઉપરાંત ધુ્રજારીથી તાવ આવે છે. તાવ ૪થી ૫ ક સુધી વધે, માથાનો દુઃખાવો ઉબકા આવવા, ઉલટી થવી, સ્નાયુ અને સાંધામાં દુઃખાવો ઝડપી નાડી, આછા શ્યામ રાતા ચકામા (ઇચજર) વિગેરે લક્ષણો થાય છે. આવા સમયે ધરગથ્થુ ઉપાય કરવાથી દર્દીની સ્થિતિ વધારે બગડે છે. નિષ્ણાત ચિકિત્સક પાસે રેઇટ બાઇટ પોઇઝનીંગની ચિકિત્સા કરાવવાથી સારું થાય છે આધુનિક દ્રષ્ટિએ રેટ બાઇટમાં સ્પીરીલમ મીનીસ ઇન્ફેક્શન હોય છે.
ઉથલો મારીને આવતા મેલેરિયા જેવા તાવમાં ઉંદર કરડયો છે કે નહિ એ પૂછીને ખાત્રી કરવી જરૃરી છે. ઉંદર કરડે એ જગ્યાએ વ્રણ કે અલ્સર થાય છે એ જલ્દી મટતું નથી. ઉંદરના આકારનો સોજો આવે છે વગેરે સ્થાનિક લક્ષણો થાય એટલે ચિકિત્સામાં વિશેષ ધ્યાન આપવું. ઉંદર, પ્લેગ, ઇન્ફેક્શીયસ, જોન્ડીસ ચેપના વાહક છે. ઉંદરથી થતાં રોગોથી બચવાનો ઉપાય છે. ઉંદર આપણી આજુબાજુ રહેવા જોઈએ નહીં એનાં ઉપાય શોધી કાઢવા.
સિક્કાની બીજી બાજુ જોઈએ તો આયુર્વેદ સાપ ઉંદર વગેરે વિષજ જીવજંતુઓમાંથી કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગો માટે ઔષધો બનાવ્યા છે. જે આજે પણ એટલા જ ઉપયોગી છે.
ઉંદર કરડયો હોય એ જગ્યા ગરમ પથ્થરથી બાળવી (ભચેાીિૈડીગ) વ્રણ પાકે અને સોજો પીડા વધે તો ગળો, સરસડો, ઉપલેટ, હળદર, કેસર વાટી લેપ કરવો, લીંબોળી, સૂંઠ મરી પીપર અને સીંધવ સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવવું. આમાંથી ત્રણ ગ્રામ મધ સાકર સાથે દિવસમાં ત્રણ વખત લેવું. ઉંદરક નામની વનસ્પતિના પાનનો રસ સવાર સાંજ ૧ તોલો પીવો. રોગ ફરી થવાની શક્યતા રહે છે એટલે રોગ મટી ગયા પછી મહામંજિષ્ઠાદિ કવાથ ત્રણ માસ નિયમિત પીવો. મૃત્યુપાશચ્છેદિ ધૃત આ રોગનું રામબાણ ઔષધ છે.
આ રોગના દર્દીએ શીતળ હવા, શીતળ પાણીએ સ્નાન, શીતળ ભોજન, વરસાદમાં ફરવું અને દિવસે ઉંઘવું વગેરે ત્યજવા. અજીર્ણ થાય નહીં એવો આહાર લેવો. ચિકિત્સકનું માર્ગદર્શન જરૃર મુજબ લેતા રહેવું.

Top]
 

આજ ની જોક

મુંબઈના મરીન લાઈન્સની પાળ ઉપર બેઠા બેઠા છગન અને મગન ટોળટપ્પા મારી રહ્યા હતા.
‘‘કોઈ માણસ બોલ બોલ કરતો હોય અને કોઈ પણ એ સાંભળતો ન હોય તો એ માણસ કોણ હોય?’’ છગને પૂછ્‌યું.
‘‘બહુ સહેલું છે,’’ મગને કહ્યું, ‘‘એ કોઈ નેતા હોય અથવા સ્કુલનો ટીચર હોય.’’

[Top]
 

આજ ની રેસીપી

કુલ્ફી

સામગ્રી ઃ ૧૨૦ ગ્રામ ખાંડ, ૧ લિટર દૂધ, ચપટી કેસર, ૨૦ ગ્રામ સૂકો મેવો, ૨૦ ગ્રામ બદામ, ૪ એલચી, ૧૨૦ ગ્રામ ખાંડ વગરનો માવો.

રીત ઃ દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો પછી તેમાં માવો, બદામ, પિસ્તા, સૂકોમેવો, એલચી તથા કેસર (ગરમ કરીને નાખો ને ઉતારીને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે કુલ્ફીના આકારમાં ઠંડુ થવા મૂકો.

[Top]
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved