Last Update : 27-June-2011, Monday
 
એન્ટી ડમ્પીંગ ડયૂટીની નાબૂદી વિવર્સમાં જોર પકડી રહી છે
 

દરોના ગણ્યા ગાંઠયા સ્પીનર્સનું હિત એન્ટી ડમ્પીંગ ડયૂટીમાં સચવાતું આવ્યું છેઃ નાના વિવર્સનું હિત કયાંયે સચવાતું નથી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
પીઓવાય અને યાર્નના ભાવમાં બેફામ વધારો વિવર્સ આલમ માટે અસહ્ય રહ્યો હોવાથી એન્ટી ડમ્પીંગ ડયુટી વણાટ ઉદ્યોગમાં ફરી એકવાર ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. વાસ્તવમાં તો દેશના ગણ્યા-ગાંઠયા ચાર-પાંચ મોટા સ્પીનર્સનું હિત એન્ટી ડમ્પીંગ ડયૂટીમાં સચવાતું આવ્યું છે. નાના વિવર્સનું હિત ક્યાંયે સચવાતું ન હોઇ, એન્ટી ડમ્પીંગ ડયૂટી નાબૂદી જરૃરી હોવાની ચર્ચા વિવર્સ આલમમાં જોર પકડી રહી છે.
દેશના લાખ્ખો વિવર્સના હિતને ધ્યાનમાં રાખીને એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવાની ભલામણ સરકાર સમક્ષ ખૂબ સિફતપૂર્વક કરીને ટોચના ચાર-પાંચ મોટા સ્પીનર્સ એક બહુ મોટી રમત અત્યાર સુધી રમી ગયા છે. વિદેશથી ડમ્પ થતાં સસ્તા યાર્ન સામે રક્ષણ મળે તે માટે એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદીને યાર્નને મોંઘુ બનાવવાની એક વ્યવસ્થિત રમત વાસ્તવમાં તો વિવર્સ આલમને ઘરઆંગણાનું યાર્ન ખરીદવા મજબૂર કરાયો છે.
કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, એન્ટી ડમ્પીંગ ડયૂટી કોના માટે છે, તે પ્રશ્ન છે ? રૃ।. ૧૦૦ કરોડથી વધુનું મૂડી રોકાણ ધરાવતા સ્પીનર્સ માટે છે કે પછી નાના-નાના વિવર્સને મદદરૃપ બનવા માટે છે ? ખરેખર તો એન્ટી ડમ્પીંગ ડયૂટીના નામે છેક ઉપરના લેવલે જે ખેલ કરાયા છે, તે જોતાં એન્ટી ડમ્પીંગ ડયુટી વિવર્સના હિતોનું રક્ષણ કરવા માટે નહિ. પણ, મોટા-મોટા સ્પીનર્સને સાચવવા માટે છે.
એન્ટી ડમ્પીંગ ડયુટીના મુદ્દે જે રમત રમવામાં આવી છે, તે જાણ્યા પછી વિવર્સ આલમને ચોક્કસ જ આંચકો લાગે એમ છે. જાણકારો કહે છે કે, પીઓવાય અને યાર્ન મિનિસ્ટ્રી ઓફ ટેક્ષટાઇલની સત્તા હેઠળ આવે છે અને આની ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી લાદવામાં આવી છે. નાનો-મોટો વિવર્સ વિદેશથી સસ્તું યાર્ન-પીઓવાય નહીં ખરીદે તે માટે આ એન્ટી ડમ્પીંગ ડયુટી છે.
હવે પીઓવાય અને યાર્ન જેમાંથી બને છે, એવા બેઝીક રૉ-મટીરીયલ્સ પી.ટી.એ અને એમ.ઇ.જી. ઉપર કોઇ એન્ટી ડમ્પીંગ ડયૂટી નથી. કેમ કે આ રૉ-મટીરીયલ્સ સ્પીનર્સ દ્વારા આયાત કરવામાં આવે છે. વળી, આ બેઝીક રો-મટીરીયલ્સ પેટ્રોકેમીકલ ડિપાર્ટમેન્ટની સત્તામાં આવે છે. આમ, સ્પીનર્સ કરોડો રૃપિયાનું રોકાણ કરીને જે પ્રોજેકટ ઊભો કરે છે, તેની ઉપર અડચણો ઊભી થાય તેવી કોઇ પ્રવૃત્તિ થવા દેવામાં આવતી નથી.
દેશના લાખ્ખો વિવર્સના હિતને બાજુએ રાખીને સરકાર સ્પીનર્સને ફાયદો થાય તેવી પોલિસીઓ રચવામાં કશી નાનપ અનુભવતી નથી. નાના-નાના વિવર્સનું અહિત થાય તો ભલે થાય તેવી નીતિઓ સચાતી રહી હોવાથી દેશનો વિવર્સ ક્યારેય ઊંચો આવતો નથી. પીઓવાય અને યાર્નના વેચાણમાં મોનપોલી ઊભી કરીને દેશના મોટા સ્પીનર્સ વિવર્સના ખિસ્સાઓ ખાલી કરી રહ્યા છે અને હજુ પણ એજ સ્થિતિ છે.
કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, ૨૦૦૩થી એન્ટી ડમ્પીંગ ડયુટીનો અમલ થયા પછી વિવર્સને તેનો કોઇ ફાયદો હજુ આજ સુધી થયો નથી. મોટા સ્પીનર્સ ઇચ્છે ત્યારે પીઓવાયના ભાવ વધારી અને ઘટાડીને ધૂમ કમાણી કરી રહ્યા છે. એન્ટી ડમ્પીંગ ડયુટી વાસ્તવમાં વિવર્સના હિતનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાથી આની નાબૂદી એક માત્ર ઉપાય છે, એવો સૂર હવે વણાટ ઉદ્યોગમાં ધીમે ધીમે જોર પકડી રહ્યો છે.

ચીનનું PTAનું ઉત્પાદન યાર્નબજારને અસર કરશે
૩૧ જુલાઇ સુધીમાં ૩૭ લાખ ટન પી.ટી.એ.નું ઉત્પાદન દેશના મોટા સ્પીનર્સને પણ ચિંતામાં મુકી દેશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
માસ પ્રોડકશન કરીને વિશ્વને હંફાવવાની તાકાત ચીનમાં છે. આગામી દિવસોમાં દેશના મોટા સ્પીનર્સને પણ ચિંતામાં મુકી દે તેવી હરકત ચીન કરી રહ્યું છે. ૩૧ જુલાઇ ૨૦૧૧ સુધીમાં ૩૭ લાખ ટન પી.ટી.એ.નું ઉત્પાદન ચીન લાવી રહ્યું હોવાથી આગામી દિવસોમાં યાર્નબજાર ઉપર તેની અસર પડવાની શકયતાઓ જોવાઇ રહી છે.
ચીનના પી.ટી.એ.ના જંગી ઉત્પાદનથી ફ્રન્ટલાઇટ સ્પીનર્સને અત્યારે એવી કોઇ અસર પડવાની નથી. ફ્રન્ટલાઇન સ્પીનર્સ પાસે પી.ટી.એ.નો બહુ મોટો સ્ટોક હોવાની ચર્ચા છતાં આગામી દિવસોમાં પી.ટી.એ.ના ભાવમાં ઘટાડો નિશ્ચિત હોવાનું ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓનું કહેવું છે.
યાર્નના બેઝીક રૉ મટીરીયલ્સ એવા પી.ટી.એ. અને એમ.ઇ.જી.નાં સંયોજનથી ચીપ્સ બને છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં પી.ટી.એ.ના ભાવ એમ.ઇ.જી. કરતાં રૃ।. ૮ થી ૧૦ ઉપર રહેતા હતાં પણ એમ.ઇ.જી.નું ઉત્પાદન કરતી તાઇવાનની ફોર્મોસા કંપનીના નેન્યા પ્લાન્ટમાં આગ લાગવાથી શટડાઉનની પ્રક્રિયા પછી એમ.ઇ.જી.ના ભાવ પી.ટી.એ. કરતાં વધી ગયા છે. એમ.ઇ.જી.નાં એશિયન માર્કેટમાં આ કંપનીનો હિસ્સો દસેક ટકા જેટલો છે અને શટડાઉનને કારણે ભાવોમાં નોંધનીય તફાવત આવી ગયો છે, એમ જાણકારો કહે છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved