Last Update : 23-June-2011, Thursday
 
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવાનનાં પરિવારનો સામાજીક બહિષ્કાર

 

પાલનપુર - પાલનપુરના લક્ષ્મીપુરા જતા આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના પરિવારના યુવકે મોચી સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી સુખીથી સંસાર ચલાવતા દંપતી તથા તેના પરીવાર જનો ઉપર સમાજના આગેવાનો તેમના નિવાસ્થાને આવી મારઝુડ કરી ધાક ધમકી આપી હતી તેમજ પ્રજાપતિ સમાજમાંથી પરીવારને બહાર કાઢી નાખવાનો તધલખી નિર્ણય લેવાતાં પરીવારની હાલત કફોડી થવા પામી છે. જયારે પરણીતાને માર મારતાં ે શહેર પોલીસમાં ચારની સામે ફરિયાદ નોંધાતા પ્રજાપતિ સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શહેરના લક્ષ્મીપુરા જતા માજી મંત્રી એ.કે. પટેલના ઘરની પાસે આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતા પરષોતમ મેઘાભાઈ પ્રજાપિત તેમના પરીવાર સાથે રહેતા હતા જેમાં પરીવારમાં બે પુત્રો છે. મોટો પરણેલો છે. જયારે નાનાપ્ ાુત્ર કમલેશે પાલનપુરના દિલ્હીગેટ ઠાકોર વાસમાં રહેતી કલ્પનાબેન મોચી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેણે જયારે પ્રેમ લગ્ન કર્યા ત્યારે પરષોત્તમભાઈ અને તેમની બાજુમાં રહેતા તેમના નાનાભાઈના પરીવાર સાથે રહીને હોશેહોશે દંપતીને લગ્ન કરાવી ઘરે લાવ્યા હતા.નવ પરણીતા પરીવારમાં દુધમાં સાકરની જેમ ભળીગઈ હતી. સંસાર સુખેથી ચાલતો હતો પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો.

જયારે બન્નેના સુખી લગ્ન જીવનમાં કલ્પના ગર્ભવતી પણ બની છે જયારે ઉપરોકત પ્રેમ લગ્નની જાણ સમાજના આગેવાનોને થતા તેમના પેટમાં તેલ રેડાયું અને ગતરોજ ૧૦૮ ગામના પ્રમુખ મોહનભાઈ વાલાભાઈ પ્રજાપિત (કાંટ) ડીસા. તથા બીજા ૧૬ ગોળના માજી પ્રમુખ શંકરભાઈ ડોસજીભાઈ પ્રજાપતિ સુંઢા- (પાલનપુર) તથા શંકરભાઈ જીવાભાઈ પ્રજાપતિ, મોહનભાઈ કરશનભાઈ પ્રજાપતિ મડોતર (પાલનપુર) વાળા સમાજના આગેવાનો ગતરોજ જીપમાં પરષોત્તમભાઈ પ્રજાપતિ પાલનપુર ખાતેના નિવાસ્થાને આવીને તેમની પુત્રવધુ કલ્પનાને ઘરમાંથી ખેંચીને બહાર કાઢવા લાગ્યા તેમજ માર ઝુડ કરવા લાગ્યા હતા અને પર પુત્રવધુ મોચી સમાજની છે છતાં તેને દલીત ગણાવી જાતી વિરૃધ્ધના શબ્દો બોલીને ધાક ધમકી આપવા લાગ્યા ભારે પરણીતાને તેના પતિ તથા સાસું જેઠાણી વચ્ચે પડીને છોડાવ્યા હતા. તને અમારા સમાજમાં વહું નહી બનવા દઈએ તેમજ પરણીતાના પતિએ મીડાયાને જણાવેલ કે સમાજના આગેવાનો એ મારી પાસે બે લાખની માંગણી કર્યોનો આક્ષેપ કર્યો હતો.

ત્યાર બાદ પરણીતા અને તેના પતિએ પાલનપુર શહેર પોલીસમાં જઈ ને ઉપરોકત ધાક ધમકી અને માર ઝુડ કરવા આવેલા સમાજના ચારેય આગેવાનો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાજના આગેવાનો સામે ફરિયાદ નોંધાતા સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પરણીતાના પતિએ મીડીયાને વધુમાં જણાવેલ કે સમાજે અમારા ત્રણેય પરીવારોને સમાજની બહાર કાઢયા હતા જેમાં બે દિવસ પહેલા અંગત મીટીંગ કરીને મારા કાકાના બે પરીવારોને સમાજમાં લઈ લીધા છે.જયારે માત્ર અમારા પરીવારને જ સમાજની બહાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે તેમની બાજુમાં જ રહેતા તેમના નાનાભાઈના પરીવારે પણ સમાજના કહેવાથી મોઢુ ફેરવી લીધુ છે.પરીવાર ચોધાર આંસુંએ રડી રહયો છે. સમાજના આગેવાનોના તઘલધી નિર્ણયથી પરીવાર ભાંગી પડયો છે. જયારે પરણીતા ગર્ભવતી છે. તેનું તેના બાળકનો શો વાંક ?

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved