Last Update : 27-June-2011, Monday
 
એક તરફી પ્રેમમાં પાગલ લુખ્ખાએ પરિણીતાને સરાજાહેર રહેંસી નાખી
 
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી જતાં ફાટીને ધૂમાડે જતા આવારા તત્વો

રાજકોટ, રવિવાર
શહેરના ગોંડલ રોડ પરના આનંદ બંગલા ચોક નજીકનાં રામનગર જેવા સતત ધમધમતા વિસ્તારમાં આજે બપોરે રસિલાબેન નામની કોળી પરિણીતાની તેનાં એક તરફી પ્રેમમાં પાગલ નિલેશ ઉર્ફે રવિ નામના લુખ્ખાએ છરીના સાતેક ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. રિક્ષા ચાલક નિલેશે સરાજાહેર રસિલાબેનને છરીથી રહેંસી નાખતા આ દ્રશ્ય જોનારા લોકો ભયથી થથરી ઉઠયા હતા. હત્યા નિપજાવ્યા બાદ ફરાર નિલેશની માલવીયાનગર પોલીસે શોધ આદરી છે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા બે વર્ષથી નિલેશ રસિલાબેનને હેરાન કરતો હતો અને તેના વિરુધ્ધ ઘણી અરજીઓ અને ફરિયાદ પણ પોલીસમાં થઈ હતી. આમ છતાં પોલીસ કાર્યવાહીની ઐસીતૈસી કરી ફરીને છૂટીને નિલેશ ફરીથી રસિલાબેનને પરેશાન કરતો હતો અને આખરે તેને પતાવી દીધા હતા.
બે વર્ષથી પજવણી કરતો હતો; કોળી પરિણીતા તાબે નહીં થતા અને વારંવાર પોલીસ કાર્યવાહી કરતા છરીના સાત ઘા ઝીંકી ક્રુરતાથી હત્યા
વિગત એવી છે કે, હાલ અટીકાનાં ત્રિશુલચોક નજીકનાં નારાયણનગર મેઈન રોડ પર 'શ્યામ કુંજ'માં રહેતા રસિલાબેન (૪૦)ના લગ્ન ૧૫ વર્ષ પહેલા નિલેશ નટવરલાલ મકવાણા નામનાં તળપદા કોળી યુવાન સાથે થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન એક પુત્ર, પુત્રીની પ્રાપ્તી થઈ હતી. પરિવારને મદદરૃપ થવા રસિલાબેન રામનગર મેઈન રોડ પરની શાકમાર્કેટમાં કટલેરીની લારી કાઢતા હતા. તેનો પતિ નિલેશ રેડીમેઈડ કાપડની ફેરી કરે છે.
બે વર્ષ પહેલા રસિલાબેન ગોંડલ રોડ પરના જીમ્મી ટાવરમાં બચતનું અને વીમાનું કામ કરતી કંપનીમાં એજન્ટ બન્યા હતા ત્યારે નિલેશ ઉર્ફે રવિ તેમાં સભ્ય બનતા બંને પરિચયમાં આવ્યા હતા. આ પછી રસિલાબેનના એકતરફી પ્રેમમાં નિલેશ પાગલ બની ગયો હતો અને તેને હેરાન પરેશાન કરવાનું શરૃ કરી તેની જીંદગી હરામ કરી નાખી હતી. નિલેશ રસિલાબેનને પોતાની સાથે ફરવા આવવાનું કહી મશ્કરી કરતો. અવારનવાર ઘરે જઈ ગાળો ભાંડતો. તેની આ હરકતોથી ત્રસ્ત રસિલાબેને તેની વિરુધ્ધ અત્યાર સુધીમાં પાંચથી છ વખત ભક્તિનગર પોલીસમાં ફરિયાદ અરજી કરી હતી. અરજી બાદ પોલીસ નિલેશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ છૂટીને ફરીથી રસિલાબેનને હેરાન કરતો હતો. ઘણાં સમયથી આ સિલસિલો ચાલુ હતો. નિલેશ જ્યારે પણ રસિલાબેનની લારી પાસેથી રિક્ષા લઈને પસાર થાય ત્યારેે પણ બિભત્સ હરકતો કરી ગાળો ભાંડી જતો રહેતો.
નિલેશને રસિલાબેનના પતિ નિલેશે પણ મેથીપાક આપ્યો હતો. પરંતુ તેનાથી કોઈ ફર્ક પડયો ન હતો. રસિલાબેન તાબે થતા ન હોવાથી અને પોલીસ કાર્યવાહી કરતા હોવાથી નિલેશ ઉશ્કેરાયેલો રહેતો હતો અને કોઈ પરિણામ નહીં આવતા તેના મગજમાં કાળ સ્વાર થઈ ગયો હોય તેમ આજે બપોરે તે રામનગરમાં રસિલાબેનની લારીએ ધસી ગયો હતો અને તેને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ રસિલાબેને તત્કાળ તેના પતિ નિલેશને ફોન કરી ફરીથી નિલેશ હેરાન કરવા લારીએ આવ્યાનું કહેતા પતિ નિલેશ કે તે ત્યારે ગોકુલધામમાં ફેરી કરતો હતો તેણે કહ્યું હું પાંચ મિનિટમાં આવું છું અને જરૃર પડયે તું પોલીસને જાણ કરજે. પરંતુ નિલેશ ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી જમવાનો સમય થઈ જતા રસિલાબેન લારીએથી તેના ટુ વ્હીલર પર ઘરે જવા માટે રવાના થયા હતા ત્યાં નજીક જ રામનગર શેરી નં. ૩/૭ કોર્નર પર નિલેશે રસિલાબેનને આતરી ઉભા રાખ્યા બાદ તેની ઉપર છરીથી તૂટી પડયો હતો અને ખૂન્નસપુર્વક ગરદન, પેટ, છાતી અને પડખામાં છરીના સાતેક ઘા ઝીંકીને ભાગી ગયો હતો. નિલેશભાઈ રામનગર પહોંચ્યા ત્યારે લોકોના ટોળા ઉભા હતા અને વચ્ચે તેની પત્ની મૃત હાલતમાં પડી હતી. જે દ્રશ્ય જોઈ ત્યાં જ ભાંગી પડયા હતા.
બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને જરૃરી વિધિ બાદ લાશ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડી હતી. પીઆઈ સંજય રાય, જગદીશભાઈ કિહોર અને ભરતભાઈએ નિલેશની ફરિયાદ પરથી અટીકા શેરી નં. ૫માં રહેતા આરોપી નિલેશ ઉર્ફે રવિ બાબુભાઈ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધ આદરી છે. આરોપી અપરીણીત છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતભરમાં વરસાદની કાગડોળે જોવાતી રાહ
ભાજપના નોલેશ પટેલ દારૃના નશામાં ચકચૂરઃ પોલીસ બોલાવાઈ
વિનોદ દત્તાની કંપની દ્વારા કાવતરું ઘડી ઠગાઈઃ અંતે ફરિયાદ નોંધાઈ
કન્વેન્શન સેન્ટર સાથે ગુટકા કંપનીના માલિકનું નામ જોડવામાં સર્વસંમતિ
કોમર્સ કોલેજોમાં ખાલી બેઠકોની સ્થિતિ જાહેર કરવા નિર્ણય
જૂન અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૫૭૭થી ૫૩૬૬, સેન્સેક્સ ૧૮૬૧૧થી ૧૭૮૭૭ વચ્ચે અથડાશે
વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૫૦૦ ડોલરની રસાકસીની સપાટી નજીક પહોંચ્યા
રિલાયન્સની પીછેહઠના પગલે જ સેન્સેક્સ ૫૦૪ પોઈન્ટ તુટયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતું રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનું નુકસાન
  More News
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
બાન કી મુન સતત બીજીવાર સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ બન્યા
દક્ષિણની અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુ રોહિત શેટ્ટીની ફિલ્મ કરે એવી શક્યતા
ભટ્ટ કેમ્પની ફિલ્મનું પ્રમોશન રખડાવી જેકવેલિન ફર્નાન્ડિસ લંડન જતી રહી
અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું
પ્રકાશ ઝાની આગામી ફિલ્મનો પ્રોમો છેલ્લી ઘડીએ 'ડબલ ધમાલ'માંથી પડતો મૂકાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

અમદાવાદના આંગણે ફ્રાન્સના સૂર
આ દિવાલો પરથી ગાંધીવિચારની સોડમ વિસરાઈ જાય એ પહેલાં....
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સેવાની અનોખી ઘૂણી જીસકા કોઈ

સરહદ પર આવેલાં કચ્છના હોડકા ગામની અનોખી વિશેષતા જ્યાં ગરીબ- અમીરની છત સરખી છે

 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved