Last Update : 23-June-2011, Thursday
 

આવકના દાખલા, જાતિ સહિતના પ્રમાણપત્રો મેળવવામાં નબળા વર્ગને પડતી મુશ્કેલી

 

ભુજ - પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા તથા લખપત તાલુકામાં આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, વિકલાંગો, વિધવા, નિરાધારોના ફોર્મ ભરવામાં નબળા વર્ગને મુશ્કેલી પડી રહી છે. ફોર્મ ભરવા તાલુકા મથકે ધક્કા ખાવા પડે છે વળી તાલુકા મથકે બનેલા જન સેવા કેન્દ્રોમાં તમામ કામગીરી થતી ન હોઈ લોકોને એકતી બીજી કચેરીએ ધક્કા થતા હોઈ જન સેવા કેન્દ્ર લોકો માટે માત્ર શોભારૃપ બન્યાં છે.

નખત્રાણા, લખપત, અબડાસા તાલુકો વાયબ્રન્ટ ગુજરાત યોજના અંતર્ગત જનસેવા કેન્દ્રની સ્થાપના કરેલ છે. પરંતુ કેન્દ્રમાં બધી કામગીર ન થતા નબળા વર્ગના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

આવકના દાખલામાં પ્રથમ તલાટીના પંચનામાંના સાત પાના, બાદમાં દસ રૃપિયાની ટીકીટ, અરજી ફોર્મ, રૃા. ૨૦નું સ્ટેમ્પ પેપર, દાખલાની રૃા ૨૦ની ફી, સોગંદનામું કર્યા બાદ આવકનો દાખલો મળે છે. અગાઉ ગ્રામ પંચાયતના તલાટીનો દાખલો માન્ય હતો. હાલમાં નથી. તલાટી દ્વારા આવકના દાખલા માટે પંચનામું કરવામાં આવે છે. જે તલાટી આવક લખે છે. તેજ આવક મામલતદાર માન્ય ગણે છે.

તો પછી નબળા વર્ગના લોકો માટે આટલો બધો ખર્ચ શા માટે? જો તલાટીનો જ દાખલો માન્ય રાખવામાં આવતો હોય તો એફિડેવીટ જેવા અન્ય ખર્ચાઓ શા માટે કરાવવામાં આવે છે? એફિડેવીટ, રાશનકાર્ડની ટુ કોપી, ચુંટણી કાર્ડ સ્ટેમ્પ પેપર, ટીકીટ તેમજ અન્ય ખર્ચાઓ, આવવા જવાની ટીકીટ, દિવસની મજૂરી મળી કુલ્લ રૃા ૫૦૦ જેટલો ખર્ચ માત્ર એક આવકનો દાખલો મેળવવા માટે નબળા વર્ગના લોકોને કરવો પડે છે વળી ટ્રુ કોપી એટલે શું તે અમુક અરજદારોને પણ ખબર હોતી નથી.

વિકલાંગ અને વૃધ્ધ લોકોના ફોર્મ જન સેવા કેન્દ્રમાંથી મળે છે. જયારે વિધવાના ફોર્મ, નાયબ કલેકટર કચેરીમાંથી મેળવવા પડે છે. જેમાં ફોર્મની અંદર દર્શાવેલ આવકના દાખલો તેમજ વિધવા કે વિકલાંગ હોય તો તેમનો પણ તે ફોર્મની અંદર પ્રકાર દર્શાવવામાં આવે છે. જેથી ફરજ પરના અધિકારીઓ કનડગત કરે છે. ખરેખર તમામ ફોર્મ એક જ જગ્યાએથી મળવા જોઈએ.

તેમજ નોન ક્રિમીનલ, જાતિ, વિદ્યાર્થીઓના ફોર્મ, શિષ્યવૃતિના ફોર્મ, વિગેરેના દાખલાઓ પ્રમાણિત કરવાની કામગરી જે તે તાલુકા મથકે થતાં તે લોકોને માથાંનો દુઃખાવો બની ગઈ છે. તેથી નબળા વર્ગના લોકોને ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આપવામાં આવેલ દાખલો માન્ય ગમવા, દાખલાઓ સરળતાથી મળે તે માટે પગલાં લેવા, નોન ક્રિમીનલ, જાતિ, વિદ્યાર્થીઓના ફોર્મ, શિષ્યવૃતિના ફોર્મ, એક જ જગ્યાએથી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved