Last Update : 27-June-2011, Monday
 
CNG કાર સળગી ઉઠતાં શિક્ષક દંપતિ અને તેના બે પુત્ર ભડથું

 

નવસારી નજીક હાઇવે પર અકસ્માત બાદ અરેરાટી

ભેસ્તાનના હિતેશભાઇ સોલંકી સહપરિવાર લંડન જનારા ભાણેજને મળવા વલસાડ જતા હતા ઃ કાર ટેન્કરમાં અથડાયા બાદ ભડ ભડ સળગી ઉઠી
બળીને ભડથું થઇ ગયેલા પરિવારની ઓળખ કારના નંબર પરથી થઇ
નવસારી, રવિવાર
સુરતનાં ભેસ્તાન સ્થિત વૃંદાવન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિના પરિવારની વેગનઆર કાર નવસારી નજીક ને.હા. નં. ૮ ઉપર આવેલા અષ્ટગામનાં સડક ફળિયા સામે આજે બપોરે ટેન્કર સાથે અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સી.એન.જી. વેગનઆર કારમાં આગ ભભૂકી ઉઠતાં કારમાં સવાર શિક્ષક દંપતિ અને તેમના બે પુત્રો મળી ચાર જણાંનો પરિવાર આગમાં બળીને ભડથું થઇ ગયા હતા. બનાવને પગલે હાઇ-વે ઉપર અરેરાટી ફેલાઇ ગઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સુરતનાં ભેસ્તાન ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા હિતેશ ઉર્ફે હિતેન્દ્ર છીબાભાઇ સોલંકી (ઉ.વ. ૪૭) પોતાની પત્ની દક્ષાબેન સોલંકી (ઉ.વ. ૪૪) અન તેમના બે પુત્રો પાર્થ સોલંકી (ઉ.વ. ૧૯) અને કરણ સોલંકી (ઉ.વ. ૧૫) સાથે પોતાના ઘરેથી તેમની સીલ્વર કલરની મારૃતી વેગરઆર કાર (નં. જીજે-૫-સીએલ- ૩૪૪૬)માં બેસીને વલસાડ તરફ જવા માટે બપોરે નીકળ્યા હતા. તેમની કાર ને.હા.નં. ૮ પર નવસારી નજીકના અષ્ટગામના સડક ફળિયા પાસેથી પસાર થતી હતી ત્યારે તેમની આગળ ચાલતા ટેન્કર (નં. એમપી-૧૩-એચ- ૧૦૯૫)ની પાછળ કાર ધડાકાભેર અથડાતાં કારમાં સી.એન.જી. ગેસનું ઇંધણ હોવાથી આગ ભભૂકી ઉઠી હતી અને ક્ષણભરમાં કાર આગની લપેટમાં આવી જઇ ભડ ભડ સળગી ઉઠતાં કારમાં બેઠેલા શિક્ષક દંપતિ તથા તેમના બન્ને પુત્રો આગમાં બળી જઇને કોલસો બની ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં નવસારી જિલ્લા પોલીસવડા જે.આર. મુથલીયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી જઇ આ ગોઝારા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રવિવારે બપોરે ૧-૩૦ વાગ્યાના સુમારે હાઇ-વે પર સર્જાયેલા આ ગોઝારા અકસ્માત નિહાળી લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કારનો સેન્ટ્રલ લૉક નહીં ખુલતાં કારમાં સવાર તમામ ચારેય જણાં આગમાં ભડથું થઇ ગયા હતા. આગમાં આખેઆખી કાર બળી જતાં તેમાં માર્યા ગયેલા પરિવારની ઓળખ મુશ્કેલ બની ગઇ હતી. કારની નંબરપ્લેટનાં આધારે પોલીસે તુરંત સુરતની કાર કંપનીમાંથી કાર કોને વેચી હતી? તેની તપાસ કરતાં કારનાં માલિકની ઓળખ થતાં આ અકસ્માતમાં મોત પામનારા કમભાગીઓની ઓળખ થવા પામી હતી.
મરનાર પરિવારમાં હિતેશ ઉર્ફે હિતેન્દ્ર સોલંકી સુરત મહાનગરપાલિકાની સલાબતપુરા પ્રા. શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેમની પત્ની દક્ષાબેન સોલંકી ઉનની પ્રા. શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. જયારે તેમના મોટા પુત્ર પાર્થે હાલમાં જ બારડોલી ખાતેની કોલેજમાં બી.સી.એ.માં એડમીશન લીધું હતું અને આવતીકાલથી તે કોલેજ જોઇન્ટ કરવાનો હતો. જયારે નાનો પુત્ર કરણ ધો. ૯માં અભ્યાસ કરતો હતો. આ પરિવાર વલસાડ ખાતે રહેતો હિતેન્દ્રભાઇનો ભાણેજ લંડન જવાનો હોવાથી તેને મળવા માટે સુરતથી નીકળ્યો હતો. ત્યારે તેમને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. આ બનાવનાં સમાચારથી મરનારનાં પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમનાં પરિવારને મૃતદેહો સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી. નવસારીનાં સમાજસેવક મહેન્દ્રભાઇ શાહ (દરબાર)એ મૃતક પરિવારની ઓળખ માટે ભારે જહેમત ઉઠાવી હતી.

હવે હું જીવીને શું કરીશ? કહી હિતેશભાઇ બહાર ન આવ્યા
નવસારી, રવિવાર
નવસારીનાં હાઇ વે નં. ૮ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની નજર સામે કાર ચલાવતો મોટો પુત્ર પાર્થ, પત્ની દક્ષાબેન અને નાના પુત્ર કરણને આગમાં ભડ ભડ બળતાં જોઇ પાછળની સીટ ઉપર બેઠેલા હિતેશ ઉર્ફે હિતેન્દ્રભાઇ ઘેરા આઘાતમાં સરી ગયા હતા. આ સમયે ઘટનાસ્થળ ઉપર હાજર ધર્મેશ રાઠોડે હિતેન્દ્રભાઇને સળગી રહેલી કારમાંથી બહાર કાઢીને બચાવવાનાં પ્રયાસો કર્યા હતા પરંતુ સમગ્ર પરિવારને જીવતા સળગી મોત પામેલા જોઇ હિતેન્દ્રભાઇ ઘેરા આઘાતમાં સરી પડયા હતાં અને ''હવે હું જીવીને શું કરીશ?'' એમ કહી પોતે પણ મોતની આગોશમાં સમાઇ જવાનું મન બનાવી લઇ કારમાંથી બહાર આવ્યા ન હતા એનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું.

 

 
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved