Last Update : 27-June-2011, Monday
 
આજથી ટ્રાફિક ઝુંબેશઃ નિયમોનો ભંગ કરનારે દંડ ભરવો પડશે

 

હેલ્મેટ ફરજીયાત પહેરવા સાથે ૨૦ જેટલા નિયમોનું પાલન કરવું પડશેઃ પોલીસ દંડની પાવતી સાથે ટ્રાફિક નિયમન અંગેનું પેમ્ફલેટ આપશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરતી લાલાઓએ આવતીકાલ સોમવારથી મોટરસાયકલ પર હેલ્મેટ પહેર્યા વગર બહાર નિકલ્યા તો રૃ।. ૫૦નો દંડ અને કારનો સીટ બ્લેટ નહીં બાંદનારા ચાલકો સ્થળ પર જ રૃ।. ૧૦૦નો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. પોલીસે ૧૫ થી ૨૦ જેટલા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ કેળવવા માટે આ ઝુંબેશ શરૃ કરી છે. સવારથી અલગ-અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ગોઠવાઇ જઇ ભંગ કરનારાને પાવતી સાથે ટ્રાફિક નિયમ અંગેનું પેમ્ફલેટ આપશે.
સુરત શહેરના લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ કેળવવા માટે પોલીસ વિભાગ દ્વારા સોમવારથી ફ્રેન્ડલી ઝુંબેશ શરૃ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંગે ડીસીપી સિદ્ધાર્થ ખત્રીના જણાવ્યા મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર નામની જીનીવામાં આવેલી સંસ્થાએ અમેરિકામાં એક સર્વે હાથ ધર્યો હતો. તે સર્વેમાં હેલ્મેટ પહેરીને મોટરસાયકલ પર ફરવાથી અકસ્માતના ૪૦ ટકા કેસો અટકાવી શક્યાનું પૂરવાર થયું હતું. સાથે જ હેલ્મેટ પહેરવાથી માથામાં થતી ઇજા અને મૃત્યુના બનાવો પણ અટક્યા હોવાના કિસા સર્વેમાં બહાર આવ્યા છે. આ કારણોસર હેલ્મેટ પહેરવી ફરજિયાત બનાવી છે. અલબત્ત ફક્ત હેલ્મેટ જ નહીં, આડેધડ પાર્ક વાહનો, રીક્ષા ચાલકો દ્વારા ક્ષમતા બહારના પેસેન્જરો, સીટ બ્લેટના ભંગ મળી ૧૫ થી ૨૦ જેટલા ટ્રાફિક નિયમોના પાલન માટે સવારથી જ ઠેર-ઠેર પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા સંયુક્ત રીતે વોચ રાખવામાં આવશે અને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની પાવતી સાથે ટ્રાફિકના જુદા-જુદા નિયમો અને નિયમથી થનારા ફાયદા અંગે માહિતી આપતું પેમ્ફલેટ પણ આપવામાં આવશે.
આમ સુરતીલાલાઓ સોમવારથી દંડ ભરવા તૈયાર રહેવું પડશે. મોટાભાગના સુરતીલાલાઓ ટ્રાફિક નિયમોના ભંગના રૃપિયા ભરવા તૈયાર થઇ જશે, પરંતુ હેલ્મેટ પહેરવા તો તૈયાર નહીં થાય તેવું કેટલાક નગરજનોની વાત પરથી જણાય રહ્યું છે.
વાહન ચાલકોને શા માટે દંડ થઇ શકે ?
(૧) હેલ્મેટ નહીં પહેરવાથી
(૨) કારનો સીટ બ્લેટ નહીં બાંધવાથી
(૩) ઝીબ્રા ક્રોસિંગ પર ગાડી ઊભી રાખવાથી
(૪) રીક્ષામાં આગળ-પાછળ ક્ષમતા કરતાં વધારે બેસાડવાથી
(૬) રોંગ સાઇડે વાહન હંકારવાથી
(૭) રીક્ષામાં ગંદા ગીતો વગાડવાથી
(૮) ભારેખમ હોન વગાડવાથી
(૯) ગમે ત્યાં વાહનો પાર્ક કરવાથી
(૧૦) ડુપ્લીકેટ લાયસન્સ રાખવાથી
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved