Last Update : 23-June-2011, Thursday
 

વરાછા વિસ્તારમાં રસ્તા પરના દબાણ દુર કરાયા

પાલિકા અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં
રસ્તા પરથી દબાણ દુર કરવાની કાર્યવાહીના કારણે મલ્ટીલેવલ પાર્કિંગનો ઉપયોગ વધી ગયો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં પાલિકા અને પોલીસ દ્વારા રસ્તા પરના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ રસ્તા વચ્ચે મુકેલા દબાણો જ્યારે પોલીસે આડેધડ પાર્ક કરેલા વાહનો જપ્ત કર્યા હતા. આ કામગીરીના પગલે આજે અચાનક જ પાલિકાના મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહનોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો.
સુરત પાલિકાના વરાછા ઝોનાં પોલીસ તથા પાલિકાના સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટી.પી. સ્કીમ નંબર- ૪ (અશ્વનીકુમાર-નવાગામ)માં માનગઢ ચોકથી ખોડિયાર નગર રોડને જોડતો રસ્તો તથા વરાછા મેઈન રોડ થઈ સરદાર સ્મૃતિ ભવનનો જાહેર રસ્તા પર લોકો દ્વારા આડેધડ પાર્ક કરાતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત પાલિકા દ્વારા રસ્તા પર દબાણ કરી ટ્રાફિકને અવરોધતાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. દબાણ દુર કરવાના આ અભિયાનમાં ૨૧ લારી-ગલ્લાઓ, ગ્રીલ, બારી, લોખંડના ટેબલો તથા અન્ય સામાન મળી કુલ ૩૬ વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વૃક્ષ પર ગેરકાયદે રીતે મુકવામાં આવેલા ૪૨ બેનરો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ રસ્તા પર કેટલાક લોકોએ ગેરકાયદે રેમ્પ બનાવવામાં આવ્યો હતો તે પણ દુર કરવામા આવ્યો હતો.
દબાણ દુર કરવાના અભિયાન અંતર્ગત રસ્તા પરથી ૧૦ ગાડી છારૃ, માટી તથા રેતી જપ્ત કરી હતી. કામગીરી દરમિયાન સ્થળ પરથી ૨૦,૮૦૦ રૃપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. પાલિકા-પોલીસ દ્વારા રસ્તા પરથી દબાણ દુર કરવાની કાર્યવાહીના કારણે હાલમાં જ પાલિકાએ બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં રોજ ૬૦ ટુવ્હીલર તથા ૭૦ ફોર વ્હીલર પાર્ક થતાં હતા. પરંતુ આજની કામગીરી બાદ બપોરે ૫૦૦ ટુવ્હીલર તથા ૯૦ ફોર વ્હીલર વાહનોનું પાર્કિંગ થઈ ગયું હતું.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved