Last Update : 23-June-2011, Thursday
 
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે

અગાઉ એવા અહેવાલ હતા કે મુંબઈથી તેમને દિલ્હી લઈ જવાશે ઃ ખલાસીઓએ મુંબઈ પોલીસનો આભાર માન્યો

મુંબઇ, તા. ૨૨
માર્ચ મહિનાથી મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા પાંચ પાકિસ્તાની ખલાસીઓ માટે વધુ એક સારા સમાચાર છે. સિંધના રહેવાસીઓ ઓરંગઝેબ બલ્લોચ, ફર્હાદ મોહમ્મદ, સજજાદ અલી, મોહ્મ્મદ ઉમેર અને લાલ બકશને સ્વદેશ પાછા મોકલવા માટેની ઔપચારિકતાઓ પૂરી કરવા દિલ્હી લઈ જવાશે એવા કેટલાક અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલને પગલે એવા સમાચાર આવ્યા છે કે તેઓ મુંબઈથી જ સીધા પાકિસ્તાન જશે.
આ પાંચ જણ જાન્યુઆરીમાં સોમાલી ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ઇરાનના વેપારી જહાજ અલ મુર્તુઝા પર હતા. ભારતીય નૌસેના દ્વારા એમને ઉગારીને મુંબઈ લવાયા હતા.
હાર્મની ફાઉન્ડેશનના પ્રમુખ મથાઈ અબ્રાહમે એમનો કેસ વિદેશ મંત્રાલય સમક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયે એવો સંદેશ મોકલ્યો હતો કે પાકિસ્તાની ખલાસીઓને દિલ્હી લવાય, જ્યાં એમને પાકિસ્તાન પાછા મોકલવાની પ્રક્રિયા શરૃ થશે.
મંગળવારે વિદેશ મંત્રાલયે યલોગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એક ફેક્સ સંદેશા મારફત એવી જાણ કરી હતી કે મુંબઈમાં પેપરવર્ક થઈ શકે છે.
મથાઈએ જણાવ્યું હતું કે 'હવે તેઓ પોતાના દેશ પાછા ફરી શકે એને થોડા સમયની જ વાર છે. અગાઉનો આદેશ એમને દિલ્હી લઈ જવાનો હતો, જ્યાં એમને તિહાર જેલમાં રાખવાના હતા. હવે ઓળખવિધિ અને થોડા પેપરવર્ક બાદ તેઓ મુંબઈથી રવાના થશે.'
પોતાની કસ્ટડીમાનાં પાકિસ્તાની ખલાસીઓને નિયમ બહાર જઈને મદદ કરનાર ઇન્સ્પેક્ટર એમ. જી. ટોપે વિદેશ મંત્રાલયનો ફેક્સ આવતા રોમાંચિત થઈ ગયા હતા. 'તેઓ કોઈ ગુનેગારો નથી. એટલે પોતાના પરિવારો પાસે પાછા જવાનો એમને હક છે. પોલીસ સ્ટેશનના તમામ ઓફિસરો ખલાસીઓ પોતાના વતન પાછા ફરશે એ જાણીને ખુશ છે.' એમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે પાકિસ્તાની કોન્સ્યુલરના અધિકારીઓ પોતાના પાંચ ખલાસીઓને મળી શકે. એ માટે યલોગેટ. પોલીસ સ્ટેશનમાં વ્યવસ્થા કરવાની મુંબઈ પોલીસને સૂચના આપી છે.
કરાચીના રહેવાસી ઓરંગઝેબ બલોચે પોતાની મુક્તિ વિશે જાણ્યા બાદ એમ જણાવાયું હતું કે 'અમે અલ્લાહ અને મુંબઈ પોલીસના શુક્રગુજાર છીએ. મુંબઈમાં અમને બહુ સારી રીતે રખાયા છે અને અમે આ શહેરની પ્રગતિ માટે પ્રાર્થના કરીએ છીએ.'
સોમવારે મથાઈના વિનંતીથી અભિનેત્રી-દિગ્દર્શિકા પૂજા ભટ્ટ પાકિસ્તાની ખલાસીઓને મળવા ગઈ હતી. તેઓ એને મળીને ખુશ થઈ ગયા હતા.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved