Last Update : 23-June-2011, Thursday
 
ઉંઝામાં સનસનાટી ભરી લુંટનો માસ્ટર માઈન્ડ ભચાઉથી ઝડપાયો

 

ઉંઝા - ઉંઝામાં છ દિવસ અગાઉ ગંજના વેપારી પાસેથી થયેલી રૃા.૨૮.૭૦ લાખની સનસનાટી ભરી લૂંટ કેસનો માસ્ટર માઈન્ડ ભચાઉ નજીક પોલીસ નાકાબંધી દરમ્યાન ઝડપાઈ ગયો છે.

આ ઉપરાંત રાજસ્થાની ગેંગના શકમંદો પૈકી બે શખ્સોની ઉંઝા પોલિસે ઝડપી લીધા છે જયારે પાંચ શખ્સો ફરાર છે. આ સંદર્ભે પોલિસ સુત્રો તરફથી મળેલ માહિતી પ્રમાણે ઉંઝા ગંજબજારમાં વિનોદકુમાર કપિલકુમાર નામની પેઢીના માલિક અગ્રવાલ ભરતભાઈ શ્યામલાલ તા. ૧૮-૬-૧૧ના રોજ પેઢીની રૃા.૨૮.૭૦ લાખની કેશ લઈને રાત્રે નવેક કલાકે ઘરે જઈ રહયા હતા ત્યારે રાજસ્થાન પાસીંગ ગાડીમાં કેટલાક શખ્સોએ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં આંતરીને કેશનો થેલો ઝુંટવી ભાગી જઈ કરેલી લૂંટ કેસ સંદર્ભેમાં નાકા બંધી દરમ્યાન પાટણ રોડ ઉપરથી મળેલી ગાડી તથા કેટલાક ડોક્યુમેન્ટના સહારે ઉંઝા પોલિસ તાત્કાલિક રાજસ્થાન ઉદેપુર વિસ્તારમાં જઈ હતી. અને ત્યાંની સ્થાનિક પોલિસની મદદથી લૂંટમાં વપરાયેલ ગાડીનો મુળ માલિક મોહનલાલ ચુનીલાલ રેગર તથા અન્ય એક શકમંદ યાદવ દિનેશ ખ્યાલીલાલજીને પોલિસે અટક કરી ઉંઝા લાવવામાં આવ્યા હતા. અને તેઓની પાસેથી વધુ માહિતી મેળવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત અન્ય પાંચેક શકમંદો હજી ફરાર છે ઉપરોકત ઝડપેલ શકમંદો ની પ્રાથમિક પુછપરછ દરમ્યાન આ લૂંટ કેસના માસ્ટર માઈન્ડ એવા ભવરાલાલ ધનારામનું નામ ખુલમાં પોલિસે તેના મોબાઈલના લોકેશન આધારે ભચાઉ તથા સમખ્યારી વચ્ચે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન ભુજથી આવી રહેલો ભવરાલલા રાજસ્થાન તેના વતન બાડમેર જવાની પેરવી કરી રહયો હતો. ત્યારે સમખ્યારી નજીક નાકાબંધી દરમ્યાન બસમાંથી ઝડપી લીધો હતો .ઉંઝાના પી.આઈ. ટી.કે.પટેલની સતર્કતાને લીધે ૨૮ લાખની ચકચાર ભરી લૂંટ નજીકના ભવિષ્યમાં ઉકેલાઈ જશે તેવી આશા બંધાઈ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved