Last Update : 23-June-2011, Thursday
 
 
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ

 

ભારતના ૨૪૬ રન સામે વેસ્ટ ઇંડિઝ ૧૭૩ રનમાં જ ખખડયું

ભારતનો ઓલરાઉન્ડ બોલિંગ દેખાવ ઃ પ્રવીણ કુમાર અને ઇશાંત શર્માની ત્રણ-ત્રણ અને હરભજન, મિશ્રાની બે-બે વિકેટ
વેસ્ટ ઇંડિઝને ૩૨૫ રનનો પડકાર મળે તો ભારે પડી શકે
કિંગ્સ્ટન, તા. ૨૨
ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ બીજા દિવસની રમતના અંતે જ રોમાંચક બની ચૂકી છે. ભારત પ્રથમ ઇનિંગમાં ૨૪૬ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું ત્યારે એવું લાગતું હતું કે વેસ્ટ ઇંડિઝના બોલરોએ તેઓને માનસિક પ્રભુત્વ સ્થાપતી શરૃઆત આપી છે. વેસ્ટ ઇંડિઝ ૭૫-૧૦૦ રનની સરસાઈ મેળવશે તો પણ ભારતને ભારે પડી શકશે તેમ મનાતું હતું. તેમાં પણ આખરી બે વનડેની હારમાં ભારતની નબળી કડી તેના બોલરો પૂરવાર થયા હતા. પણ ૨૪૬ રનનો સ્કોર સામે વેસ્ટ ઇંડિઝે કંગાળ બેટિંગ કરતા માત્ર ૧૭૩ રનમાં જ ખખડી ગયું હતું. પ્રવીણ કુમારે ૩૮ રનમાં ત્રણ, ઇશાંત શર્માએ ૨૯ રનમાં ત્રણ, અમિત મિશ્રા અને હરભજન બંનેએ ૫૧-૫૧ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી. ભારતે આમ ૭૩ રનની અમૂલ્ય પુરવાર થાય તેવી સરસાઈ મેળવી હતી. ભારતે બીજા દિવસની રમતના અંતે ૩ વિકેટે ૯૧ રન નોંધાવ્યા હતા. વિજય ચિંતાજનક રીતે બીજી વખત નિષ્ફળતા મેળવતા શૂન્ય રને આઉટ થયો હતો. લક્ષ્મણ પણ આ ટેસ્ટમાં નિષ્ફળ જતા શૂન્ય રને આઉટ થયો હતો. પ્રથમ ઇનિંગમાં તે ફોર્મમાં છે તેની ખાતરી અપાવતા દ્રવિડે ૪૦ રન કર્યા હતા. બીજી ઈનિંગમાં ૪૫ રને તે રમતમાં છે.
તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતો ઓપનર મુકુંદ ૨૫ રન બનાવી આઉટ થઈ ગયો હતો. તે મોટી ઈનિંગ રમવા માટે સેટ થઈ ગયો હોય તેમ લાગતું હતું.
ભારતે બેટિંગ માટે કપરી બનતી પીચ પર ૭૩ રનની લીડ ઉમેરતા ૧૬૪ રન નોંધાવી લીધા છે. ભારતનો નાટકિય ધબડકો ન થાય અને કમશેકમ બીજા ૧૫૦ રન ઉમેરી શકે અને વિન્ડિઝને જીતવા માટે ૩૨૫ રન જેટલો પણ ટાર્ગેટ આપે તો ભારતની જીતની તક સર્જાશે. ભારતને માટે સૌથી ઉત્સાજનક બાબત એ છે કે ફાસ્ટ અને સ્પિન બંનેના સફળ આક્રમણથી વેસ્ટ ઇન્ડિઝને ૧૭૩ રનમાં ખખડાવ્યું હતું. ભારત કે જે જંગી સ્કોર માટે જાણીતું છે અને વર્લ્ડ નંબર વન ટીમ તરીકે ઉતર્યું છે તેને ૨૪૬ રનમાં જ ખખડાવીને ખરેખર તો વેસ્ટ ઇંડિઝે ઉત્સાહ, પકડ અને આત્મવિશ્વાસ જમાવતા ભારતને ભીંસમાં લેવાની તક મેળવી હતી.
પ્રથમ ઇનિંગમાં અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝ ફાયદો ના ઉઠાવી શક્યું તો હવે અઘરી બનતી જતી પીચ પર ભારત જે પડકાર આપશે તે ઝીલવા તેઓ દબાણ હેઠળ ઉતરશે. ભારત માટે સારી બાબત એ છે કે કોઈ એક બોલરના તરખાટથી તેઓએ વેસ્ટ ઇંડિઝને પ્રથમ ઇનિંગમાં ૧૭૩ રનમાં નહોતું ખખડાવ્યું. ફાસ્ટરો અને સ્પિનરોએ પ્રસંશનીય ચુસ્ત બોલિંગ નાંખીને વિકેટો લીધી હતી.
વેસ્ટ ઇન્ડિઝ તરફથી પ્રથમ ઇનિંગમાં ઓપનર બરાથે સૌથી વધુ ૬૪ રન કર્યા હતા. ચંદરપોલ જેવા અનુભવીને ૨૩ રન કરવા માટે ૧૦૪ મિનિટ સુધી ઝઝુમવું પડયું હતું. તેઓની સૌથી મોટી ભાગીદારી ત્રીજી વિકેટની ૫૬ રનની હતી. ભારતના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. સદનસીબે ભારતને આખરી દિવસોમાં રમવાનું નથી આવવાનું અને ૭૩ રનની સરસાઈ જ ભારત તરફી મેચ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું લાગે છે. તેના ટેસ્ટ ક્રિકેટનું ૧૫મું વર્ષ રમતા દ્રવિડે ભારતને બીજી ઇનિંગમાં મિસ્ટર વૉલ બનીને વિન્ડિઝને બાજી હાથમાં નહોતી લેવા દીધી. હજુ પ્રથમ ઇનિંગનો હીરો રૈના, ધોની, હરભજન બાકી છે. દ્રવિડ અને કોહલી પણ અણનમ છે. અત્યારે તો એવું કહી શકાય કે ભારતનો હાથ ઉપર છે.
સ્કોર બોર્ડ
ભારત પ્રથમ ઈનિંગ ઃ ૨૪૬
વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ઇનિંગ ઃ

-

રન

બોલ

બરાથ કો.ધોની બો.કુમાર

૬૪

૧૨૨

સિમોન્સ કો.વિજય બો.શર્મા

૨૩

સરવન લેગબિફોર શર્મા

૩૦

ડેરેન બ્રાવો કો.ધોની બો.કુમાર

૧૮

૫૬

ચંદરપોલ કો.મુકુંદ બો.હરભજન

૨૩

૭૪

નેશ કો.રૈના બો.કુમાર

૧૧

બાઘ કો.વિજય બો.હરભજન

૨૭

૩૫

સેમી બો.શર્મા

૧૧

રામપોલ અણનમ

૧૪

૧૯

એડવર્ડસ કો.ધોની બો.મિશ્રા

૨૮

બિશુ કો.રૈના બો.મિશ્રા

વધારાના (બાય ૧, લેગબાય ૩, નોબોલ ૪)

 

 

 

(ઓલઆઉટ ૬૭.૫ ઓવરોમાં)

૧૭૩

 

 

 

વિક્રેટનો ક્રમ ઃ ૧/૧૮ (સિમોન્સ, ૯.૪) ૨/૩૪ (સરવન, ૨૧.૧) ૩/૯૧ (બરાથ, ૩૭) ૪/૯૫ (બ્રાવો, ૩૮.૩) ૫/૧૦૨ (નેશ, ૪૨.૧) ૬/૧૪૭ (બાઘ, ૫૬.૨) ૭/૧૪૮ (સેમી, ૫૯.૩) ૮/૧૫૨ (ચંદરપોલ, ૬૦.૧) ૯/૧૬૯ (એડવર્ડસ, ૬૭.૩) ૧૦/૧૭૩ (બિશુ, ૬૭.૫)
બોલિંગ ઃ પ્રવીણકુમાર ૧૮-૫-૩૮-૩, ઈશાંત શર્મા ૧૭-૬-૨૯-૩, અમિત મિશ્રા ૧૩.૫-૧-૫૧-૨, હરભજન સિંઘ ૧૯-૫-૫૧-૨
ભારત બીજી ઈનિંગ

-

રન

બોલ

મુકુંદ કો.બાઘ બો.બિશુ

૨૫

૭૫

વિજય લેગબિફોર રામપોલ

દ્રવિડ રમતમાં

૪૫

૧૨૫

લક્ષ્મણ કો.એન્ડબો સેમી

કોહલી રમતમાં

૧૪

૪૨

વધારાના (બાય ૪, નોબોલ ૩)

 

 

 

(૩ વિકેટે ૪૧ ઓવરોમાં)

૯૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૦ (વિજય, ૧.૨) ૨/૫૬ (મુકુંદ, ૨૪.૩) ૩/૫૭ (લક્ષ્મણ, ૨૫.૫)બોલિંગ ઃ એડવર્ડસ ૯-૧-૨૭-૦, રામપોલ ૮-૨-૧૭-૧, સેમી ૧૨-૫-૧૬-૧, બિશુ ૧૨-૨-૨૭-૧

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved