Last Update : 27-June-2011, Monday
 
આકાશ અપહરણ-હત્યા કેસ ૯ મહિના બાદ પણ વણ ઉકલ્યો
 

કાપોદ્રાની આદર્શનગર સોસાયટીના

શંકાના ઘેરામાં આવેલી યુપીવાસી મહિલા અનુરાધાની પોલીસે ઉલટતપાસ નહીં કરતાં તે પરિવાર સાથે ભાગી છુટી હતી
આકાશના પિતા ગોવિંદભાઇ તૈલીની કમિશ્નરને રજૂઆત

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
કાપોદ્રાની આદર્શનગર સોસાયટીમાંથી ૯ માસ અગાઉ ૪ વર્ષના બાળકનું અપહરણ કરી તેની હત્યા કર્યા બાદ રૃ. ૧ લાખની ખંડણીની ઘટનામાં પોલીસ હજુ આરોપીને પકડી શકી નથી. ભોગ બનનાર બાળકના પિતાએ તેમને ત્યાં ભાડૂત તરીકે રહેતી એક મહિલા વિરૃદ્ધ શંકા વ્યકત કરી હતી પરંતુ પોલીસે તેમની પુરતી ઉલટતપાસ ન કરતાં તે પરિવાર સાથે ભાગી છુટી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કાલોડના વતની અને કાપોદ્રા રચના સોસાયટી રોડ આદર્શ સોસાયટીના પ્લોટ નં. ૫માં રહેતા ગોવિંદ તૈલીના ૪ વર્ષીય પુત્ર આકાશનું ગત બીજી સપ્ટેમ્બરની સાંજે અપહરણ કરી તેની મુકિતના બદલામાં અજાણ્યા હિન્દીભાષીએ રૃ. ૧ લાખની ખંડણી માંગી હતી.
સુરત, મુંબઇના અલગ અલગ સ્થળેથી ફોન કરી તેમજ પૈસા નહીં આપે તો બાળકને વેચી દેવાની અથવા મારી નાંખવાની ધમકી આપતા અપહરણકારે આકાશની અપહરણના ગણતરીના કલાકોમાં જ ઘાતકી હત્યા કરી લાશ તાપી નદીમાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધ્યા બાદ અપહરણકાર હત્યારાને ઝડપી પાડવા તપાસ શરૃ કરી હતી અને તેમાં એસ.ઓ.જી. પણ જોડાઇ હતી.
જો કે, આ બનાવ બન્યાના નવ મહિના બાદ પણ સુરત પોલીસ અપહરણકાર - હત્યારા સુધી પહોંચી શકી નથી. આ અંગે તાજેતરમાં આકાશના પિતા ગોવિંદભાઇએ પોલીસ કમિશ્નરને અરજી કરી આરોપીને ઝડપી પાડવા રજૂઆત કરી હતી.
ગોવિંદભાઇના જણાવ્યા મુજબ આકાશના અપહરણ-હત્યા અંગે તેમણે પોલીસ સમક્ષ તેમના રૃમમાં ભાડૂત તરીકે રહેતા યુ.પી.વાસી અજયની પત્ની અનુરાધા ઉપર શંકા વ્યકત કરી હતી પરંતુ અનુરાધાને એક વખત પૂછપરછ માટે બોલાવ્યા બાદ પોલીસે કોઇ મહિલા આવું કરી નહીં શકે એમ કહી વધુ પૂછપરછ કરી ન હતી.
અનુરાધાનો આકાશની માતા ટીના સાથે બનાવના થોડા દિવસો અગાઉ છોકરાને મારવા બાબતે ઝઘડો થયો હતો. તે સમયે અનુરાધાએ ટીનાબેનને જોઇ લેવાની ધમકી આપી હતી. ચાર-પાંચ માસ અગાઉ જ ભાડૂત તરીકે રહેવા આવેલા અજયની પત્ની અનુરાધાની આકાશ ગુમ થયા બાદ વર્તણૂંક શંકાસ્પદ હતી તેથી ગોવિંદભાઇએ તેના ઉપર શંકા વ્યકત કરી હતી પરંતુ પોલીસે એક વખત પૂછપરછ કર્યા બાદ તેને જવા દેતા અનુરાધા તેના પતિ અને બંને બાળકો સાથે ઘરનો સામાન યથાવત્ રાખી ભાગી છુટી હતી.
જન્માષ્ટમીના રોજ મટકી જોવા ગયેલા પુત્ર આકાશને હંમેશા માટે ગુમાવનાર ગોવિંદભાઇને સુરત પોલીસ પાસે ન્યાય મળશે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved