Last Update : 27-June-2011, Monday
 
ગુપ્તચર એજન્સીઓ દ્વારા સોમાલીયન ચાંચીયાઓની ઉંડાણભરી પૂછપરછ
 
દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ ફરી ઉના દોડી આવ્યા

ઉના તા. ૨૬
ઉના નજીકનાં દરીયામાંથી પકડાયેલા ૧૪ સોમાલીયન ચાંચીયાઓ અને ૩ યમન નાગરીકોની પોલીસે હાથ ધરેલી પ્રાથમીક પૂછપરછમાં બોટમાં ફાયરીંગ થયાની અને હથિયારો દરિયામાં ફેંકી દીધાની વિગતો બહાર આવતા દેશની વિવિધ ગુપ્તચર એજન્સીઓએ પણ ચાંચીયાઓની તપાસમાં ઝંપલાવ્યું છે. આજે ફરી એક વખત દિલ્હીથી ગુપ્તચર એજન્સીના ઉચ્ચ અધિકારીઓ ઉના દોડી આવ્યા હતા.
તપાસ વિશે અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથીઃ પોલીસને ધમકી આપનાર હૈદીકના સંબંધી ભારતમાં રહેતા હોવાની આશંકા
ગત તા. ૧૯-૬ના રોજ દરીયામાં બંધ બોટ સાથે ૪૫ દિવસ સુધી સફર કર્યા બાદ સોમાલીયન ચાંચિયાઓની બંધ બોટ ઉના તાલુકાના નાંદણના નિર્જન દરીયાકાંઠે આવી પહોંચતા પોલીસે ૧૪ સોમાલિયન ચાંચિયા તથા ૩ યમન નાગરીકોને પકડી દુભાષિયા મારફત સઘન પૂછપરછનો પ્રારંભ કરતા અને આ સોમાલિયન ચાંચિયાઓએ બોટ પર ફાયરીંગ કર્યાનું પણ સામે આવેલ અને આ સોમાલીયન ચાંચિયાઓ પકડાયા બાદ વિવિધ તપાસનિશ એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૃ થયા બાદ આ તપાસમાં અનેક વળાંક આવતા હોય તેમ આ ચાંચિયાઓની રીમાન્ડના પ્રથમ દિવસે ઉના પીઆઇ તથા દુભાષીયાઓને ધમકીભરી ભાષામાં વાત કરતા ફોન આવ્યા હતા. ચાંચીયાઓએ ભારતીય જળસીમામાં કોઇ ગુન્હો કર્યો છે કે નહીં તે દિશા તરફ અને તેમની પાસે રહેલા હથિયારો ભારતીય જળસીમામાં ફેંકયા છે કે નહીં તે તરફ તપાસનો ધમધમાટ કરી રહી છે.
ત્યારે આજરોજ ફરી એક વખત દિલ્હીથી ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ઉના પોલીસ સ્ટેશને આવી પહોંચી તપાસ શરૃ કરી હતી. પરંતુ રીમાન્ડ દરમિાયન અત્યાર સુધીમાં ચંચિયાઓએ શું જણાવ્યું તે અંગે પોલીસ પણ મગનું નામ મરી પાડતી નથી ત્યારે આ સોમાલીયન ચાંચિયાઓ ક્યા ઇરાદે આવ્યા હતા તે પણ તપાસનો વિષય છે ત્યારે અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉના પોલીસે સોમાલીયન ચાંચિયાને પકડયા બાદ ભારતીય માછીમારોને સોમાલીયામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસને હાલ એ પણ સવાલ મુંઝવી રહ્યો છે કે ઉના પોલીસમાં ફોન કરનાર હૈદીક નામનો શખ્સ આ પકડાયેલા ચાંચિયાઓનો સરદાર છે કે અન્ય કોઇ કારણે આ પકડાયેલ ચાંચિયા માત્ર સોમાલિયન ભાષા જાણતો હોય જ્યારે હૈદીક નામનો શખ્સ હિન્દી સહિત પાંચ ભાષા જાણે છે ત્યારે આ પકડાયેલ ચાંચિયા હિન્દી ભાષા તો જાણતા નહીં હોય ને ? અને હાલ પોલીસને પણ આ તપાસમાં અનેક પ્રશ્નો મુંઝવી રહ્યા છે. ત્યારે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ હૈદીક નામના શખ્સના સંબંધી ભારતના એક શહેરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ આ સોમાલીયન ચાંચિયા તા. ૨૯-૬ સુધી રીમાન્ડ પર હોય આ પ્રકરણમાં પોલીસ આ ચાંચિયા પાસેથી શું ઓકાવી શકે છે તે જોવાનું રહ્યું. હાલ વિવિધ દિશામાં વિવિધ તપાસનીશ એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૃ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved