Last Update : 23-June-2011, Thursday
 
પાલિકાના ઉધના ઝોને વહેલી સવારે જ ડિમોલીશન કરી દીધું
હાઈકોર્ટના સ્ટેની બજવણી થાય તે પહેલાં જ
બે માસથી નહી કરાયેલું ડિમોલીશન એકાએક શરૃ કરાયું પણ સ્ટેની કોપી આવતા ફરી અટકાવી દેવાયું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આજે સુરત-નવસારી રોડ પર લાઈનદોરીના અમલ માટે વહેલી સવારે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે પાંચ મિલ્કતોનું ડિમોલીશન કરવામા આવ્યું તેમાંથી બે મિલ્કતો દ્વારા લાઈનદોરીના અમલ માટે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવવામા આવ્યો હતો. પરંતુ સ્ટેની બજવણી થાય તે પહેલાં જ વહેલી સવારે પાલિકાના કાફલાએ ડિમોલીશન કરી દીધું હતું. જોકે, ઉધના ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્ટેની કોપી મિલ્કતદારે બતાવ્યા બાદ ડિમોલીશનની કામગીરી અધુરી મુકવામાં આવી છે.
સુરત પાલિકાના સુરત-નવસારી રોડ પર બી.આર.ટી.એસ.ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૃપે મુકવામાં આવેલી લાઈનદોરીનો અમલ કરવાની કાર્યવાહી છેલ્લા પોણા બે માસથી ચાલી રહી છે. જેમાં આજે ઉધના ઝોન દ્વારા ઉધના ત્રણ રસ્તા પરની પાંચ મિલ્કતો પર લાઈન દોરીનો અમલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ઉધના ઝોનના ઝોનલ ઓફિસર સહિત પચાસથી વધુ બેલદાર અને કર્મચારીઓના કાફલાએ સવારે આઠ વાગ્યે જ ડિમોલીશનની કામગીરી શરૃ કરી હતી.
જેમાં શંભુ-રેખા અને જલદર્શન તથા અન્ય એક મિલ્કત મળી ત્રણ મિલ્કતમાં લાઈનદોરીનો અમલ કરવા માટે મિલ્કતનુ ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ બે મિલ્કતની સાથે જ ધુ્રવી પ્લાઝા તથા દિપરેખા કોમર્શિયલ કોમપ્લેક્ષમાં પણ લાઈનદોરીનો અમલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બિલ્ડીંગના ડિમોલીશન ઉપરાંત અન્ય ડિમોલીશમાં ઝોન દ્વારા ૨૬૦-૧ની નોટિસ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત ધુ્રવી પ્લાઝા અને દિપરેખા કોમ્પ્લેક્ષના પીલર ઉપરાંત એલિવેશનનો ભાગ લાઈનદોરીમાં આવી જતો હતો. મિલ્કતદાર દિપક સેવક દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા આ મિલ્કત પર સ્ટે આપવામાં આવ્યો હતો. પાલિકાની ટીમ ડિમોલીશન કરવામા આવી ત્યારે મિલ્કતદાર દ્વારા સ્ટે બતાવવામાં આવ્યો હતો. પરંતુ ઉધના ઝોનના ઝોનલ ઓફિસર દ્વારા સ્ટે જોવામાં આવ્યો ન હતો. વીસેક મીનીટમાં જ પાલિકાના કાફલાએ મોટાભાગનુ ડિમોલીશન કરી દીધું હતું.
આ અંગે ઉધના ઝોનના ઝોનલ ઓફિસર ડી.સી. ગાંધીએ જણાવ્યું હતું કે, બી.આર.ટી.એસ. રૃટની લાઈનદોરીમાં આવતી મિલ્કતોનું આજે ડિમોલીશન હાથ ધરવામા આવ્યું હતું. જેમાં મિલ્કદાર દિપક સેવક દ્વારા ધુ્રવી પ્લાઝા તથા દિપરેખા કોમ્પ્લેક્ષ માટેનો સ્ટે બતાવવામાં આવ્યો ત્યારે બાકીનું ડિમોલીશન અટકાવી દેવામાં આવ્યું હતું.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved