Last Update : 23-June-2011, Thursday
 
પાંડેસરાના ૧૭ એકમોના ખાનગી તથા પાલિકાના પાણી જોડાણ કાપી નખાયા

પાલિકા અને ઉદ્યોગો વચ્ચેનો કરારનો ભંગ થતાં
ચાર માસ પહેલાં ઉધના ઝોનમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ કોઈ નિકાલ ન થતાં હાઈડ્રોલિક વિભાગે જોડાણ કાપી નાંખ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકા અને પાંડેસરાના ઉદ્યોગો વચ્ચે પાણી વિતરણના કરારનો ભંગ થતાં આજે હાઈડ્રોલિક વિભાગ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા ૧૭ મીલોમાં ખાનગી પાણી નેટવર્ક ઝડપી તે દુર કરવા સાથે પાલિકા દ્વારા અપાતા પાણીની લાઈનો પણ સીલ કરવામાં આવી હતી. પાલિકા સાથેના કરાર ભંગ બદલ પાલિકા આગામી દિવસોમાં ઉદ્યોગો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી કવાયત થઈ રહી છે.
સુરત પાલિકાની પાણી સમિતિ દ્વારા ઉધના ઝોનને પાંડેસરાના ઉદ્યોગો દ્વારા કરાવામા આવતી પાણી ચોરીની વિડિયો સીડી તથા પાણી ચોરી કરતાં ઉદ્યોગોના સરનામા સાથેની વિગતો આપી હતી. તેમ છતાં ચાર માસ સુધી ઉધના ઝોન દ્વારા પાણી ચોરી અંગે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. આ મુદ્દે પાણી સમિતિ દ્વારા આગામી ૨૪મી જુનના રોજ એક ખાસ બેઠક બોલાવીને પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટેની કવાયત શરૃ કરી છે.
પાલિકાની પાણી સમિતિ દ્વારા પાણી ચોરીની માહિતી આપવા છતાં ઉધના ઝોનના અધિકારીઓએ કાર્યવાહી કરતાં તેઓની સામે ઠપકો મુકવામાં આવે તે પહેલાં જ આજે હાઈડ્રોલિક વિભાગે પાંડેસરા જી.આઈ.ડી.સી.માં દરોડા પાડીને ગેરકાયદે પાણીનું મોટું નેટવર્ક ઝડપી પાડવા ઉપરાંત દુર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
પાલિકા દ્વારા પાંડેસરાના ઉદ્યોગો દ્વારા પાણી આપવાની કામગીરી શરૃ થાય તે પહેલાં કરાર કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકા સિવાય અન્ય કોઈ ખાનગી નેટવર્ક દ્વારા કે ટેન્કરો દ્વારા પાણી ન લેવાની એક શરત રાખવામાં આવી હતી. પાલિકા દ્વારા ઉદ્યોગોને પુરતુ પાણી અપાતા હોવા છતા કેટલાક ઉદ્યોગો દ્વારા બોરીંગ તથા ખાનગી નેટવર્ક દ્વારા પાણી લેવા ઉપરાંત ટેન્કરો દ્વારા પણ પાણી લઈને પાલિકા સાથેના કરારનો ભંગ કરવામાં આવતો હતો.
સુરત પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાંડેસરા જી.આઈ.ડી.સી.માં એક રેઈડ કરવામાં આવી હતી. બપોરથી મોડી સાંજ સુધી ચાલેલા આ દરોડામાં પાલિકાની ટીમને ૧૭ ઔદ્યોગિક એકમો દ્વારા ખાનગી નેટવર્ક દ્વારા પાણી લેવાતું હોવાનું ઝડપી પાડયું હતું. વિભાગ દ્વારા ૩ જે.સી.બી. ૨૦ કર્મચારીઓ ઉપરાંત બેલદારો સાથે કરવામાં આવેલી કામગીરીમાં ૧૭ ઔદ્યોગિક એકમોની આસપાસ ખોદાણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા સાથેના કરારનો ભંગ કરીને ખાનગી નેટવર્ક દ્વારા લેવાતા પાણીનું નેટવર્ક દુર કરવામાં આવ્યું હતું.
માત્ર ખાનગી નેટવર્ક જ નહીં પરંતુ પાલિકા સાથેના કરારનો ભંગ કરનારા ઔદ્યોગિક એકમોને પાલિકા દ્વારા આપવામાં આવતાં પાણીની લાઈન પણ સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પાલિકા સાથેના કરાર ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવા માટે પણ કવાયત થઈ રહી છે.
પાણી સમિતિ દ્વારા આગામી ૨૪મી જુને ઉધના ઝોનના અધિકારીઓ સામે પાણી ચોરીની માહિતી છતાં પગલાં ન ભરવાના મુદ્દે પસ્તાળ પડે તે પહેલાં જ હાઈડ્રોલિક વિભાગે પાંડેસરાના એકમો સાથે કાર્યવાહી કરી દીધી છે.

 
 
 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved