Last Update : 23-June-2011, Thursday
 

મરચાંમાં રંગ, લોટની મિલાવટ! ઘી-શરબતમાં પણ ખુલી ભેળસેળ

 

રાજકોટ - રાજકોટમાં લોકોને પેટમાં દર્દથી માંડીને કેન્સર સહિતના ગંભીર રોગો થઈ શકે તે રીતે બેફામ ભેળસેળ માત્ર ફરસાણ,મિઠાઈ કે દૂધ-ઘીમાં જ નહીં પણ હવે કુદરતી લાગતા મરચાં-ધાણાજીરુ પાવડરથી માંડીને કેરી,તરબૂચ,કેળા જેવા ફળફળાદિમાં પણ મિલાવટ થતી હોવાની ફરિયાદો વચ્ચે મહાપાલિકાએ લીધેલા મરચાં પાવડર, શરબત, ઘીના નમુનામાં રંગ, વનસ્પતિ ઘીની ભેળસેળ હોવાનો રિપોર્ટ સરકારી લેબોરેટરીમાંથી આવ્યો છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર (૧) નાનામવા રોડ પર ધર્મેશભાઈ હંસરાજભાઈ જસાણીની ''લાભ ટ્રેડીંગ કંપની'' નામની દુકાનેથી લેવાયેલ લુઝ મરચાં પાવડરમાં કલર ઉપરાંત મકાઈના લોટની ભેળસેળ હોવાનું ખુલ્યું છે. ખાસ કરીને કલરવાળા મરચાં પાવડરથી પેટમાં દુખાવા સહિત અનેક રોગ થઈ શકે તેમ આરોગ્યખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે (૨) યાજ્ઞિાકરોડ પર રાજેશ્વરી કોમ્પલેક્સમાં '' રાજમંદિર કોમ્પલેક્સ''માંથી લેવાયેલ કાલાખટ્ટા શરબતમાં પણ આવી ભેળસેળ ખુલી છે. (૩) વિજયપ્લોટ શેરી નં.૧૦માં મોટા જથ્થામાં નકલી ઘીનું કારસ્તાન પકડાયા બાદ શૈલેષ મુળજી પુજારા, 'રાજ ફૂટવેર' નામક દુકાનમાંથી તેમજ 'મહાદેવ જનરલ સ્ટોર્સ'માંથી શુધ્ધ ઘી તરીકે વેચાતા ઘીના લેવાયેલા નમુનાનું લેબોરેટરી ટેસ્ટીંગ થતા તેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ થયાનું ખુલ્યુું છે.

લોકો ચોખ્ખુ ઘી આરોગ્ય માટે ખરીદતા હોય છે પણ તે ભેળસેળયુક્ત હોય તો તેનાથી આરોગ્યને ફાયદો થવાને બદલે નુક્શાન થવાની શક્યતા છે તો સ્વાદ માટે વપરાતા મરચાં સહિતના મસાલામાં તેમજ શરબતમાં પણ ભેળસેળ ખુલી છે. ઉપરોક્ત ચારેય વેપારી સામે ફોજદારી કેસ કરાશે તેમ આરોગ્યખાતાના સૂત્રોએ જણાવ્યું પણ આ ચારેય પાસેથી જે લોકોએ મરચાં પાવડર, શરબત, ઘી ખરીદીને આરોગ્ય છે તેમના માટે તંત્ર પાસે કોઈ ઉત્તર નથી!

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved